7/12 એટલે શું?:7/12 : digital 7/12 : 7/12 digital

ગામ નમુનો નંબર ૭

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?
ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ? આપ કોઇ પણ ખેતી ની જમીન નો ગામ નમુના નંબર – ૭ કઢાવશો. એટલે આ નમુના ની સૌથી ઉપર આ ગામ નમુનો નંબર ૭ લખાયેલ હોઇ છે. આ નમુનો નંબર સરકાર શ્રી દ્વારા નક્કી કરાયેલ નમુનો છે. જેમા આ નંબર પુરતી તમામ માહીતી આવરી લેવામાં આવેલ છે.ધારો કે કોઇ ગામ મા તમારી ખેતી ની જમીન નો સરવે નંબર ૫૪ છે. તો તમે આ ૫૪ નંબર નો ગામ નમુનો નંબર ૭ કઢાવો એટલે આ ૫૪ નંબર ના ખેતર ની ઉત્પતી થી માંડી આજ દીન સુધી તમામ માહીતી આ ગામ નમુના નંબર ૭ માં હોઇ છે. એટલે આ નમૂનો સમજવો આપના માટે ખૂબ જ અગત્યનો અને મહત્વનો છે.

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ ની વિગતવાર અને સરળ સબ્દો માં સમજણ

જીલ્લો

આ ખેતી ની જમીન જે જિલ્લા માં આવેલ છે તે જિલ્લાનું નામ લખાયેલ છે.

તાલુકો

આ ખેતીની જમીન જે તાલુકા માં આવેલ છે તે તાલુકા નું નામ લખાયેલ છે.

મોજે

મોજે શબ્દ નો અર્થ અપણે વિસ્તાર થી સમજીએ. ઘણી વાર એવુ બને કે આપણી ખેતી ની જમીન જે ગામ માં આવેલ હોઇ, તે ગામ ને પોતાની કોઇ સીમ નથી હોતી. એટલે તે ગામ માત્ર ગામતળ પુરતુ જ હોઇ છે.જે ખેતી ની જમીન હોઇ તે અન્ય ગામ ની સીમ હોઇ છે. એટલે મોજે શબ્દ નો અર્થ થાય છે કે જે તે ગામ ની સીમ અથવા વીસ્તાર.એટલે મોજે ની સામે જે ગામ લખાયેલ હોઇ તે ગામ ની ખેતી ની જમીન ગણાય. દા.ત. જો આપણી ખેતી ની જમીન રાજપુર ગામ ની બાજુ માં જ છે. પણ ગામ નમુના નંબર ૭ મા મોજે વિરપુર લખાયેલ હોઇ, તો તે જમીન વિરપુરની કહેવાય. આપણે જ્યારે કોઇ પણ પ્રકારનું આ ખેતીની જમીન સંબધીત સહી સિક્કા કે અન્ય વહીવટી કામ પડે, ત્યારે વિરપુર ગામ નો સંપર્ક કરવો પડે.

બ્લોક/સરવે નંબર :

બ્લોક/સરવે નંબર એટલે સાદી અને સરળ ભાષામાં કહીએ તો આ ખેતર નું પોતાનું એક અને માત્ર એક નામ. જે ગામ ની આ જમીન છે તે ગામ ની તમામ જમીન નું પોતાનું અલગ નંબર હોઇ છે. જેને અગાઉ બ્લોક નંબર કહેવામાં આવતો અને હાલ સરવે નંબર કહેવામાં આવે છે. તમારા ગામ નમુના નંબર ૭ મા જે બ્લોકનંબર છે તે અન્ય એક પણ જમીન ના બ્લોક નંબર સાથે મેચ નહી થાય.

સત્તા પ્રકાર

સૌ પ્રથમ આપણે સત્તા પ્રકાર એટલે શુ ? તે સમજીએ

સત્તા પ્રકાર એટલે આ ખેતી ની જમીન પર આપણી ક્યા પ્રકાર ની સત્તા છે તે દર્ષાવે છે.

 તમારા ગામ નમુના નંબર ૭ માં જ્યા સત્તા પ્રકાર લખેલ છે. તેની સામે નીચે મુજબ ના સત્તા પ્રકાર ના શબ્દો લખાયેલ હોઇ છે.

  • નવી શરત : જ્યારે આપણા કબજા ભોગવટા હેઠળ ની ખેતી ની જમીન આપણને સરકાર શ્રી દ્વારા કોઇ પણ ખેડ હક , ગણોતીયા તરીકે , માજી સૈનીક તરીકે અથવા અન્ય કોઇ પણ હેતુ થી આપવામાં આવેલ હોઇ તેવી જમીન નવી શરત ની જમીન કહેવાય. આવી જમીન ના વેચાણ કે ભાગલા અંગે સરકાર શ્રી દ્વારા નક્કી ધારાધોરણ મુજબ ના સમય ગાળા પુર્વે કોઇ કાર્યવીહી કરી શકાતી નથી.
  • જુની શરત: જુની શરત ની જમીન મોટે ભાગે આપણને વારસાઇ થી કે વેચાણ અથવા વહેચણી થી મળેલ હોઇ છે. આ જમીન માં વેચાણ કે ભાગલા પાડવા કે લોન લેવી અથવા અન્ય હેતુસર બીનખેતી કરવા પર પ્રતીબંધ નથી હોતો. સરળ સબ્દો માં કહીએ તો આ જમીન ચોખ્ખી જમીન કહેવાય.
  • પ્ર.સ.પ્ર. અને બી.ખે.પ્રી.પાત્ર : પ્રતિબંધીત સરત પાત્ર (પ્ર.સ.પ્ર) બીનખેતી પ્રીમીયમ પાત્ર (બી.ખે.પ્રી.પાત્ર) જ્યારે આ પ્રકાર ની શરત લખાયેલ હોઇ ત્યારે આવી જમીન જુની શરત માં ફરી શકે તેવી જમીન હોઇ છે અને જ્યારે આવી જમીન બીન ખેતી કરવાની થાય ત્યારે સરકાર શ્રી માં નીયમ મુજબ જે કાઇ પ્રીમીયમ ભરવાનું થાય તે ભર્યા પછી બીન ખેતી થય શકે છે.

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?

જમીન નો ઉપયોગ :

જમીન નો ઉપયોગ એટલે જમીન ક્યા હેતુ માટેહાલ વાપરવામાં આવી રહી છે. ખેતી ની જમીન હોઇ એટલે ત્યા “ખેતીલાયક ઉપયોગ” એવુ જ લખાયેલ હોવુ જોઇએ. જો જમીન બીન ખેતી થયેલ હોઇ તો તે બીન ખેતી ક્યા હેતુ માટે થયેલ છે તે લખાયેલ હોઇ છે. દા.ત. રહેણાંક હેતુ , ઔધ્યોગીક હેતુ ,અન્ય હેતુ . સરકારી ખરાબા ના કે ગૌચર ના સરવે નંબર હોઇ તો તો તેમા હેતુ તરીકે ગૌચર અને શ્રી સરકાર લખાયેલ હોઇ છે.

ખેતર નું નામ : 

જ્યારે સરકારશ્રી દ્વારા પ્રથમ માપણી કરવામાં આવી ત્યારે ગામના દરેક ખેતર (સરવે નંબર) ને નામ અપવામાં આવે હતા. અને આ નામ ક્યાય થી સોધી ને નતા લાવવાંમા અવ્યા.વીસ્તાર ના નામ મુજબ કે અન્ય કોઇ ઓળખાણ કે નીશાન મુજબ આ નામ રાખવામા આવેલ હતા. જો તમારાગામ નમુના નંબર ૭ માં ખેતર નુ નામ લખાયેલ હોઇ તો તે ત્યાનાલોકલ વિસ્તાર મુજબનું જ હશે. દા.ત. તળાવ વાળું, ઢાળ વાળૂં, વીગેરે

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?

અન્ય વિગતો :  

જો કોઇ અન્ય વિગતો હોઇ તો તે અહી લખવામાં આવે છે.

જુનો બ્લોક / સરવે નંબર : આપણે હાલ જે ગામ

આપણે હાલ જે ગામ નમુના નંબર ૭ કઢાવીએ છીએ તેમા જે સરવે નંબર લાખયેલ આવે છે તે હાલ જે છેલ્લે જે માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે મુજબ ના છે.આ નંબર નવા સરવે નંબર છે અને જે  માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે તે પહેલા નાં નંબર છે તે જુના બ્લોક / સરવે નંબર કહેવાય છે.

જુના સરવે નંબર ને લગત નોંધ નંબરો

 જે છેલ્લે જે માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે પહેલાના સરવે નંબર માં જે કોઇ ફેરફાર થયેલ ની નોંધ હોઇ તે નોંધ ના નંબર અહી લખાયેલ છે. અહી લખાયેલ નંબર આપણી જમીન માં થયેલ તમામ ફેરફાર વીગતે જણાવશે.

જુના સરવે નંબર ને લગત બીજા હકો અને બોજા ના નોંધ નંબરો :

જે છેલ્લે જે માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે પહેલાના સરવે નંબર માં જે કોઇ લોન કે અન્ય ધીરાણ થી બોજા લીધેલ હોઇ તે અંગેની તમામ નોંધ અને જો કોઇ હક્કો અપવામાં આવેલ હોઇ તો તેની વીગત ની નોંધ અહી દર્શાવેલ હોઇ છે.

લાયક જમીન : 

 ગામ નમુના નંબર ૭ માં જમણી સાઇડ માં જ્યા લાયક જમીન લાખાયેલ છે તેની નીચે ના શબ્દો વીશે જાણીએ.

  • જરાયત  : જરાયત એટલે ખેડવા લાયક જમીન.
  • પોત ખરાબો : શેઢા ની અસપાસ નો બીન ખેડાણ વાળો વીસ્તાર
  • કુલ ક્ષેત્રફળ : જરાયત અને પોત ખરાબા સહીત કુલ જમીન નું ક્ષેત્રફળ અથવા વીસ્તાર
  • આકાર : આ ખેતી ની જમીન પર દર વર્ષે લેવાનું થતુ આકાર
  • જુડી તથા વિષેશધારો :સરકાર શ્રી દ્વારા નકી કરવામાં આવેલ વીષેશ કર
  • પાણી ભાગ રુ. પાણી નો ભાગ હોઇ તો તે વિગત અહી દર્ષાવેલ હોઇ છે.

ખાતા નંબર/ક્ષેત્રફળ/આકાર/હે.આરે.ચો.મી.

ગામ નમુના નંબર ૭ માં ડાબી સાઇડ માં લખાયેલ જોવા મળશે. જેની એકદમ નીચે ૨૦૧।૦૧-૨૫-૫૦।૬.૫૦ આ પ્રકારે આંકડા લખાયેલ હોઇ છે.જેમા ઉભા ઘાટી લીટી પહેલાના આંકડા આ સરવે નંબર નો ગામ નમુના નંબર ૮-અ મુજબ નો ખાતા નંબર દર્ષાવે છે. બન્ને ઘાટી લીટી વચ્ચે ના આંકડા આ સરવે નંબર નું કુલ ક્ષેત્રફળ ચો .મી. માં દર્ષાવે છે. દા.ત. અહી ૦૧-૨૫-૫૦ છે તો તે જમીન નું કુમ ક્ષેત્રફળ ૧૨૫૫૦.૦૦ ચો.મી. થશે. જે છેલ્લી ઘાટી લીટી પછી નો આકડો છે તે આ સરવે નંબર નો સરકારી આકાર દર્ષાવે છે. જેના આધારે આપણે વાર્ષીક જમીન મેહશુલ ભરતા હોઇએ છીએ.

નોંધ નંબરો અને કબજેદારો ના નામ  :

ગામ નમુના નંબર ૭ માં ડાબી સાઇડ માં લખાયેલ જોવા મળશે. જેની એકદમ નીચે નોંધ નંબ જોવા મળશે આ નોધ નંબરો છેલ્લા પ્રમોલગેશન બાદ જે કોઇ આ સરવે નંબર માં ફેરફાર થયા હોઇ તે નોંધ ના નંબર હોઇ છે. આ પ્રમોલગેશન અગાઉ જે કોઇ ફેરફાર થયા હોઇ તેના નોધ નંબરો ની વીગત આપણે અગાઉ જોઇ છે. આ નોંધ નંબરો ની નીચે હાલ ના માલીક ના નામ લખાયેલ છે. આ નામ ની પાછળ તે નામ જે નોંધ નંબર થી દાખલ થયેલ હોઇ તે નોંધ નંબર કૌસ માં લાખેલ હોઇ છે.

બીજા હકો અને બોજા ની વિગતો :

 આ સરવે નંબર પર પ્રમોલગેસન બાદ જે કોઇ બોજા કે લોન લેવામાં આવેલ હોઇ તે અંગે ની નોંધ લખેલ હોઇ છે. તે ઉપરાત આ સરવે નંબર માં અન્ય સરવે માથી આવવા જવા માટે ના હકો અને અન્ય સરવે નંબર માં આવેલ કુવા માથી પાણી લેવાના હકો ની નોંધ કરેલ હોઇ છે. જે બાદ જો આ સરવે નંબર મા કુવો કે બોર આવેલ હોઇ તો તે અંગે ની નોંધ અને નોંધ નંબર લખાયેલ હોઇ છે. જે બાદ જે કોઇ બેંક કે મંડળી માંથી લોન કે ધીરાણ કરવામાં આવેલ હોઇ તે બેંક કે મંડળી નું નામ અને લેધેલ રુપીયાની વિગત હોઇ છે. અને તે લોન કયા નોંધ નંબર થી લીધેલ છે તે નોંધ નંબર કૌસ મા લખેલ હોઇ છે.

25/12/2019   15:10:35 ની સ્થીતીએ  :

 આ રીતે કોઇ તારીખ અને સમય દર્શાવેલ હોઇ છે. આ તારીખ અને સમય આ ગામ નમુના નંબર ૭ મા છેલ્લે ફેરફાર કરેલ છે તે સમય અને તારીખ છે. આ સમય અને તારીખ પછી કોઇ પણ જાત નો આ સરવે નંબર માં ફેરફાર થયેલ નથી. જે દર્ષાવે છે. આ ખુબ જ અગત્ય ની વીગત છે.

ગામ નમુના નંબર ૭ ની પ્રીંટ કરાવ્યા તારીખ અને સમય તથા નકલ ની કીંમત:

આપે કઢાવેલ આ ગામ નમુના નંબર ૭ ની નકલ કઇ તારીખે અને સમયે કઢાવેલ છે તે અને તે માટે તમે કેટલા રુપીયા ચુકવ્યા છે તેની વીગત અહી દર્ષાવેલ છે. અને આ નકલ જે મામલતદાર કચેરી હેઠળ ની હોઇ તે કચેરી નું નામ પણ દર્ષાવેલ હોઇ છે.

અહી ક્લિક કરો: PM KISHAN E KYC ONLINE 2023 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવી?