શું તમે રાશનકાર્ડ નું અનાજ મેળવવા માંગો છો?

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ રાશનકાર્ડ માં આનાજ ચાલુ કરવા માટે ની તમામ માહીતી 

અહી આપણે NFSA (રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ) ૨૦૧૩ અંતર્ગત  જરૂરીયાતમંદ  પરિવારો  ને દર  મહીને રાહત દરે અનાજ મેળવવા માટે દાવા અરજી ની તમામ બાબતે માહીતી મેળવશુ. 

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩  મા NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અંતર્ગત  અંત્યોદય અને BPL રેશન કાર્ડ ધારકો સહીત ના જરૂરિયાતમંદ APLરેસન કાર્ડ ધારક પરિવારો  ને સરકાર શ્રી તરફ થી સસ્તા અનાજ ની દુકાન મારફતે દર મહીને વ્યક્તિ દીઠ અમુક ચોક્કસ  માત્રા  માં  રાહત દરે અનાજ આપવામા  આવે છે. 

આ યોજનાનો લાભ secc 2002 યાદી મુજબના તમામ પરીવારો ને આપવામાં આવે છે જ્યારે આ યાદી પૈકી ના પરીવારો ઉપરાંત પણ યોગ્ય લાભાર્થી હોય તો તેઓએ નીયત નમૂનામાં અરજી કરવાની હોય છે. 

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 

શું તમારા રાશન કાર્ડ માં મળતું અનાજ બંધ થય ગયું છે ? 

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ સરકાર ના secc ૨૦૦૨ ના ડેટા મુજબના પરીવારો ને આ યોજના આ સમાવવામાં આવેલ છે જેમાં કાયદા મુજબ ગ્રામ્ય વિસ્તાર માં ૭૫ ટકા પરીવારો અને શહેરી વિસ્તાર ના ૫૦ ટકા પરીવારો નો સમાવેશ કરવામાં આવેલ છે.આ યોજના ના લાભાર્થી માટે સરકાર શ્રી દ્વારા અમુક લાયકાત નક્કી કરવામાં આવી છે જેમાં ૪ પૈડાં વાળું વાહન , ખેતી , નોકરી અને આર્થીક સ્થીતી નો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ આપ જો કાયદા મુજબ લાયક હોવા છતાં આપને અનાજ નથી મળતું અથવા તમારો સમાવેશ આ યોજના માં નથી થયેલ તો તમે આ યોજના માં સમાવેશ થવા માટે અરજી કરી શકો છો. 

રાસનકાર્ડ માં અનાજ ચાલુ કરવા માટે ની દાવા અરજી કઈ રીતે કરવી ? 

જો આપનો સમાવેશ અગ્રતાક્રમ ધરાવતા પરીવાર ની યાદી માં ન થયેલ હોય અને આપ ખરેખર આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર હોય તો આપે આપની લાગત મામલતદાર કચેરી ની પુરવઠા શાખામાં નીયત નમૂના માં અરજી કરવાની હોય છે.જે અરજી ની પુર્તતા અને ખરાઈ બાદ આપના રાસનકાર્ડ માં અનાજ મળવાનું ચાલુ થય જશે. 

અરજી સાથે ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ જોડવાના હોય છે ? 

 • અરજી ફોર્મ 
 • રહેઠાણ ના પુરાવા 
 • કુટુંબ ના તમામ સભ્યોના આધારકાર્ડ ની ઝેરોક્ષ 
 • કુટુંબ ના તમામ સભ્યો ની બીંક ખાતા ની વિગત 
 • આવક નો દાખલો 
 • ખેતી હોય તો ખેતી ના ૮- અને ૭/૧૨ ના દાખલા 
 • વિધવા સહાય મેળવતા હોય તો સહાય મંજૂરી હુકમ 
 • અગરીયા /  નીર્માણ કામદાર નું કાર્ડ 
 • દિવ્યાંગ સર્ટીફીકેટ 

ફ્રી માં અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. 

કોને કોને આ યોજના નો લાભ મળવા પાત્ર છે ?

 • અંત્યોદય કાર્ડ ધારક 
 • બીપીએલ કાર્ડ ધારક 
 • secc ૨૦૦૨ મુજબ ના પરીવારો 
 • વિધવા સહાય કે ત્યક્તા સહાય મેળવતા પરીવાર 
 • અગરીયા / નીર્માણ કાર્ડ ધરાવતા પરીવાર 

કોને કોને આ યોજના નો લાભ મળવા પાત્ર નથી ? 

 • ઇન્કમટેક્સ ભરતા કુટુંબ  
 • આર્થીક સધ્ધર કુટુંબ
 • સરકારી નોકરી કરતાં કુટુંબ
 • ૨-હેક્ટર થી વધુ ખેતીની જમીન ધરાવતા કુટુંબ
 • ૪ પેડાવાળું વાહન ધરાવતા કુટુંબ
 • વ્યવશાય વેરા હેઠળ નોંધાયેલ કુટુંબ

આ અરજી રૂબરૂ કર્યા પછી નીયત કરેલ કરમચારી અને અધિકારી આપની અરજી બાબતે ખરાઈ કરશે અને અરજી નો નીકળ કરશે. આ અરજી બાદ જો આપને અનાજ મળવાનું ચાલુ ના થાય તો આપના લગત સસ્તા અનાજ ની દુકાન નો સંપર્ક કરી કારણ જાણી બાદ માં જરૂરી માહીતી મેળવવી.જો આપને માલૂમ થાય કે આપની અરજી નામંજુર કરવામાં આવી છે અને આપ ખરેખર આ યોજના ના સાચા લાભાર્થી છો તો તમે આ અરજી સંદર્ભે જિલ્લા પુરવઠા અધીકારી સમક્ષ અપીલ માં જય શકો છો.આ ઉપરાંત ગ્રામ્ય તકેદારી સમિતિ ને પણ આ બાબતે ફરીયાદ કરી શકાય છે.  

આ યોજના હેઠળ કેટલો અનાજ નો જથ્થો મળવા પાત્ર છે ?

રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો ૨૦૧૩ ની જોગવાઈ મુજબ હવે ગ્રામ્ય વિસ્તાર માં ૭૫% અને શહેરી વિસ્તાર માં ૫૦% પરીવારો ને દર મહીને રૂ.૨ પ્રતિ કિલો લેખે પ્રતિ વ્યક્તિ ૩.૫ કિલો ઘઉં અને રૂ.૩ પ્રતિ કિલો લેખે પ્રતિ વ્યક્તિ ૧.૫ કિલો ચોખા મળશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિવિધ જોગવાઈ દ્વારા વધારાનો જથ્થો પણ પૂરો પાડવામાં આવે છે.

અન્ન સલામતી કાયદો ૨૦૧૩ ને સંપૂર્ણ માહીતી મેળવવા અહી ક્લિક કરો. 

Leave a Reply

%d bloggers like this: