શું તમને ખબર છે ? તમારા ગામ ને કેટલી ગ્રાન્ટ મળી ? કેટલી વાપરી ? ક્યાં ખર્ચ થયો ? શું કામ થયું ?
GRAM PANCHAYT GRANT REPORT : આપણે બધા ગામડા માં વશવાટ કરીએ છીએ અને જો વસવાટ ના કરતાં હોય એ તો પણ ગ્રામ પંચાયત નો અનુભવ આપણને થયો જ હોય છે.અને હાલ આપણે એવું પણ સાંભળીએ છીએ કે આજના ગામડા શહેરો કરતાં પણ ચડીયાતા છે. કેમ કે ગામડા માં ખૂબ જ સારા વિકાસ ના કામો થઈ રહ્યા છે અને ગામડાનો પણ વિકાસ શહેરો ની માફક થઈ રહ્યો છે.આજે ગામડા માં શહેરો જેવીજ સુવીધાઓ મળતી થઈ છે.મોટા ભાગના ગામડા માં ૨૪ કલાક વીજળી અને પાણી ની સુવીધા છે અને હા ગામડા માં પણ નળ ની ચકલી ચાલુ કરો એટલે પાણી મળે એવા ગામડા પણ હાલ છે.
ઉપરોક્ત બાબત થી વિપરીત અમુક ગામો માં પાયાની સુવેધાઓ પણ નથી અને કામ ખુબજ ઓછા થયા છે ત્યારે આપણાં ને પ્રશ્ન થાય કે એક ગામ માં તમામ સુવેધાઓ છે જ્યારે બીજા ગામ સુવીધાઓ નહીવત છે આવું કેમ ? આ ગામ માં કામ કેમ નહી થતાં હોય ? સરકાર આ ગામ માં ગ્રાન્ટ નહી આપતી હોય ? જેવા અનેક પ્રશ્નો ? તો ચાલો આપણે વિગતવાર જાણીએ.
ગ્રામ પંચાયત એટલે શું ?
કહેવાય છે કે ભારત એ ગામડાનો બનેલો દેશ છે.ગામ નો તમામ વહીવટ ગ્રામ પંચાયત કરતી હોય છે. ગ્રામ પંચાયત ને ગામ માં કામ કરવાની તમામ સત્તાઓ અને પાવર હોય છે.ગામનો વહીવટ સરપંચ શ્રી અને ચૂંટાયેલ સભ્યો દ્વારા કરવામાં આવતો હોય છે.આ ઉપરાંત સરકાર ના સભ્ય સચીવ તરીકે તલાટી કમ મંત્રી – ગ્રામ સચીવ હોય છે.જે સયુક્ત રીતે વહીવટ કરતાં હોઈ છે.પંચાયત ને સરકાર તરફથી અને સ્થાનીક કક્ષાએથી વિવિધ ગ્રાન્ટ આપવામાં આવે છે આ ઉપરાંત ગ્રામ પંચાયત પોતે પણ અમુક ટેક્સ દ્વારા નાણાં મેળવે છે. ગ્રામ પંચાયત ના તમામ નાણાં અંગે ની તમામ સત્તા પોતે ગ્રામ પંચાયત ધરાવે છે.
GRAM PANCHAYT GRANT REPORT
ગ્રામ પંચાયત ને ગ્રાન્ટ કોણ આપે અને કેટલી આપે ?
ગ્રામ પંચાયત ને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે છે.આ ગ્રાન્ટ માં અનેક પ્રકાર ની ગ્રાન્ટ નો સમાવેશ થતો હોય છે. જેવી કે (૧)ધારાસભ્ય શ્રી ની ગ્રાન્ટ (૨)સાંસદ સભ્ય શ્રી ની ગ્રાન્ટ (૩)વહીવટી ગ્રાન્ટ (૪)જિલ્લા અને તાલુકા સદસ્ય ગ્રાન્ટ (૫)વિકાસશીલ તાલુકા ગ્રાન્ટ (૬)સફાઈ ગ્રાન્ટ (૭)સ્વચ્છતા ગ્રાન્ટ (૮)ઓક્ટ્રોય ગ્રાન્ટ (૯)એટીવીટી ગ્રાન્ટ (૧૦)ખાણખનીજ ગ્રાન્ટ જેવી અનેક ગ્રાન્ટ ગ્રામ પંચાયત ને મળતી હોય છે.
નાણાપંચ ગ્રાન્ટ
કેન્દ્ર સરકાર દ્વારા દેશ ની તમામ ગ્રામપંચાયતો ને નાણાપંચ ની ગ્રાન્ટ દર વર્ષે વસ્તી આધારીત આપવામાં આવે છે.આ ગ્રાન્ટ વસ્તી ની સંખ્યા મુજબ આપવામાં આવે છે.આ ગ્રાન્ટ ફીક્સ હોઇ છે. આ ગ્રાન્ટ દર વર્ષે ગ્રામ પંચાયત ના બેન્ક ખાતા સીધી જ જમા કરવામાં આવે છે. અને ગ્રામ પંચાયત ની ગ્રામસભા સરકાર ના નિયમો મુજબ આ ગ્રાન્ટ માથી ક્યાં અને કેવા કામ કરવા તે નક્કી કરે છે.આ ગ્રાન્ટ ખૂબ જ મોટા પ્રમાણ માં આપવામાં આવે છે.
ગ્રામ પંચાયત માં આવેલ ગ્રાન્ટ ની માહિતી મેળવવા માટે નીચે મુજબ અનુસરો
- સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ egramswaraj.gov.in પર જાઓ
- જે બાદ એક્સન પ્લાન રીપોર્ટ પર ક્લિક કરો
- જેમાં આપના જિલ્લા અને તાલુકા , ગામ નું નામ સિલેક્ટ કરવાથી તમારા ગામની માહિતી જાણી શકાશે.
નાણાંપંચ ની ગ્રાન્ટ તમારા ગામમાં કેટલી આવી તે GRAM PANCHAYT GRANT REPORT ચેક કરવા અહી ક્લિક કરો
નાણાપંચ ની ગ્રાન્ટ ના ક્યાં ક્યાં કામ થયા તે GRAM PANCHAYT GRANT REPORTચેક કરવા અહી ક્લિક કરો
નાણાપંચ ની ઓફીસીયલ સાઇટ પર જવાથી ઉપર મુજબ નો ડેશબોર્ડ ખુલશે અને આ ડેશબોર્ડ માં બતાવ્યા પ્રમાણે ક્લિક કરવાથી તમે પણ તમારા ગામની ગ્રાન્ટ ની માહીતી વીગતવાર જાણી સકશો.અને કામ ની યાદી ડાઉનલોડ પણ કરી શકસો.
આ ઉપરાંત તમારા ગ્રામ પંચાયત માં કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી અને કેટલી વાપરવામાં આવી તે જાણવા માટે app પણ ડાઉનલોડ કરી શકો છો.જે app ની મદદ થી તમે ગ્રાન્ટ વિષે તમામ માહીતી જાણી શકસો.
app ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

આ ઉપરાંત ગ્રામપંચાય ને અન્ય ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે જે અંગે ની માહીતી ગ્રામ પંચાયત અને અન્ય કચેરી માથી જાણી શકાય છે. ગ્રામ પંચાયત ની લગત અન્ય માહીતી પંચાયત વિભાગ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી પણ જાણી શકાય છે.
ગુજરાત પંચાયત વિભાગ ની ઓફીસીયલી સાઇટ પર જવા માટે અહી ક્લિક કરો
CLICK HERE : PM MUDRA LOAN : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023
