E-Nirman card 2023 : ઇ – નિર્માણ કાર્ડ

E-Nirman card 2023 : ઇ – નિર્માણ કાર્ડ એ ગુજરાત સરકાર ના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આપવામાં આવતું ઓનલાઈન કાર્ડ છે.આ કાર્ડ મેળવવા માટે કોઈ પણ સરકારી કચેરી નો રૂબરૂ સંપર્ક કરવાની જરૂર નથી માત્ર ઓનલાઈન અરજી કરવાની હોય છે.સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારા રીતે આ પ્રકાર ની સેવા નાગરીકો ને મળી રહે તેવા સારા પ્રયત્નો કરવાના ભાગ રૂપે આ કાર્ડ પણ ઓનલાઈન આપવામાં આવે છે.આ કાર્ડ દ્વારા શ્રમીકો ને વિવિધ પ્રકાર ના લાભ સરકાર દ્વારા જાહેર કરેલ છે જેની સરચા આપણે હવે પછી કરીશું.

મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ આવતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ, ૧૯૯૬ ની કલમ ૧૮ હેઠળ કરવામાં આવી છે. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ ચલાવવા માટે બોર્ડને સત્તા આપવામાં આવી છે. રાજ્યમાં શ્રમયોગીઓના હિત માટેના કર્યો કરવા બોર્ડને અધિકૃત કરવામાં આવેલ છે. યોજનાઓ અંતર્ગતના લાભ મેળવવા માટે, મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીએ બોર્ડમાં પોતાને નોંધણી કરવાની જરૂર છે.

E-Nirman card 2023 કાર્ડ મેળવવા માટે વય મર્યાદા અને વિસેષ લાયકાત 

આવી નોંધણી માટેની પાત્રતા ૧૮ થી ૬૦ વર્ષની વય માર્યાદા, છેલ્લા ૧૨ મહિનામાં ૯૦ દિવસથી ઓછુ ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવો જોઈએ. લાયક શ્રમયોગીઓ નિર્ધારિત ફોર્મ ભરીને અને રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે ૯૦ દિવસના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે કાર્યના પ્રમાણ પત્ર, વયના પુરાવા અને ઓળખના સરકારી દસ્તાવેજો સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકે છે.

E-Nirman card 2023 | ઇ – નિર્માણ કાર્ડ માટે પાત્રતા

  • જે વ્યક્તિ ની ઉમર ૧૮ થી ૬૦ વર્ષ ની વચ્ચે હોય તેઓ આ કાર્ડ કઢાવી શકે છે. 
  • છેલ્લા ગયા ૧૨ મહીના માં બાંધકામ ક્ષેત્રે ૯૦ દીવસ કામ કરેલ હોવું જોઈએ 

E-Nirman card 2023 ધરાવનાર ને મળતા લાભ 

  • મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલી તમામ કલ્યાણકારી યોજનાઓના લાભો નોંધાયેલા બાંધકામ કામદારો ને મળવા પાત્ર છે. 
  • ઇ – નિર્માણ કાર્ડ હેઠળ નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ માટે પ્રત્યેક પ્રસુતિ માટે રૂપિયા 27,500/-ની સહાય.તથા ધન્વંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર.
  • રાજ્ય સરકાર ની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર રૂપિયા 10/- માં પૌષ્ટિક ભોજન.
  • શિક્ષણ સહાય યોજના અંતર્ગત બે સંતાનોમાં દરેક સંતાનને રૂપિયા 500/- થી 40,000/- સુધીના સહાય.
  • શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના હેઠળ રૂપિયા 1,60,000/- અને હાઉસિંગ સબસીડી યોજના હેઠળ રૂપિયા 1,00,000/- લાખની સહાય.
  • આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત રૂપિયા 3,00,000/- અને અંત્યેષ્ટિ યોજના અંતર્ગત રૂ.7,000/-ની સહાય.
  • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ ઓજના હેઠળ દીકરીના નામે રૂપિયા 10,000/- ના (એફડી) બોન્ડ.
  • સ્થળાંતર કરતા બાંધકામ શ્રમિકના બાળકો માટે વતનમાં જ હોસ્ટેલની સુવિધા.

વાંચો :કુંવરબાઈ નું મામેરું યોજના

ઇ – નિર્માણ કાર્ડ (E-Nirman card 2023)કોણ કોણ કઢાવી શકે છે ? 

નીચે આપેલ તમામ પ્રકાર નું કામ કરનાર પુરુષ અને સ્ત્રી બંને આ કાર્ડ કઢાવી શકે છે.

  • કડીયા કામ 
  • કડીયા કામ માટે જરૂરી ખોદકામ કરનાર 
  • બાંધકામ માટે જરૂરી માલસામાન હેર ફેર કરનાર 
  • આર.સી.સી. કામ કરનાર 
  • બાંધકામ સાઇટ પર નું મજૂરી કામ 
  • પ્રિફેબ્રિકેટર કાંક્રીટ મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા,
  • માર્બલ ટાઇલ્સ ફીટીંગ કામ,
  • બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરીકામ,
  • પથ્થર કાપવા તથા બેસાડવા,
  • ટાઇલ્સ ધાબાના કટિંગ અને પોલિશિંગ,
  • ચુનો લગાડવાનું કામ,
  • લાકડા કામ જેમાં કલર કામ અને વર્નિશીંગકામ,
  • કામ ગટર અને પ્લમ્બિંગ કામ,
  • ઇલેક્ટ્રિશિયન નું કામ,
  • ગ્લાસ પેનલનું ઈન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા,
  • રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા/બનાવવા,
  • ફાયર ફાયર ફાઈટર સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
  • ફીટીંગ અને કૂલિંગ સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
  • લિફ્ટ ઈન્સ્ટોલેશન,
  • સિક્યુરિટી સિસ્ટમ અને દરવાજા ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન,
  • ગ્રીલ બારી દરવાજાનું ફેબ્રીકેશન અને ઇન્સ્ટોલેશન,
  • રોટરીનું કન્સ્ટ્રકશન અને ફાઉન્ડેશનનું ઈન્સ્ટોલેશન,
  • વોટર હાર્વેસ્ટિંગ બાંધકામ,
  • ઇન્ટેરિયર વર્ક જેવા કે સુથારીકામ, ફોલ્સ સીલીંગ, લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પેરિસ,
  • ઈંટો બનાવી, નળિયા બનાવવા,
  • સોલર પેનલ, સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન,
  • કંસ્ટ્રક્શન અને ઈરેક્શન જેવા કે સાઈનેજ બોર્ડ , ફર્નિચર, બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમ,
  • સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્ષ જેવી રિક્રિએશન સગવડતાઓ બનાવી,
  • જાહેર બગીચાઓ અને જોગીંગ ટ્રેક બનાવવા,
  • ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો,
  • રેલવે, પુલો ઓવરબ્રિજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો,

E-Nirman card 2023 બાંધકામ શ્રમિકો માટેના વિવિધ લાભો. 

  • શ્રમિક અને અન્નપૂર્ણા યોજના
  • શિક્ષણ સહાય
  • પ્રસુતિ સહાય યોજના
  • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
  • બાંધકામ શ્રમિકો માટે મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વંતરિ આરોગ્ય રથ)
  • વ્યવસાયિક રોગોમાં સહાય
  • આકસ્મિક મૃત્યુ સહાય યોજના
  • અંત્યેષ્ટિ સહાય યોજના
  • શ્રી નાનાજી દેશમુખ સહાય યોજના
  • સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ સુવિધા યોજના
  • શ્રમિક પરિવહન યોજના
  • હાઉસિંગ સબસિડી યોજના
  • વૃદ્ધાવસ્થા દરમ્યાન પેંશન સહાય
  • કોરોના કવચ યોજના
  • બેટરી ઓપરેટર ટૂ વિલર યોજના

ઇ – નિર્માણ કાર્ડ નોંધણી માટેના પુરાવા.

  • આધારકાર્ડ
  • વ્યવસાય અને આવકનું પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • છેલ્લા 12 મહિના માં ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર
  • બેન્કની વિગત
  • વારસદારની વિગત
  • અભ્યાસની વિગત
  • ઉંમરનો પુરાવો
  • ઓળખનો પુરાવો

E-Nirman card 2023 ક્યાથી કઢાવી શકાય છે? 

  • E Nirman card 2023 કઢાવવા માટે કોઈ પણ સી.એસ.સી. સેન્ટર પર રૂબરૂ જઇ ને ઓનલાઈન કઢાવી શકાય છે.આ ઉપરાંત ગ્રામ પંચાયત ના ઇ-ગ્રામ સેન્ટર પરથી પણ આ કાર્ડ કઢાવી શકાય છે. 

E Nirman card 2023 માટે ઉપયોગી ફોર્મ અહીથી ડાઉનલોડ કરો 

અરજી ફોર્મ ડાઉનલોડ કરો અહી ક્લિક કરો
૯૦ દીવસ સુધી બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગે નું એકરારનામું અહી થી ડાઉનલોડ કરો અહી ક્લિક કરો
આ વેબસાઇટ ના હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ: enirmanbocw.gujarat.gov.in

ઇ – નિર્માણ કાર્ડ મોબાઈલ એપ

સરકાર દ્વારા ઇ – નિર્માણ કાર્ડ મોબાઈલ એપ પણ આપવામાં આવી છે જે નીચે ની લિન્ક પરથી દરેક ડાઉનલોડ કરી શકે છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો 

E Nirman card 2023
E Nirman card 2023
ઓફીસિયલ વેબસાઇટ અહી ક્લિક કરો
સંપૂર્ણ માહિતી પીડીએફ (pdf)અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ જોઇન કરો અહી ક્લિક કરો
E-Nirman card 2023 માટે ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો

E-Nirman card 2023 કઈ રીતે મેળવી શકાઈ ?

આ કાર્ડ જો તમે નિયમ મુજબ કેટેગરી માં આવતા હોય તો નજીક એનએએ CSC સેન્ટર અને ગ્રામ પંચાયત ના ઇ ગ્રામ સેન્ટર પરથી મેળવી શકો છો.

E-Nirman card 2023 અને E Shram Card 2023 બંને એક જ છે ?

ના , બંને કાર્ડ જુદા જુદા છે જેથી બંને કાર્ડ કઢાવી લેવા જોઈએ.

E Nirman card 2023 અને E Shram Card 2023 બંને ની સરખામણી થઈ શકે ?

હા , અહી પોસ્ટ માં E Shram Card 2023 વિષે માહિતી આપેલ છે ત્યાથી બંનેની સરખામણી થઈ શકશે.

Leave a Reply

%d bloggers like this: