ગામ નમૂના 7/12 અને 8-અ એટલે શું ?
7/12: Online 7/12: Digital 7/12: આજે આપણે ખેતી ના અગત્યના દસ્તાવેજ ગામ નમૂના 7/12 અને 8-અ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ.જો આપ ખેડૂત હોવ તો આ શબ્દો ન શાંભળ્યો હોય તો જ નવાઇ ! હા આ શબ્દ તો ક્યારેક ને ક્યારેક તો શાંભળ્યો હોય છે પરંતુ આ 7/12 અને 8-અ શું છે ? અને શા માટે ઉપયોગી છે ? અને આ દસ્તાવેજ માં શું લખવામાં આવ્યું છે? તે બાબતે આપણે લગભગ તમામ અજાણ હોઈએ છીએ . તો આજે આપણે આ લેખ માં આ બાબતે વિગત વાર વાત કરવાની છે.
7/12 શું છે અને તે કોના માટે ઉપયોગી છે ?
જે પણ લોકો ગુજરાત માં ખેતી ની જમીન ધરાવતા હોય તેઓ માટે આ 7/12 અને 8-અ ઉપયોગી છે. જેમ શહેરો માં વશવાટ કરતાં લોકો પોતાની મિલકત માટે પ્રોપર્ટી કાર્ડ ધરાવે છે તેમ ખેતી ની જમીન માટે જે દસ્તાવેજ છે તેને 7/12 કહેવામા આવે છે.ખેતી ના દરેક જમીન માટે એક 7/12 હોય છે. જે તે જમીન નો ઓળખ નો પુરાવો અને માલિકી પુરાવો પણ કહી શકાઈ.ખેતી ના તમામ કામ માટે આ 7/12 અને 8-અ ના ઉતારા ની જરીર પડે છે.(7/12: Online 7/12: Digital 7/12)
7/12 અને 8-અ ના ઉતારા ક્યાથી મેળવી શકાઈ ?
સમય ની સાથે સરકાર દ્વારા પણ નાગરીકો અને ખેડૂતો ના હિત માં digital 7/12 અને online 7/12 આપવાનું શરૂ કર્યું છે. ઘણા વર્ષો અગાઉ 7/12 અને 8-અ ના ઉતારા ગ્રામ પંચાયત કચેરી માથી હાથ થી લખી ને કાઢી આપવામાં આવતા હતા જેથી સમય અને નાણાં નો બગાડ થતો હતો. જેથી સરકાર દ્વારા આ તમામ રેકર્ડ ખેડૂતો ને પોતાના વિસ્તાર માં નજીક ના ગ્રામ પંચાયત કચેરી થી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જે પધ્ધતી બાદ સરકાર દ્વારા વધુ સુવીધા ના ભાગ રૂપે ખેડૂત કોઈ પણ જમીન ના 7/12 અને 8-અ પોતાના મોબાઈલ દ્વારા મફત જોઈ શકે તે માટે anyror gujarat 7/12 online gujarat પર digital 7/12 અને 7/12 online આપવામાં આવ્યા. જેથી હાલ ખેડૂતો માટે ખૂબ જ સરળતાથી પોતાની જમીન ના તમામ દસ્તાવેજ જોઈ શકાઈ છે.(7/12: Online 7/12: Digital 7/12)


Digital 7/12 FREE Download કરવાની રીત
તમે ખેતી ના Digital 7/12 બીલકુલ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો. આ 7/12 digital રૂપે ડાઉનલોડ કરવાની રીત નીચે મુજબ છે.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં બ્રાઉઝર ઓપન કરો.
- તેમાં anyror લખો અને ક્લિક કારો.
- જે બાદ સૌથી ઉપર જે વેબસાઇટ www.anyror.gujarat.gov.in પર ક્લિક કરો.
- જે બાદ “VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો.
- જે બાદ આપના સામે જે પેજ ખૂલે તેમાં સૌથી ઉપર “કોઈ એક પસંદ કરો ” નો વિકલ્પ છે તેના પર ક્લિક કરો.
- જેના પર ક્લિક કરવાથી ઘણા બધા ઓપસન ખુલશે જે પૈકી “VF-7 SERVEY NO DETAIL (ગા.ના. ૭ ની વિગતો)” પર ક્લિક કરો.
- જે બાદ આપ જે જિલ્લા ની જમીન ના 7/12 મેળવવા માંગતા હોય તે પસંદ કરવો. તે મુજબ તાલુકો અને ગામ પસંદ કરી અને છેલ્લી આપના ખેતી ની જમીન નો સર્વે નંબર સિલેક્ટ કરવો. (અહી માત્ર સિલેક્ટ કરવાનું છે લખવાનું નથી)
- જે સર્વે નંબર સિલેક્ટ કર્યા બાદ નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરવાથી આપનો 7/12 digital આપને જોવા મળશે જે તમે ડાઉનલોડ કરી શકો છો.(7/12: Online 7/12: Digital 7/12)

Digital 8-અ FREE Download કરવાની રીત
તમે ખેતી ના Digital 8-અ બીલકુલ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો. આ Digital 8-અ digital રૂપે ડાઉનલોડ કરવાની રીત નીચે મુજબ છે.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં બ્રાઉઝર ઓપન કરો.
- તેમાં anyror લખો અને ક્લિક કારો.
- જે બાદ સૌથી ઉપર જે વેબસાઇટ www.anyror.gujarat.gov.in પર ક્લિક કરો.
- જે બાદ “VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો.
- જે બાદ આપના સામે જે પેજ ખૂલે તેમાં સૌથી ઉપર “કોઈ એક પસંદ કરો ” નો વિકલ્પ છે તેના પર ક્લિક કરો.
- જેના પર ક્લિક કરવાથી ઘણા બધા ઓપસન ખુલશે જે પૈકી “VF-8A KHATA DETAILS (ગા.ના. ૮અ ની વિગતો)” પર ક્લિક કરો.
- જે બાદ આપ જે જિલ્લા ની જમીન ના Digital 8-અ મેળવવા માંગતા હોય તે પસંદ કરવો. તે મુજબ તાલુકો અને ગામ પસંદ કરી અને છેલ્લી આપના ખેતી ની જમીન નો ખાતા નંબર દાખલ કરવો. (અહી માત્ર ખાતા નંબર લખવાનો છે અન્ય સિલેક્ટ કરવાનું છે લખવાનું છે.)
- જે ખાતા નંબર સિલેક્ટ કર્યા બાદ નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરવાથી આપનો 8-અ digital આપને જોવા મળશે જે તમે ડાઉનલોડ કરી શકો છો.(7/12: Online 7/12: Digital 7/12)

૭૦ વર્ષ પહેલાના આપની જમીન ના 7/12 આ રીતે જોઈ સકાશે
તમે આપની ખેતીની જમીન ના 7/12 આજથી 70 વર્ષ પહેલાના પણ જોઈ શકો છો.આ ઉપરાંત આજથી 70 વર્ષ પહેલા આપની જમીન કોની પાસે હતી અને ત્યાર બાદ કઈ રીતે તમારા નામે આવી તે પણ જોઈ શકો છો.જે નીછે મુજબ જોઈ શકાઈ છે.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં બ્રાઉઝર ઓપન કરો.
- તેમાં anyror લખો અને ક્લિક કારો.
- જે બાદ સૌથી ઉપર જે વેબસાઇટ www.anyror.gujarat.gov.in પર ક્લિક કરો.
- જે બાદ “VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો.
- જે બાદ આપના સામે જે પેજ ખૂલે તેમાં સૌથી ઉપર “કોઈ એક પસંદ કરો ” નો વિકલ્પ છે તેના પર ક્લિક કરો.
- જેના પર ક્લિક કરવાથી ઘણા બધા ઓપસન ખુલશે જે પૈકી “OLD SCANNED VF-7/12 DETAILS (જૂના સ્કેન કરેલા ગા.ન. 7/12 ની વિગતો)” પર ક્લિક કરો.
- જે બાદ આપ જે જિલ્લા ની જમીન ના જૂના સ્કેન કરેલા ગા.ન. 7/12 મેળવવા માંગતા હોય તે પસંદ કરવો. તે મુજબ તાલુકો અને ગામ પસંદ કરી અને છેલ્લી આપના ખેતી ની જમીન નો જૂનો સર્વે નંબર સિલેક્ટ કરવો. (અહી માત્ર સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે.)
- જે સર્વે નંબર સિલેક્ટ કર્યા બાદ નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરવાથી વર્ષ વાઇઝ 7/12 ના ઓપ્સન જોવા મળશે તેમાથી આપ જે પણ વર્ષ ના જૂના 7/12 તમે ડાઉનલોડ કરી શકો છો.(7/12: Online 7/12: Digital 7/12)

ગામ નમૂના (હક્ક પત્રક) 6 ફ્રી માં જોવાની અને ડાઉનલોડ કરવાની રીત
ગામ નમૂના 6 નો ટૂંક માં પરીચય: ગામ નમૂનો ૬ માં આપણાં ખેતી નો ઈતીહાસ લખાયેલ હોય છે તેવી સાદી ભાષા માં કહી શકાઈ છે.આ નમું નો ખેતી ની જમીન માટે નો ખૂબ જ અગત્ય નો નમૂનો છે.આ નમૂના માં ખેતીની જમીન ની ઉત્પતી થી માંડીને આજ દીન સુધી તેમાં ક્યાં ક્યાં ફેર ફાર થયા તેની વિગત આપવામાં આવે છે.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં બ્રાઉઝર ઓપન કરો.
- તેમાં anyror લખો અને ક્લિક કારો.
- જે બાદ સૌથી ઉપર જે વેબસાઇટ www.anyror.gujarat.gov.in પર ક્લિક કરો.
- જે બાદ “VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો.
- જે બાદ આપના સામે જે પેજ ખૂલે તેમાં સૌથી ઉપર “કોઈ એક પસંદ કરો ” નો વિકલ્પ છે તેના પર ક્લિક કરો.
- જેના પર ક્લિક કરવાથી ઘણા બધા ઓપસન ખુલશે જે પૈકી “VF-6 ENTRY DETAILS (હક્ક પત્રક ગા.ન. 6 ની વિગતો)” પર ક્લિક કરો.
- જે બાદ આપ જે જિલ્લા ની જમીન ના ગામ નમૂના 6 મેળવવા માંગતા હોય તે પસંદ કરવો. તે મુજબ તાલુકો અને ગામ પસંદ કરી અને છેલ્લે આપના ખેતી ની જમીન નો નોધ નંબર દાખલ કરવો. (અહી નોંધ નંબર દાખલ કરવાનો છે.)
- જે સર્વે નંબર સિલેક્ટ કર્યા બાદ નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરવાથી આપ જે પણ નોંધ નંબર જોવા માંગતા હોય તે દાખલ કરીને જોઈ શકો છો અને તમે ડાઉનલોડ કરી શકો છો.આ રીત થી તમે 2005 પછી ના નોંધ નંબર જોઈ શકો છો.(7/12: Online 7/12: Digital 7/12).
2005 પહેલાના ગામ નમૂના 6 (હક્ક પત્રક ) જોવાની અને ડાઉનલોડ કરવાની રીત
સરકાર શ્રી દ્વારા વર્ષ 2005 માં ખેતી ને લાગત તમામ કામ ડીજીટલ માધ્યમ થી કરવાની શરૂઆત કરવામાં આવે હતી. આ પહેલા ખેતી ની જમીન માં તમામ ફેરફારો જેવા કે વારસાઈ , હક્કકમી, બોજો નોંધ , વેચાના , વહેચણી અને ગીરો જેવી તમામ કામગીરી ની નોધ જેતે ગ્રામપંચાયત ખાતે તલાટી કામ મંત્રી અથવા કસ્બા તલાટી પાશે કરવામાં આવતી હતી.જે નોંધ હાથ થી ચોપડામાં લખવામાં આવતી હતી.આજ દીન સુધી આવી હસ્ત લિખિત નોંધ માટે આપણે જેતે મામલતદાર કચેરી અથવા ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો પડતો પરંતુ હાલ આવા હાથ થી લખવામાં આવેલ ગામ નમૂના નંબર 6 (હક્ક પત્રક) પણ ઓનલાઈન મેળવી શકાઈ છે.જે સરકાર શ્રી દ્વારા સેન કરી અપલોડ કરવામાં આવ્યા છે.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં બ્રાઉઝર ઓપન કરો.
- તેમાં anyror લખો અને ક્લિક કારો.
- જે બાદ સૌથી ઉપર જે વેબસાઇટ www.anyror.gujarat.gov.in પર ક્લિક કરો.
- જે બાદ “VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો.
- જે બાદ આપના સામે જે પેજ ખૂલે તેમાં સૌથી ઉપર “કોઈ એક પસંદ કરો ” નો વિકલ્પ છે તેના પર ક્લિક કરો.
- જેના પર ક્લિક કરવાથી ઘણા બધા ઓપસન ખુલશે જે પૈકી “OLD SCANNED VF-6 ENTRY DETAILS (જૂના સ્કેન કરેલ હક્ક પત્રક ગા.ન. 6 ની વિગતો)” પર ક્લિક કરો.
- જે બાદ આપ જે જિલ્લા ની જમીન ના ગામ નમૂના 6 મેળવવા માંગતા હોય તે પસંદ કરવો. તે મુજબ તાલુકો અને ગામ પસંદ કરી અને છેલ્લે આપના ખેતી ની જમીન નો નોધ નંબર દાખલ કરવો. (અહી નોંધ નંબર દાખલ કરવાનો છે.)
- જે સર્વે નંબર સિલેક્ટ કર્યા બાદ નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરવાથી આપ જે પણ નોંધ નંબર જોવા માંગતા હોય તે દાખલ કરીને જોઈ શકો છો અને તમે ડાઉનલોડ કરી શકો છો.આ રીત થી તમે 2005 પછી ના નોંધ નંબર જોઈ શકો છો.(7/12: Online 7/12: Digital 7/12).

સર્વે નંબર ની સંપૂર્ણ માહિતી ડાઉલોડ કરવાની રીત
આ રીત થી આપ આપના ખેતી સર્વે નંબર ની તમામ માહિતી એજ ક્લિક માં જોઈ શકો છો જેમાં જૂના 7/12 digital સ્વરૂપે અને ગામ નમૂના 6 અને નવા 7/12 પણ જોઈ શકો છો.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં બ્રાઉઝર ઓપન કરો.
- તેમાં anyror લખો અને ક્લિક કારો.
- જે બાદ સૌથી ઉપર જે વેબસાઇટ www.anyror.gujarat.gov.in પર ક્લિક કરો.
- જે બાદ “VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો.
- જે બાદ આપના સામે જે પેજ ખૂલે તેમાં સૌથી ઉપર “કોઈ એક પસંદ કરો ” નો વિકલ્પ છે તેના પર ક્લિક કરો.
- જેના પર ક્લિક કરવાથી ઘણા બધા ઓપસન ખુલશે જે પૈકી “ENTEGRATED SERVEY NUMBER DETAILS (સર્વે નંબર ને લગતી સંપૂર્ણ માહિતી)” પર ક્લિક કરો.
- જે બાદ આપ જે જિલ્લા ની જમીન ની માહિતી મેળવવા માંગતા હોય તે પસંદ કરવો. તે મુજબ તાલુકો અને ગામ પસંદ કરી અને છેલ્લે આપના ખેતી ની જમીન નો સર્વે નંબર સિલેક્ટ કરવો. (અહી સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે.)
- જે સર્વે નંબર સિલેક્ટ કર્યા બાદ નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરવાથી આપ જે પણ નોંધ નંબર જોવા માંગતા હોય તે દાખલ કરીને જોઈ શકો છો અને તમે ડાઉનલોડ કરી શકો છો.આ રીત થી તમે આપના ખેતી ના સર્વે નંબર ની તમામ માહિતી જોઈ શકો છો.(7/12: Online 7/12: Digital 7/12).

નામ પરથી ખેતી ના ખાતા નંબર શોધવાની રીત
ખેડુ ઘણી વાર પોતાના ખેતર/જમીન ના સર્વે નંબર અને ખાતા નંબર ભૂલી જતાં હોય છે.જેથી તેઓને ઘણી મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે જરા પણ ગભરવાની જરૂર નથી કેમ કે તમે આ વેબસાઇટ દ્વારા માત્ર નામ દાખલ કરી તમારી જમીન ના 7/12 અને 8-અ ના નંબર શોધી શકો છો. જે રીત આ મુજબ છે.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં બ્રાઉઝર ઓપન કરો.
- તેમાં anyror લખો અને ક્લિક કારો.
- જે બાદ સૌથી ઉપર જે વેબસાઇટ www.anyror.gujarat.gov.in પર ક્લિક કરો.
- જે બાદ “VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો.
- જે બાદ આપના સામે જે પેજ ખૂલે તેમાં સૌથી ઉપર “કોઈ એક પસંદ કરો ” નો વિકલ્પ છે તેના પર ક્લિક કરો.
- જેના પર ક્લિક કરવાથી ઘણા બધા ઓપસન ખુલશે જે પૈકી “KNOW KHATA BY OWNER NAME (ખાતેદાર ના નામ પરથી ખાતું જાણવા)” પર ક્લિક કરો.
- જેમાં આપના નામ ના પ્રથમ ચાર અક્ષર દાખલ કરવાથી તમારા નામે જે જમીન હશે તેના ખાતા નંબર જોઈ સકાશે અને તે પરથી સર્વે નંબર જોઈ શકાશે.(7/12: Online 7/12: Digital 7/12)

જૂના સર્વે નંબર પરથી પ્રમોલિગેશન બાદ નો નવો સર્વે નંબર શોધવાની રીત
સરકાર શ્રી દ્વારા વર્ષ 2015 માં નવું પ્રમોલગેશન (રી સર્વે) ની કામગીરી કરવામાં આવી હતી જે બાદ તમામ જમીન ના સર્વે નંબર અને ખાતા નંબર બદલી ગયેલ છે.ખેડૂતો ને પોતાના જૂના સર્વે નંબર યાદ હોય છે પરંતુ નવા સર્વે નંબર નો ખ્યાલ હોતો નથી.જૂના સર્વે નંબર પરથી નવા સર્વે નંબર શોધી શકાઈ છે.તે અંગે ની રીત નીચે મુજબા આપેલ છે.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં બ્રાઉઝર ઓપન કરો.
- તેમાં anyror લખો અને ક્લિક કારો.
- જે બાદ સૌથી ઉપર જે વેબસાઇટ www.anyror.gujarat.gov.in પર ક્લિક કરો.
- જે બાદ “VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો.
- જે બાદ આપના સામે જે પેજ ખૂલે તેમાં સૌથી ઉપર “કોઈ એક પસંદ કરો ” નો વિકલ્પ છે તેના પર ક્લિક કરો.
- જેના પર ક્લિક કરવાથી ઘણા બધા ઓપસન ખુલશે જે પૈકી “NEW SERVEY NO FROM OLD PROMULGATED VILLAGE( પ્રમોલ્ગેશન થયેલ ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર)” પર ક્લિક કરો.
- જે બાદ આપનો જૂનો સર્વે નંબર સિલેક્ટ કરો.
- નીચે આપેલ કેપ્ચા દાખલ કરો.
- જે સર્વે નંબર દેખાઈ તે આપનો નવો સર્વે નંબર છે.(7/12: Online 7/12: Digital 7/12)

આ પણ વાંચો : ગામ નમૂના ૭ માં લખાયેલ તમા સબ્દો ની સમજણ સાડી ભાષામાં
ગામ નમુનો નંબર ૭

ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ? આપ કોઇ પણ ખેતી ની જમીન નો ગામ નમુના નંબર – ૭ કઢાવશો. એટલે આ નમુના ની સૌથી ઉપર આ ગામ નમુનો નંબર ૭ લખાયેલ હોઇ છે. આ નમુનો નંબર સરકાર શ્રી દ્વારા નક્કી કરાયેલ નમુનો છે. જેમા આ નંબર પુરતી તમામ માહીતી આવરી લેવામાં આવેલ છે.ધારો કે કોઇ ગામ મા તમારી ખેતી ની જમીન નો સરવે નંબર ૫૪ છે. તો તમે આ ૫૪ નંબર નો ગામ નમુનો નંબર ૭ કઢાવો એટલે આ ૫૪ નંબર ના ખેતર ની ઉત્પતી થી માંડી આજ દીન સુધી તમામ માહીતી આ ગામ નમુના નંબર ૭ માં હોઇ છે. એટલે આ નમૂનો સમજવો આપના માટે ખૂબ જ અગત્યનો અને મહત્વનો છે.(7/12: Online 7/12: Digital 7/12)
ખેતી ના ગામ નમૂના ૭/૧૨ ની વિગતવાર અને સરળ સબ્દો માં સમજણ
જીલ્લો
આ ખેતી ની જમીન જે જિલ્લા માં આવેલ છે તે જિલ્લાનું નામ લખાયેલ છે.
તાલુકો
આ ખેતીની જમીન જે તાલુકા માં આવેલ છે તે તાલુકા નું નામ લખાયેલ છે.
મોજે
મોજે શબ્દ નો અર્થ અપણે વિસ્તાર થી સમજીએ. ઘણી વાર એવુ બને કે આપણી ખેતી ની જમીન જે ગામ માં આવેલ હોઇ, તે ગામ ને પોતાની કોઇ સીમ નથી હોતી. એટલે તે ગામ માત્ર ગામતળ પુરતુ જ હોઇ છે.જે ખેતી ની જમીન હોઇ તે અન્ય ગામ ની સીમ હોઇ છે. એટલે મોજે શબ્દ નો અર્થ થાય છે કે જે તે ગામ ની સીમ અથવા વીસ્તાર.એટલે મોજે ની સામે જે ગામ લખાયેલ હોઇ તે ગામ ની ખેતી ની જમીન ગણાય. દા.ત. જો આપણી ખેતી ની જમીન રાજપુર ગામ ની બાજુ માં જ છે. પણ ગામ નમુના નંબર ૭ મા મોજે વિરપુર લખાયેલ હોઇ, તો તે જમીન વિરપુરની કહેવાય. આપણે જ્યારે કોઇ પણ પ્રકારનું આ ખેતીની જમીન સંબધીત સહી સિક્કા કે અન્ય વહીવટી કામ પડે, ત્યારે વિરપુર ગામ નો સંપર્ક કરવો પડે.(7/12: Online 7/12: Digital 7/12)
બ્લોક/સરવે નંબર
બ્લોક/સરવે નંબર એટલે સાદી અને સરળ ભાષામાં કહીએ તો આ ખેતર નું પોતાનું એક અને માત્ર એક નામ. જે ગામ ની આ જમીન છે તે ગામ ની તમામ જમીન નું પોતાનું અલગ નંબર હોઇ છે. જેને અગાઉ બ્લોક નંબર કહેવામાં આવતો અને હાલ સરવે નંબર કહેવામાં આવે છે. તમારા ગામ નમુના નંબર ૭ મા જે બ્લોકનંબર છે તે અન્ય એક પણ જમીન ના બ્લોક નંબર સાથે મેચ નહી થાય.
સત્તા પ્રકાર
સૌ પ્રથમ આપણે સત્તા પ્રકાર એટલે શુ ? તે સમજીએ : સત્તા પ્રકાર એટલે આ ખેતી ની જમીન પર આપણી ક્યા પ્રકાર ની સત્તા છે તે દર્ષાવે છે.
તમારા ગામ નમુના નંબર ૭ માં જ્યા સત્તા પ્રકાર લખેલ છે. તેની સામે નીચે મુજબ ના સત્તા પ્રકાર ના શબ્દો લખાયેલ હોઇ છે.
- નવી શરત : જ્યારે આપણા કબજા ભોગવટા હેઠળ ની ખેતી ની જમીન આપણને સરકાર શ્રી દ્વારા કોઇ પણ ખેડ હક , ગણોતીયા તરીકે , માજી સૈનીક તરીકે અથવા અન્ય કોઇ પણ હેતુ થી આપવામાં આવેલ હોઇ તેવી જમીન નવી શરત ની જમીન કહેવાય. આવી જમીન ના વેચાણ કે ભાગલા અંગે સરકાર શ્રી દ્વારા નક્કી ધારાધોરણ મુજબ ના સમય ગાળા પુર્વે કોઇ કાર્યવીહી કરી શકાતી નથી.
- જુની શરત: જુની શરત ની જમીન મોટે ભાગે આપણને વારસાઇ થી કે વેચાણ અથવા વહેચણી થી મળેલ હોઇ છે. આ જમીન માં વેચાણ કે ભાગલા પાડવા કે લોન લેવી અથવા અન્ય હેતુસર બીનખેતી કરવા પર પ્રતીબંધ નથી હોતો. સરળ સબ્દો માં કહીએ તો આ જમીન ચોખ્ખી જમીન કહેવાય.
- પ્ર.સ.પ્ર. અને બી.ખે.પ્રી.પાત્ર : પ્રતિબંધીત સરત પાત્ર (પ્ર.સ.પ્ર) બીનખેતી પ્રીમીયમ પાત્ર (બી.ખે.પ્રી.પાત્ર) જ્યારે આ પ્રકાર ની શરત લખાયેલ હોઇ ત્યારે આવી જમીન જુની શરત માં ફરી શકે તેવી જમીન હોઇ છે અને જ્યારે આવી જમીન બીન ખેતી કરવાની થાય ત્યારે સરકાર શ્રી માં નીયમ મુજબ જે કાઇ પ્રીમીયમ ભરવાનું થાય તે ભર્યા પછી બીન ખેતી થય શકે છે.
ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?
જમીન નો ઉપયોગ
જમીન નો ઉપયોગ એટલે જમીન ક્યા હેતુ માટેહાલ વાપરવામાં આવી રહી છે. ખેતી ની જમીન હોઇ એટલે ત્યા “ખેતીલાયક ઉપયોગ” એવુ જ લખાયેલ હોવુ જોઇએ. જો જમીન બીન ખેતી થયેલ હોઇ તો તે બીન ખેતી ક્યા હેતુ માટે થયેલ છે તે લખાયેલ હોઇ છે. દા.ત. રહેણાંક હેતુ , ઔધ્યોગીક હેતુ ,અન્ય હેતુ . સરકારી ખરાબા ના કે ગૌચર ના સરવે નંબર હોઇ તો તો તેમા હેતુ તરીકે ગૌચર અને શ્રી સરકાર લખાયેલ હોઇ છે.(7/12: Online 7/12: Digital 7/12)
ખેતર નું નામ
જ્યારે સરકારશ્રી દ્વારા પ્રથમ માપણી કરવામાં આવી ત્યારે ગામના દરેક ખેતર (સરવે નંબર) ને નામ અપવામાં આવે હતા. અને આ નામ ક્યાય થી સોધી ને નતા લાવવાંમા અવ્યા.વીસ્તાર ના નામ મુજબ કે અન્ય કોઇ ઓળખાણ કે નીશાન મુજબ આ નામ રાખવામા આવેલ હતા. જો તમારાગામ નમુના નંબર ૭ માં ખેતર નુ નામ લખાયેલ હોઇ તો તે ત્યાનાલોકલ વિસ્તાર મુજબનું જ હશે. દા.ત. તળાવ વાળું, ઢાળ વાળૂં, વીગેરે(7/12: Online 7/12: Digital 7/12)
આ પણ વાંચો : ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ?
અન્ય વિગતો
જો કોઇ અન્ય વિગતો હોઇ તો તે અહી લખવામાં આવે છે.
જુનો બ્લોક / સરવે નંબર : આપણે હાલ જે ગામ
આપણે હાલ જે ગામ નમુના નંબર ૭ કઢાવીએ છીએ તેમા જે સરવે નંબર લાખયેલ આવે છે તે હાલ જે છેલ્લે જે માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે મુજબ ના છે.આ નંબર નવા સરવે નંબર છે અને જે માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે તે પહેલા નાં નંબર છે તે જુના બ્લોક / સરવે નંબર કહેવાય છે.
જુના સરવે નંબર ને લગત નોંધ નંબરો
જે છેલ્લે જે માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે પહેલાના સરવે નંબર માં જે કોઇ ફેરફાર થયેલ ની નોંધ હોઇ તે નોંધ ના નંબર અહી લખાયેલ છે. અહી લખાયેલ નંબર આપણી જમીન માં થયેલ તમામ ફેરફાર વીગતે જણાવશે.
જુના સરવે નંબર ને લગત બીજા હકો અને બોજા ના નોંધ નંબરો :
જે છેલ્લે જે માપણી (પ્રમોલગેસન) કરવામાં આવીતે પહેલાના સરવે નંબર માં જે કોઇ લોન કે અન્ય ધીરાણ થી બોજા લીધેલ હોઇ તે અંગેની તમામ નોંધ અને જો કોઇ હક્કો અપવામાં આવેલ હોઇ તો તેની વીગત ની નોંધ અહી દર્શાવેલ હોઇ છે.
લાયક જમીન
ગામ નમુના નંબર ૭ માં જમણી સાઇડ માં જ્યા લાયક જમીન લાખાયેલ છે તેની નીચે ના શબ્દો વીશે જાણીએ.
- જરાયત : જરાયત એટલે ખેડવા લાયક જમીન.
- પોત ખરાબો : શેઢા ની અસપાસ નો બીન ખેડાણ વાળો વીસ્તાર
- કુલ ક્ષેત્રફળ : જરાયત અને પોત ખરાબા સહીત કુલ જમીન નું ક્ષેત્રફળ અથવા વીસ્તાર
- આકાર : આ ખેતી ની જમીન પર દર વર્ષે લેવાનું થતુ આકાર
- જુડી તથા વિષેશધારો :સરકાર શ્રી દ્વારા નકી કરવામાં આવેલ વીષેશ કર
- પાણી ભાગ રુ. પાણી નો ભાગ હોઇ તો તે વિગત અહી દર્ષાવેલ હોઇ છે.
ખાતા નંબર/ક્ષેત્રફળ/આકાર/હે.આરે.ચો.મી.
ગામ નમુના નંબર ૭ માં ડાબી સાઇડ માં લખાયેલ જોવા મળશે. જેની એકદમ નીચે ૨૦૧।૦૧-૨૫-૫૦।૬.૫૦ આ પ્રકારે આંકડા લખાયેલ હોઇ છે.જેમા ઉભા ઘાટી લીટી પહેલાના આંકડા આ સરવે નંબર નો ગામ નમુના નંબર ૮-અ મુજબ નો ખાતા નંબર દર્ષાવે છે. બન્ને ઘાટી લીટી વચ્ચે ના આંકડા આ સરવે નંબર નું કુલ ક્ષેત્રફળ ચો .મી. માં દર્ષાવે છે. દા.ત. અહી ૦૧-૨૫-૫૦ છે તો તે જમીન નું કુમ ક્ષેત્રફળ ૧૨૫૫૦.૦૦ ચો.મી. થશે. જે છેલ્લી ઘાટી લીટી પછી નો આકડો છે તે આ સરવે નંબર નો સરકારી આકાર દર્ષાવે છે. જેના આધારે આપણે વાર્ષીક જમીન મેહશુલ ભરતા હોઇએ છીએ.
નોંધ નંબરો અને કબજેદારો ના નામ
ગામ નમુના નંબર ૭ માં ડાબી સાઇડ માં લખાયેલ જોવા મળશે. જેની એકદમ નીચે નોંધ નંબ જોવા મળશે આ નોધ નંબરો છેલ્લા પ્રમોલગેશન બાદ જે કોઇ આ સરવે નંબર માં ફેરફાર થયા હોઇ તે નોંધ ના નંબર હોઇ છે. આ પ્રમોલગેશન અગાઉ જે કોઇ ફેરફાર થયા હોઇ તેના નોધ નંબરો ની વીગત આપણે અગાઉ જોઇ છે. આ નોંધ નંબરો ની નીચે હાલ ના માલીક ના નામ લખાયેલ છે. આ નામ ની પાછળ તે નામ જે નોંધ નંબર થી દાખલ થયેલ હોઇ તે નોંધ નંબર કૌસ માં લાખેલ હોઇ છે.
બીજા હકો અને બોજા ની વિગતો :
આ સરવે નંબર પર પ્રમોલગેસન બાદ જે કોઇ બોજા કે લોન લેવામાં આવેલ હોઇ તે અંગે ની નોંધ લખેલ હોઇ છે. તે ઉપરાત આ સરવે નંબર માં અન્ય સરવે માથી આવવા જવા માટે ના હકો અને અન્ય સરવે નંબર માં આવેલ કુવા માથી પાણી લેવાના હકો ની નોંધ કરેલ હોઇ છે. જે બાદ જો આ સરવે નંબર મા કુવો કે બોર આવેલ હોઇ તો તે અંગે ની નોંધ અને નોંધ નંબર લખાયેલ હોઇ છે. જે બાદ જે કોઇ બેંક કે મંડળી માંથી લોન કે ધીરાણ કરવામાં આવેલ હોઇ તે બેંક કે મંડળી નું નામ અને લેધેલ રુપીયાની વિગત હોઇ છે. અને તે લોન કયા નોંધ નંબર થી લીધેલ છે તે નોંધ નંબર કૌસ મા લખેલ હોઇ છે.(7/12: Online 7/12: Digital 7/12)
25/12/2019 15:10:35 ની સ્થીતીએ
આ રીતે કોઇ તારીખ અને સમય દર્શાવેલ હોઇ છે. આ તારીખ અને સમય આ ગામ નમુના નંબર ૭ મા છેલ્લે ફેરફાર કરેલ છે તે સમય અને તારીખ છે. આ સમય અને તારીખ પછી કોઇ પણ જાત નો આ સરવે નંબર માં ફેરફાર થયેલ નથી. જે દર્ષાવે છે. આ ખુબ જ અગત્ય ની વીગત છે.(7/12: Online 7/12: Digital 7/12)
ગામ નમુના નંબર ૭ ની પ્રીંટ કરાવ્યા તારીખ અને સમય તથા નકલ ની કીંમત
આપે કઢાવેલ આ ગામ નમુના નંબર ૭ ની નકલ કઇ તારીખે અને સમયે કઢાવેલ છે તે અને તે માટે તમે કેટલા રુપીયા ચુકવ્યા છે તેની વીગત અહી દર્ષાવેલ છે. અને આ નકલ જે મામલતદાર કચેરી હેઠળ ની હોઇ તે કચેરી નું નામ પણ દર્ષાવેલ હોઇ છે.