ગામ નમુનો નંબર ૭
આપ કોઇ પણ ખેતી ની જમીન નો ગામ નમુના નંબર ૭ કઢાવશો એટલે આ નમુના ની સૌથી ઉપર આ ગામ નમુનો નંબર ૭ લખાયેલ હોઇ છે. આ નમુનો નંબર સરકાર શ્રી દ્વારા નક્કી કરાયેલ નમુનો છે. જેમા આ નંબર પુરતી તમામ માહીતી આવરી લેવામાં આવેલ છે.ધારો કે કોઇ ગામ મા તમારી ખેતી ની જમીન નો સરવે નંબર ૫૪ છે. તો તમે આ ૫૪ નંબર નો ગામ નમુનો નંબર ૭ કઢાવો એટલે આ ૫૪ નંબર ના ખેતર ની ઉત્પતી થી માંડી આજ દીન સુધી તમામ માહીતી આ ગામ નમુના નંબર ૭ માં હોઇ છે.