LPG ગેસ બુકિંગ: How to book Indane Gas Cylinder from WhatsApp For free
How to book Indane Gas Cylinder from WhatsApp : LPG ગેસ નું ઓનલાઈન બુકિંગ માટે વોટ્સએપ દ્વારા પણ સિલિન્ડર બુક કરી શકાય છે. વોટ્સએપ દ્વારા ઓનલાઈન ગેસ બુકિંગ માટેની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ અહીં આપવામાં આવી છે.
LPG ગેસ સિલિન્ડર થી ભારતમાં ભોજન બનાવવું એ પ્રાથમિક રીત છે. હવે તમે તમારા ઘરની પર થી સેવાઓ માટે અરજી કરી શકો છો. તમે ગેસનું બુકિંગ ઓનલાઈન પણ કરી શકો છો.
ગેસ ઓનલાઈન બુકિંગ કરવા માટે ની વિવિધ રીતો છે
ઈન્ડીયન ઓફિશિયલ પોર્ટલ indane.co.in પર લોગઈન કરીને, રજિસ્ટર્ડ મોબાઈલ ફોનમાંથી SMS દ્વારા, ઈન્ડીયન ગેસ IVRS સેવા દ્વારા અથવા ઈન્ડીયન ગેસ એપ દ્વારા સિલિન્ડર બુક કરી શકો છો.અને હવે સારા સમાચાર છે કે વોટ્સએપ દ્વારા પણ ગેસ સિલિન્ડર બુક કરી શકો છો.
ઈન્ડીયન ગેસ બુકિંગ દ્વારા ગ્રાહકોની સુવિધા માટે સમગ્ર દેશમાં એલપીજી રિફિલ બુકિંગ માટે એક કોમન નંબર શરૂ કરવામાં આવ્યો છે. LPG રિફિલ માટે સામાન્ય બુકિંગ નંબર 7718955555 છે. અહીં WhatsApp દ્વારા ઈન્ડીયન ગેસ ઓનલાઈન બુકિંગ માટે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ છે.(How to book Indane Gas Cylinder)
રીત : (1) SMS દ્વારા નોંધણી ની રીત
- આપના ગેસ કનેક્શન સાથે લિન્ક રજીસ્ટર મોબાઈલ નંબર પરથી 7718955555 પર SMS મોકલવાનો હોય છે.
- આ SMS માં તમારે આપના ગેસ કનેક્શન માટે ની કસ્ટમર આઈ ડી ના પ્રથમ 16 ડીજીટ પછી એક સ્પેસ અને પછી તમારા આધાર કાર્ડ ના છેલ્લા 4 ડિજિટ દાખલ કરવાના હોય છે. જે પછી SMS સેન્ડ કરી દેવાનો છે. (16 Digit ConsumerID)(space)UID(Last 4 Digit of Aadhaar)
- અથવા આ SMS માં તમારે આપના ગેસ કનેક્શન માટે ની કસ્ટમર આઈ ડી ના પ્રથમ 16 ડીજીટ પછી એક સ્પેસ અને પછી તમારા વાઉચર ના છેલ્લા 4 ડિજિટ દાખલ કરવાના હોય છે. જે પછી SMS સેન્ડ કરી દેવાનો છે. (16 Digit ConsumerID)(space)SV(Last 4 Digit of Subscription voucher)
રીત : (2) IVRS દ્વારા નોંધણી ની રીત
- 7718955555 પર ફોન કરો
- જે બાદ આપની ભાષા પસંદ કરો.
- જે બાદ ની સૂચના અનુસરો
રીત : (3) App દ્વારા નોંધણી ની રીત
- એનરોઈડ અને ios app ના ઉપયોગ દ્વારા પણ બુકિંગ કરાવે શકાઈ છે.
WhatsApp પરથી ઈન્ડીયન ગેસ સિલિન્ડર કેવી રીતે બુક કરવું
ગ્રાહકો WhatsApp પર ‘REFILL’ ટાઈપ કરીને તેમના LPG રિફિલ બુક કરાવી શકે છે અને તેને 7588888824 પર મોકલી શકે છે. જો કે, નવી WhatsApp બુકિંગ સુવિધા ફક્ત રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી જ મેળવી શકાય છે. નીચેના પગલાંઓ તપાસો.
- તમારા ફોનમાં 7588888824 નંબર સેવ કરો.
- હવે WhatsApp એપ ખોલો, પછી મેસેજ મોકલવા માટે ચેટ ખોલો.
- ચેટ બોક્સ ઓપન થયા બાદ ગેસ બુક કરવા માટે REFILL ટાઈપ કરો.
- અને મોકલો પર ટેપ કરો.
- ગેસ બુકિંગની સ્થિતિ જાણવા માટે, તમારે સ્ટેટસ# અને ઓર્ડર નંબર મોકલવો પડશે અને તે જ નંબર પર મોકલવો પડશે.
