30000 Gyan sahayak khel sahayak Bharti :30000 Teacher bharti Gujarat now

30000 Gyan sahayak khel sahayak Bharti : શિક્ષણ સાથે સંકળાયેલા અને નોકરી ની શોધમાં હોય તેવા લોકો માટે ખૂબ સારા સમાચાર છે.કેમ કે રાજ્ય સરકાર 30000 શિક્ષકો ની એક સાથે ભરતી કરવા જઈ રહી છે.ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે રાજ્ય સરકાર ટૂંક જ સમય માં 30000 કરતાં પણ વધુ શિક્ષકોની ભરતી કરશે.આ ભરતી માં પ્રાથમિક શિક્ષકો , માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અને વ્યાયમ શિક્ષકો નો સમાવેશ થશે.આ ભરતી માટે TAT અને TET -2 પાસ ઉમેદવારો અરજી કરી શકશે.તો ચાલો આપણે આ ભરતી અંગે વિગતવાર આ લેખ માં સર્ચા કરીએ.

30000 Gyan sahayak khel sahayak Bharti : 30000 શિક્ષકો ની ભરતી : શિક્ષકો ની મોટી ભરતી : new recruitment :

શું છે ભરતી ? 30000 Gyan sahayak khel sahayak Bharti

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળા , માધ્યમિક શાળા અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ તાત્કાલિક પૂરી કરવા જ્ઞાન સહાયક અને શાળા કક્ષાએ રમત ગમત ક્ષેત્રે વિધ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ શુધી આગળ આવે તે માટે વ્યાયમ શિક્ષકો તરીકે ખેલ સહાયક ની ભરતી ફિક્સ પાગાર થી કરશે.આ ભરતી કરાર આધારીત 11 માસ સુધી ની હશે અને ત્યાર બાદ કરાર ફરીથી કરવાનો રહેશે. આ ભરતી કાયમી નથી.તથા આ એક યોજના આધારીત કામ ચલાઉ ભરતી હોય વર્ષ 2027/28 સુધી લાગુ રહેશે તેમજ જે બાદ રાજ્ય સરકાર નિર્ણય લેશે. (30000 Gyan sahayak khel sahayak Bharti)

ક્યાં ક્યાં ભરતી કરવામાં આવશે

મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સમાવિષ્ટ સરકારી અને અનુદાનિતપ્રાથમિક શાળા કે જ્યાં અન્ય રીતે ભરતી થયેલ શિક્ષકો સહીત મહેકમ ખાલી છે.તેવી શાળાઓમાં જ્યાં બાળકો ની સંખ્યા 300 કરતાં વધુ છે ત્યાં આવા શિક્ષકો ની નિમણૂક કરવામાં આવશે આ ઉપરાંત આ મુજબ ની શાળાઓમાં વ્યાયમ શિક્ષકો ની પણ નિમણૂક કરવામાં આવશે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ મુજબ ધોરણ દીઠ શિક્ષક ની અમલવારી કરવામાં આવશે

વ્યાયમ શિક્ષક ભરતી

ખૂબ જ લાંબા સમય થી સરકાર દ્વારા વ્યાયમ શિક્ષક ની ભરતી કરવામાં આવેલ નથી જેથી આ ભરતી જાહેર કરવાથી ઉમેદવારો માં ઉત્સાહ જોવા મળેલ છે.વ્યાયમ શિક્ષકો માટે ભરતી પ્રક્રિયા માટે સરકાર દ્વારા અલગથી નિયમો ઘડવામાં આવ્યા છે જેમાં SAT લેવાનું નક્કી કરવામાં આવેલ છે.જે અંગે ના તમામ નિયમો પરીપત્ર બહાર પાડી આપવામાં આવેલ છે જે પરીપત્ર નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાઈ છે.(30000 Gyan sahayak khel sahayak Bharti)

શૈક્ષણીક લાયકાત : ઉમેદવાર માન્ય યુનિવર્ષટી માથી CPEd/DPEd/BPEd/B.A. ઇન યોગા / BSc ઇન યોગા અથવા BPE થયેલ હોવા જોઈએ.

પરીક્ષા : 100 માર્ક નું પેપર લેવામાં આવશે જે પૈકી 70 માર્ક્સ રમત ગમત અને 30 માર્ક્સ માં અન્ય વીષય નો સમાવેશ થશે.

કોણ કોણ અરજી કરી શકે ?

આ ભરતી માટે પ્રાથમિક વિભાગ માટે TET -2 ભરતી ની તારીખ થી 5 વર્ષ સુધી પાસ કરેલ હોય તેવા ઉમેદવાર અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે TAT પાસ કરેલ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. (30000 Gyan sahayak khel sahayak Bharti)

પગાર ધોરણ શું મળશે ?

નોકરી નો પ્રકાર પગાર
પ્રાથમિક જ્ઞાન સહાયક 21000
માધ્યમિક જ્ઞાન સહાયક 24000
ઉચ્ચ માધ્યમિક જ્ઞાન સહાયક 26000
ખેલ સહાયક 21000
આ ઉપરાંત 2 વર્ષ બાદ રાજ્ય સરકાર ને વિચારાધીન પગાર માં ફેરફાર થઇ શકશે.

અરજી કઈ રીતે કરવાની છે ?

આ ભરતી અંગે ના તમામ સત્તાઓ સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર ને આપવામાં આવી છે. તેમજ આ ભરતી અંગે ની અરજી ઓનલાઈન પોર્ટલ પર કરવાની રહેશે જેમાં આપ દ્વારા નક્કી કરેલ શાળા માં મેરીટ મુજબ આપની નિમણૂક આપવામાં આવશે તેમજ SMC દ્વારા ઉમેદવાર પાશે કરાર કરાવવામાં આવશે.જે કરાર સરકાર ના ધારા ધોરણ અને નિયમો થી આધીન રહેશે. કરાર રિન્યૂ કરવાની સત્તાઓ SMC ને આપવામાં આવેલ છે.(30000 Gyan sahayak khel sahayak Bharti)

ઉમર મર્યાદા

નોકરી નો પ્રકાર ઉમર મર્યાદા
પ્રાથમિક જ્ઞાન સહાયક 40 વર્ષ
માધ્યમિક જ્ઞાન સહાયક 40 વર્ષ
ઉચ્ચ માધ્યમિક જ્ઞાન સહાયક 42 વર્ષ
ખેલ સહાયક 35 વર્ષ
આ મર્યાદા અરજી ની તારીખ મુજબ ધ્યાન માં લેવામાં આવશે.

પ્રવાશી શિક્ષક નું શું ?

આ યોજના જાહેર થવાની સાથે જ પ્રવાશી શિક્ષક અંગે ના તમામ ઠરાવ અને પરીપત્રો સરકાર દ્વારા રદ જાહેર કરવામાં આવેલ છે.જેથી પ્રવાશી શિક્ષક ની પોસ્ટ હવે અમલી નહીં રહે.

ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ પરીપત્રો અને ઠરાવો

ઠરાવ / પરીપત્ર ડાઉનલોડ
જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક ઠરાવ DOWNLOAD
જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ઠરાવ DOWNLOAD
ખેલ સહાયક યોજના પ્રાથમિક ઠરાવ DOWNLOAD
ખેલ સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ઠરાવ DOWNLOAD
જ્ઞાન સહાયક યોજના પ્રેસ નોટ DOWNLOAD
ખેલ સહાયક માટે SAT પરીક્ષા GRDOWNLOAD

આ પણ વાચો : જન્મ અને મરણ ના દ્દાખલા મેળવો તમારા ફોન માં બિલકુલ ફ્રી

મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો Join Now
તમામ અપડેટ માટે facebook Page Join કરો Join Now

30000 શિક્ષકો ની ભરતી કોણ કરશે ?

ગુજરાત સરકાર દ્વારા આ ભરતી કરવામાં આવશે.

30000 Gyan sahayak khel sahayak Bharti માં પગાર કેટલો છે ?

આ ભરતી માં પસંદગી પામનાર ને 21000/- થી 26000/- સુધી પગાર આપવામાં આવશે.

આ ભરતી કાયમી છે ?

ના , આ ભારતી 11 માસ કરાર આધારીત ભરતી છે.

Leave a Reply

%d bloggers like this: