જો આપ ખેડૂત છો તો આ માહીતી આપના માટે જ છે.

આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. જે આપણે સૌ કોઈ જાણીએ છે અને આપણે ખેતી અંગે ની સીધી કે આડકતરી રીતે વિવિધ માહીતી ની જરૂર પડતી હોય છે .

આજ આપણે ખેતી અને ખેતી જમીન ના વિવિધ આધાર પુરાવા વિશે વાત કરીશુ.

આજના જમાના માં ખેતી ના ભાવ ખુબ જ ઉચા છે જેના કારણે ખેતી ની જમીન ને લગતી વિવિધ છેતરપીંડી પણ વધી ગઇ છે.જેથી આપણે આપણી ખેતી ની જમીન ના કાયદેસર ના આધાર પુરાવા વિશે સંપુર્ણ માહીતી હોવી એ ખુબ જ જરુરી છે.

પ્રથમ આપણે વીવીધ નમુના વિષે ટૂંકમાં જાણીએ.

ગુજરાત સરકાર ની હદ વિસ્તાર ની ખેતી ની જમીન અને બીનખેતી ની જમીન ને લગતા સરકાર શ્રી દ્વારા નમુના નં.૧ થી ૧૮ સુધી અમલ માં મુકવામાં આવેલ છે. આ તમામ નમુના જુદી જુદી ચોક્કસ  વિગત દર્શાવતા હોઇ છે.

આપણે આપણા રોજ બરોજ ના ઉપયોગી નમુના વિષે વાત કરીશુ.

નમુનો નં.૭

સરળ અને સાદી ભાષા મા કહીએ તો આ નમુના નં. ૭ એ આપણા એક ખેતર નો ઓળખ કાર્ડ છે.

નમુના નં.૭ મા શું શું વિગત હોઇ છે. ?

તમે કોઇ પણ ખેતર નો નમુના નં ૭ કઢાવો એટલે તેમા સૌથી ઉપર વચે ગામ નમુનો નંબર ૭ એમ લખેલુ છે. જમણી સાઇડ માં જિલ્લા નું નામ,તાલુકા નું નામ ,ગામનું નામ , સરવે નંબર, સતા પ્રકાર , ખેતર નું નામ , અન્ય વિગતો , જુનો બ્લોક નંબર/સરવે નંબર , જુના સરવે નંબર ને લગત નોંધ ના નંબરો , જુના સરવે નંબર ને લગત બીજા હકો અને બોજા ના નોંધ નંબરો લખાયેલ હોઇ છે.

આ તમામ વિગતો તમે તમારા ૭ નંબર મા જોઇ સકશો.

આ વિગત ની ડાબી સાઇડ માં તમારા ખેતર નો નક્શો છે. જે નક્શા માં વચ્ચે આ ખેતર નો સરવે નંબર લખાયેલ છે. આ નક્શા ફરતે જે ચોરસ છે તેની ઉપર પ્રમોલીગેશન નોંધ નંબર અને તે નોંધ ની તારીખ લાખાયેલ છે.ગુજરાત સરકાર દ્વારા સને ૨૦૧૬ માં આ નવી માપણી ફાયનલ કરેલ છે તે મુજબ નો આ નક્શો છે.

હવે ઉપરોક્ત બન્ને વિગત ની નીચે જે વીગત લખેલી છે તે જાણીએ.

એક આડુ લંબચોરસ બોક્ષ છે તેમા વિવિધ વિગતો દર્શાવેલ છે.આ આડા બોક્ષ ના ઉભા બે ભાગ કરેલ છે, તેમા જમણી સાઇડ ના બોક્ષ મા લાયક જમીન લખેલ છે અને જમણી સાઇડ મા ક્ષેત્રફળ અને તેની નીચે હે.આરે.ચોમી. લખાયેલ છે. જ્યા લાયક જમીન લખાયેલ છે તેની નીચે જરાયત ,કુલ ક્ષેત્રફળ , આકાર રુ, જુડી તથા વિષેશ ધારો રુ, પાણીભાગ રુ, અને ત્યાર બાદ લીટી પછી ગણોતીયાની વિગતો લખાયેલ છે. અને આ તમામ વેગતો ની સામે તેના આંકડા મા માપ અને કીંમત આપેલ છે. આજ બોક્ષ ની ડાબી સાઇડમાં ખાતા નંબર / ક્ષેત્રફળ / આકાર . હી.આરે.ચોમી લાખાયેલ છે અને સામે ની સાઇડમાં નોંધ નંબરો અને કબજે દારો ના નામ  લખાયેલ છે. જે બોક્ષ મા નોંધ નંબર અને માલીક ના નામ લાખાયેલ છે. આ બોક્ષ ની નીચે બીજા હકો અને બોજાની વીગતો  લાખાયેલ છે. જેમાં નીચે નોંધ નંબર અને કુવા / બોર ની વિગતો તેમજ બેંક માંથી લીધેલ લોન ની વિગતો દર્ષાવેલ હોઇ છે.

આ ૭ નંબર ના પાના ની નીચે લીટી બાદ નોંધ નંબરપર કોઇ ચેહ્ન હોઇ તો તેનો શુ અર્થ થાય છે તે લખાયેલ છે. અને પછી આ ૭ નંબર છેલ્લો શુધારો અથવા ફેરફાર ની તારીખ અને સમય દર્ષાવેલ છે.

ત્યાર બાદ નકલ ની ફી પેટે મળેલ રુપીયા ની વીગત અને પ્રીંટ કાઢ્યા તારીખ સમય હોઇ છે. જે બાદ જે તાલુકાની જમીન હોઇ તે તાલુકા મામલતદાર કચેરી નું નામ અને રાષ્ટ્રીય સુચના વિજ્ઞાન કેંદ્ર ગુજરાત રાજ્ય લાખાયેલ હોઇ છે.

Leave a Reply