Dikri Na Lagn Mate Sahay 2023 : દીકરી ના લગ્ન માટે સરકાર આપશે 2.00 લાખ નિ સહાય

Dikri Na Lagn Mate Sahay 2023 : ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ નો ઓકો માટે વિવિધ કલ્યાણકારી યોજના ઓ ચલાવવામાં આવતી હોય છે જેમાં લોકો ને આર્થીક રીતે મદદ કરી આગળ આવવા માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે.જેમાં વાલી દીકરી યોજના ,કન્યા કેળવણી અને મહિલાઓ માટે સખી મંડળ , અને વિધદ્વા સહાય , વૃદ્ધ સહાય જેવી અનેક યોજનાઓ અમલમાં છે તેવામાં સરકાર દ્વારા એક નવી યોજના પરીપત્ર બહાર પાડે જાહેર કરેલ છે આ યોજના હેઠળ દીકરીઓ ને લગ્ન સહાય રૂપે 2.00 લાખ રૂપિયા સીધા તેમના ખાતા માં જમા કરવામાં આવે છે.આ લેખ માં આપણે આ યોજના વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Dikri Na Lagn Mate Sahay 2023

મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો Join Now
તમામ અપડેટ માટે facebook Page Join કરો Join Now

શું છે યોજના ?

ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તારીખ : 23/06/2023 ના રોજ ઠરાવ ક્રમાંક : SJED/NRI/e-file/17/20230147/CHH Section થી આ યોજના વિષે સંપૂર્ણ માહિતી આપેલ છે.

આ ઠરાવ પ્રમાણે પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના ના લાભાર્થી દીકરી ને પોતાના લગ્ન સમયે સરકાર દ્વારા 2.00 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવસે.

યોજના નો હેતુ

ગુજરાત સરકાર દ્વારા કોવિડ 19 ની મહામારી દરમ્યાન અનેક પ્રયત્નો દ્વારા નાગરીકો ના હિત માં અનેક યોજના ઓ અમલમાં લાવી હતી આ સમય ગાળા દરમિયાન મફત અનાજ અને સસ્તા ટ્રાન્સપોર્ટ ની સુવીધા આપવામાં આવી હતી.આ ઉપરાંત આ મહામારી દરમિયાન જેમના પરીવાર ના સભ્ય મૃત્યુ પામ્યા છે તેઓને 50000/- આર્થીક સહાય આપવામાં આવી હતી આ ઉપરાંત આ મહામારી ના કારણે જે બાળકો ના માતા પિતા મૃત્યુ પામ્યા છે તેવા માટે માસીક 4000/- સહાય ની યોજના અમલમાં મૂકી છે.સરકાર શ્રી ના ધ્યાન માં આવ્યું કે જે બાળકોના માતા પિતા આ કોવિડ 19 કારણે અથવા અન્ય રીતે મૃત્યુ પામ્યા છે તેઓને લગ્ન માં પણ નાણાકીય ભીડ પડે છે જેથી આવી કન્યાઓ માટે સરકાર દ્વારા આ યોજના હેઠળ 2.00 લાખ રૂપિયા સીધા કન્યા ના બેન્ક ખાતા માં જમા કરવામાં આવશે.

શું છે પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાલ સેવા યોજના ?

પાલક માતા પિતા યોજના :

જે બાળકો ના માતા અને પિતા નું અવશાન થયેલ હોય અથવા પિતા નું અવસાન થયેલ હોય અને માતા એ અન્યત્ર બીજા લગ્ન કરેલ હોય તેવા કિસ્સા માં બાળકો અભ્યાસ કરતાં હોય તો તેમના પાલક વ્યક્તિ ને સરકાર દ્વારા બાળક ના પાલન અને અભ્યાસ માટે દર માસે રૂપિયા 4000 હજાર ની સહાય આપવામાં આવેક છે.(Dikri Na Lagn Mate Sahay)

મુખ્યમંત્રી બાળ સેવા યોજના :

કોવિડ 19 મહામારી દરમિયાન જે બાળકો અનાથ થયા સે તેવા બાળકો ને દર માસે સરકાર દ્વારા 4000 હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે આ ઉપરાંત જો માતા પિતા પૈકી કોઈ એક મૃત્યુ પામ્યા હોય તેવા બનાવ માં બાળકને 2000 હજાર રૂપિયા માસિક સહાય આપવામાં આવે છે. (Dikri Na Lagn Mate Sahay)

આ પણ વાચો : વાલી દીકરી યોજના : દીકરી ને મળશે 110000/- ની સહાય

આ યોજના નો લાભ ક્યારથી લઈ શકાઈ છે.

જે બાળકો પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના નો લાભ લઈ રહ્યા છે તેઓ પૈકી ની બાળાઓ તારીખ : 01/04/2023 ના રોજ કે તે બાદ લગ્ન કરે તો તેઓ આ યોજના માટે લાયક લાભાર્થી તરીકે અરજી કરી શકશે.

યોજના હેઠળ મળવાના લાભ

આ યોજના હેઠળ પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના ના લાભાર્થી ઉમરના ના 18 વર્ષ બાદ લગ્ન કરે અને મેરેજ સર્ટી સાથે સહાય મેળવવા અરજી કરે તો તેઓને સરકાર દ્વારા 2.00 લાખ રૂપિયા આપવામાં આવશે.

યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • કન્યા ના જન્મ તારીખ નો પુરાવો
  • કન્યા જેની સાથે લગ્ન કરવાની છે તેની જન્મ તારીખ નો પુરાવો
  • પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના નો લાભાર્થી હોવા અંગે નો પુરાવો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • કન્યા નું આધારકાર્ડ
  • કન્યા ના બેન્ક ખાતા ની વિગત (ક્રોસ ચેક અથવા અકાઉન્ટ્નંબર વાળું પાનું )
  • રહેઠાણ અંગે ના પુરાવા

લાભ લેવા અંગે શરતો

  • આ યોજના તારીખ : 01/04/2023 બાદ લગ્ન કરનાર ને લાગુ પડશે
  • આ યોજના નો લાભ એકવાર મળશે
  • આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થીએ લગ્ન ના 2 વર્ષ સુધીમાં અરજી કરવાની રહેશે

યોજના ના ની માહિતી ટૂંક માં

મળવા પાત્ર લાભ 2.00 લાખ રૂપિયા
કોણ અરજી કરી શકે પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના
યોજના નો પરીપત્ર ડાઉનલોડ કરવા click here
યોજના ની શરૂઆત 01/04/2023 થી
અરજી ક્યાં કરવી સમાજ કલ્યાણ ખાતું
હોમ પેજ justcickkp.com
Dikri Na Lagn Mate Sahay 2023

Leave a Reply

%d bloggers like this: