મોજે

મોજે શબ્દ નો અર્થ અપણે વિસ્તાર થી સમજીએ. ઘણી વાર એવુ બને કે આપણી ખેતી ની જમીન જે ગામ માં આવેલ હોઇ તે ગામ ને પોતાની કોઇ સીમ નથી હોતી. એટલે તે ગામ માત્ર ગામતળ પુરતુ જ હોઇ છે.જે ખેતી ની જમીન હોઇ તે અન્ય ગામ ની સીમ હોઇ છે. એટલે મોજે શબ્દ નો અર્થ થાય છે કે જે તે ગામ ની સીમ અથવા વીસ્તાર.એટલે મોજે ની સામે જે ગામ લખાયેલ હોઇ તે ગામ ની ખેતી ની જમીન ગણાય. દા.ત. જો આપણી ખેતી ની જમીન રાજપુર ગામ ની બાજુ માં જ છે પણ ગામ નમુના નંબર ૭ મા મોજે વિરપુર લખાયેલ હોઇ તો તે જમીન વિરપુરની કહેવાય. આપણે જ્યારે કોઇ પણ પ્રકારનું આ ખેતીની જમીન સંબધીત સહી સિક્કા કે અન્ય વહીવટી કામ પડે ત્યારે વિરપુર ગામ નો સંપર્ક કરવો પડે.

Leave a Reply

%d bloggers like this: