સત્તા પ્રકાર

સત્તા પ્રકાર

સૌ પ્રથમ આપણે સત્તા પ્રકાર એટલે શુ ? તે સમજીએ

સત્તા પ્રકાર એટલે આ ખેતી ની જમીન પર આપણી ક્યા પ્રકાર ની સત્તા છે તે દર્ષાવે છે.

 તમારા ગામ નમુના નંબર ૭ માં જ્યા સત્તા પ્રકાર લખેલ છે. તેની સામે નીચે મુજબ ના સત્તા પ્રકાર ના શબ્દો લખાયેલ હોઇ છે.

  • નવી શરત : જ્યારે આપણા કબજા ભોગવટા હેઠળ ની ખેતી ની જમીન આપણને સરકાર શ્રી દ્વારા કોઇ પણ ખેડ હક , ગણોતીયા તરીકે , માજી સૈનીક તરીકે અથવા અન્ય કોઇ પણ હેતુ થી આપવામાં આવેલ હોઇ તેવી જમીન નવી શરત ની જમીન કહેવાય. આવી જમીન ના વેચાણ કે ભાગલા અંગે સરકાર શ્રી દ્વારા નક્કી ધારાધોરણ મુજબ ના સમય ગાળા પુર્વે કોઇ કાર્યવીહી કરી શકાતી નથી.
  • જુની શરત: જુની શરત ની જમીન મોટે ભાગે આપણને વારસાઇ થી કે વેચાણ અથવા વહેચણી થી મળેલ હોઇ છે. આ જમીન માં વેચાણ કે ભાગલા પાડવા કે લોન લેવી અથવા અન્ય હેતુસર બીનખેતી કરવા પર પ્રતીબંધ નથી હોતો. સરળ સબ્દો માં કહીએ તો આ જમીન ચોખ્ખી જમીન કહેવાય.
  • પ્ર.સ.પ્ર. અને બી.ખે.પ્રી.પાત્ર : પ્રતિબંધીત સરત પાત્ર (પ્ર.સ.પ્ર) બીનખેતી પ્રીમીયમ પાત્ર (બી.ખે.પ્રી.પાત્ર) જ્યારે આ પ્રકાર ની શરત લખાયેલ હોઇ ત્યારે આવી જમીન જુની શરત માં ફરી શકે તેવી જમીન હોઇ છે અને જ્યારે આવી જમીન બીન ખેતી કરવાની થાય ત્યારે સરકાર શ્રી માં નીયમ મુજબ જે કાઇ પ્રીમીયમ ભરવાનું થાય તે ભર્યા પછી બીન ખેતી થય શકે છે.

 

જમીન નો ઉપયોગ : જમીન નો ઉપયોગ એટલે જમીન ક્યા હેતુ માટેહાલ વાપરવામાં આવી રહી છે. ખેતી ની જમીન હોઇ એટલે ત્યા “ખેતીલાયક ઉપયોગ” એવુ જ લખાયેલ હોવુ જોઇએ. જો જમીન બીન ખેતી થયેલ હોઇ તો તે બીન ખેતી ક્યા હેતુ માટે થયેલ છે તે લખાયેલ હોઇ છે. દા.ત. રહેણાંક હેતુ , ઔધ્યોગીક હેતુ ,અન્ય હેતુ . સરકારી ખરાબા ના કે ગૌચર ના સરવે નંબર હોઇ તો તો તેમા હેતુ તરીકે ગૌચર અને શ્રી સરકાર લખાયેલ હોઇ છે.

Leave a Reply