Gram Panchayat Chuntani 2023 : ગ્રામ પંચાયત ચૂંટણી 2023 બાબતે આ રોજ મહત્વ ના સમાચાર આવ્યા છે.ગુજરાત માં સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી ખૂબ જ લાંબા સમય થી અટકી પડી છે. આ બાબતે વિગતવાર જોઈએ તો રાજ્ય માં obc સમાજ ની વસ્તી લગભગ 52 ટકા જેટલી છે તો સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી માં પણ વસ્તી ના આધારે અનામત મળવી જોઈએ જે બાબતે રજૂઆતો થતાં સરકાર દ્વારા નિવૃત મૂખ્ય ન્યાયાધીશ શ્રી કે.એસ.ઝવેરી ના અધ્યક્ષપણા હેઠળ સમર્પીત આયોગ ની રચના કરવામાં આવી હતી. આ રચના સુપ્રીમકોર્ટ ના આદેશ મુજબ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ , ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં ચેરમેન સહીત ચાર સભ્યો ની આ કમિટી બનેલ છે.
તા.23/09/2023 ના સમાચાર
તારીખ: ૨૩/૦૯/૨૩ ના સમાચાર પત્ર ના અહેવાલ મુજબ ગ્રામ પંચાયત ચુંટણી અને અન્ય સ્થાનિક સ્વરાજ ની ચુંટણી લોકસભા ની ચુંટણી બાદ થાય તેવા અહેવાલ આવેલ છે.
ગ્રામ પંચાયત ચૂંટણી બાબતે સમર્પીત આયોગ નો નિર્ણય
તારીખ : 13/04/2023 ના દીવશે સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ માં OBC અનામત ના મુદ્દે મહત્વ ના સમાચાર આવ્યા છે. જેમાં કે.એસ.ઝવેરી ના અધ્યક્ષપણા હેઠળ સમર્પીત આયોગ ની રચના જુલાઇ 2022 માં કરવામાં આવી હતી તેમજ 90 દિવસ માં રીપોર્ટ સોપવાની વાત કરવામાં આવી હતી તે પંચ નો નિર્ણય આજે આવેલ છે.જે અંગે નો રીપોર્ટ આજ રોજ પંચ ના અધ્યક્ષ શ્રી કલ્પેશ ઝવેરી ના અધ્યક્ષપણા હેઠળ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને સોપેલ છે.જેથી હવે આવનાર સમય માં પંચ ના અહેવાલ મુજબ ગ્રામ પંચાયત અને તાલુકા , જિલ્લા, નગર પાલીકા જેવી તમામ સ્થાનીક સ્વરાજ ની સંસ્થા માં ચૂંટણી ટૂંક સમય માં જાહેર થઈ તો નવાઈ નઇ ?
ગ્રામ પંચાયત ની ચૂંટણી 2023 ના મહત્વ ના સમાચાર
GRAMPANCHAYAT CHUNTANI 2023 : ગ્રામ પંચાયત ચૂંટણી 2023 ગણતરી ના દીવશો પૂર્વે જ રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી પૂર્ણ થયેલ છે ત્યારે આગામી ફેબ્રુઆરી 2023 માં ગુજરાત ની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, અને નગર પાલીકાઓ ની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે કેમ કે આ તમામ પંચાયત ની મુદ્દત ફેબ્રુઆરી 2023 માં પૂર્ણ જવા થઇ રહી છે જ્યારે અનેક ગ્રામ પંચાયત ની મુદ્દત પૂર્ણ થય ગયેલ છે.જે તમામ પંચાયતો હાલ વહીવટદારો દ્વારા ચલાવવામાં આવી રહી છે.કેમ કે અનેક ગ્રામ પંચાયત ની મુદ્દત માર્ચ 2022 માં પૂર્ણ થયેલ હતી.ચૂંટણી ની શક્યતાઓ વચ્ચે જ્યારે અનામત નો મુદ્દો આવ્યો છે તેવામાં કહી શકાય તેમ નથી કે ગ્રામ પંચાયત ની ચૂંટણી ક્યારે જાહેર થશે.
કેમ Gram Panchayat Chuntani યોજવામાં ન આવી
માન સુપ્રીમ કોર્ટ ના આદેશ મુજબ 10 ટકા ઓબીસી અનામત નહી પણ વસ્તી ના આધારે અનામત આપવાની જોગવાઈ થતાં આ ઉપરાંત એસટી અને એસી અનામત સહીત આનામત 49 ટકા કરતાં વધી ના જાય તે પણ જોવાનું થાય છે. જેથી આ સ્થીતી સ્પષ્ટ ના હોય ચૂંટણી અટકાવી વહીવટદારો ની નીમણૂક કારવામાં આવી હતી.જે બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ઓબીસી અનામત વગર જ ચૂંટણી યોજવા આદેશ કરતાં રાજય સરકારે જસ્ટીસ ઝવેરી કમિશન ની રચના કરી અને ઓબીસી વસ્તી આધારે અનામત ની રીઝર્વેશન ની ભલામણ કરવા વિનંતી કરેલ છે.પરંતુ આ અહેવાલ આજ દીન સુધી સરકાર સમક્ષ રજૂ થયો નથી. જેથી આગાઉ ની બાકી પંચાયતો અને ફેબ્રુઆરી માં મુદ્દત પૂરી કરતી પંચાયતો અને ચૂંટણી સાથે થવાની છે. આમ 3835 પંચાયતો ની ચૂંટણી એક સાથે થવા જઇ રહી છે.
ક્યાં જિલ્લા પંચાયત ની પણ ચૂંટણી યોજાશે
વર્ષ ૨૦૨૩ ની સરૂઆત માં રાજય ના મોટા જિલ્લા માંGram Panchayat Chuntani થવાની છે. ૨૦૨૩ ની સરુઆત માં ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત ની ચૂંટણી થવા ની છે.આ ઉપરાંત ૧૭ તાલુકા પંચાયત ની ચૂંટણી થવાની છે.
કઈ કઈ નગર પાલીકાઓ માં યોજાશે ચૂંટણી
Gram Panchayat Chuntani ઉપરાંત વર્ષ ૨૦૨૩ ની શરૂઆત માં નગર પાલીકા ઓ માં પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં ગઢકા , ચાણસ્મા , હારીજ, રાધનપુર , કરજણ, દ્વારકા ઉપરાંત અનેક નગર પાલીકાઓ ની ચૂંટણી છે.
ઝવેરી પંચ નો રીપોર્ટ શું છે ?
જસ્ટીસ ઝવેરી કમિશન નો રીપોર્ટ આવ્યો નથી.સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી માં માત્ર દોઢ મહીનાની વાર છે.જો રીપોર્ટ જમા કરવામાં આવે તો જડપથી ચૂંટણી જાહેર થાય તેમ છે. અને જો અમલીકરણ કરવામાં વધારે સમય લાગે તો ચૂંટણી મોડી થાય તો પણ નવાય નહી.જે ગ્રામ પંચાયતો માં અગાઉ વહીવટદારો ની નીમણૂક થઈ ચૂકી છે ત્યાં વહીવટદારો દ્વારા તમામ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે.
ગ્રામ પંચાયત માં વહીવટદાર નીમવાની જરૂર કેમ પડે છે ?
દરેક ગ્રામ પચાયત માં ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થાય એટલે પંચાયત બોડી અસ્તીત્વમાં આવે છે પરંતુ જ્યાં સુધી ઉપ સરપંચ ની ચૂંટણી ન થાય ત્યાં સુધી સરપંચ સત્તા પર આવી વહીવટ કરી શકતા નથી એટલે કે જ્યાં સુધી ઉપ સરપંચ ની નિમણૂક ના થાય ત્યાં સુધી સરપંચ પણ સત્તા પર કહેવાય નહી. એટલે ઉપ સરપંચ ની ચૂંટણી ની તારીખ થી પાંચ વર્ષ સુધીની પંચાયત ની મુદ્દત ગણવામાં આવશે.આમ સરપંચ ની મુદ્દત જેટલીજ પંચાયત ની મુદ્દત રહેશે.આમ જ્યારે પંચાયત ની મુદ્દત પૂર્ણ થવામાં ત્રીસ થી ચાલીસ દીવસ નો સમય બાકી હોય ત્યારે ચૂંટણી પંચા દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવે છે અને નવા સરપંચ અને સભ્યો ની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ અમુક અસામાન્ય સંજોગો વસાત ચૂંટણી પાંચ નીયત સમય માં ચૂંટણી કરાવી શકતા નથી. આવા સંજોગો માં પંચાયત નો વહીવટ કરવા માટે ખાતા ની અધિકારીઓએ પૈકી નાઓની વહીવટદાર તરીકે નીમણૂક કરવામાં આવે છે.
પંચાયત માં વહીવટદાર એટલે શું ?
ગુજરાત રાજ્ય માં ત્રી-સ્તરીય પંચાયત ની વ્યવસ્થા છે જેમાં (૧) જિલ્લા પંચાયત (૨) તાલુકા પંચાયત (૩) ગ્રામ પંચાયત . જ્યારે આ ત્રણેય પંચાયત માં નીયત સમય ગાળા દરમિયાન ચૂંટણી કરી શકાતી નથી ત્યારે વહીવટદાર ની નિમણૂક કરવામાં આવે છે. વહીવટદાર આ લાગુ પડતી સંસ્થા ની તમામ સત્તાઓ ભોગવે છે.અને જ્યારે પણ છૂટણી પ્રક્રીયાં પૂર્ણ થાય છે ત્યારે આપો આપ આ સત્તા નો અંત આવે છે.
1. ગ્રામ પંચાયત ની ચૂંટણી વિષે ન્યૂજ રીપોર્ટ જોવા અહી ક્લિક કરો
2. ગ્રામ પંચાયત ની ચૂંટણી વિષે ન્યૂજ રીપોર્ટ જોવા અહી ક્લિક કરો
આ પણ વાચો : વાલી દીકરી યોજના ની સંપૂર્ણ માહીતી જાણવા ક્લિક કરો