ikhedut Portal online Application : આજે આપણે ખેડૂતો માટે રાજ્ય સરકાર ની વિવિધ યોજનાનો લાભ એક જ પોર્ટલ (ikhedut Portal) ની તમામ માહિતી જેવી કે આ પોર્ટલ પર ખેડૂતો કઈ કઈ યોજના નો લાભ મેળવી શકે , કઈ રીતે અરજી કરી શકે, કઈ રીતે પોતાની અરજી ની માહિતી મેળવી શકે અને પોતાને અનુકૂળ યોજના નો લાભ મેળવી શકે તથા આ પોર્ટલ પર કઈ રીતે ખેડૂતો અને પશુપાલકો ને મદદ થઈ શકે તે બાબતે વિગતવાર જાણકારી મેળવીશું.
BREAKING NEWS : ખેતી માટે ની યોજનાઓ ની અરજી તારીખ : 05/06/2023 ના રોજ સવારે 10:30 વાગ્યે શરૂ થશે.
મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો | Join Now |
તમામ અપડેટ માટે facebook Page Join કરો | Join Now |
વિશેષ નોંધ : ખેતી ની અરજી વહેલા તે પહેલા ના ધોરણે ફાળવેલ લક્ષ્યાંક ના 110% અરજી સ્વીકારવામાં આવશે.જે બાબત તમામ ખેડૂત મિત્રો વાચકો એ ધ્યાને લેવી.
ikhedut portal | ikhedut Portal online Application | Gujarat ikhedut Portal Registration | ikhedut portal | ikhedut portal 2023 yojana list | ikhedut portal gujarat 2023 | ikhedut contact number | ખેડૂત યોજના 2023 | tractor sahay yojana
ikhedut Portal online Application 2023
ખેડૂત મિત્રો આજે આપણે ખેડૂત માટે ની યોજનાઓ માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સારી રીતે સંચાલન કરવામાં આવી રહેલ online portal એટલે ikhedut Portal ની ની સંપૂર્ણ માહિતી જોઈશું.રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લોકો ને આર્થિક સહાય થાય તે માટે ચલાવાવમાં આવતી હોય છે.જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા e-Samaj Kalyan Portal અમલી બનાવેલ છે.તેવી રીતે રાજ્ય સરકાર ની 190 કરતાં પણ વધુ યોજનાઓ સરકાર ના Digital Gujarat portal પર ચલાવવા આવે છે. આ ikhedut Portal પર ખેડૂતો ,પશુપાલકો અને માછીમારો માટે ની અનેક લાભકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.આ અરજીઓ ઓનલાઇન કરવાની થતી હોય લાભાર્થી માટે ખૂબ સરળ રહે છે.તેમજ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે છે.હાલ ikhedut Portal online Application 2023 ચાલુ થયેલ છે જે માટે ની અરજીઓ કરવાનું હાલ ચાલુ છે.

પી.એમ કિશાન યોજના નો 2000/- નો હપ્તો આપના ખાતા થયો ? ચેક કરવા અહી ક્લિક કરો
ikhedut Portal online Application
ikhedut Portal નો હેતુ
સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી હોય છે.આ યોજનાઓ નું અમલીકરણ સરકાર ની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. જેથી ખેડૂતો દ્વારા રાજ્ય સરકારની કોઈ યોજના માટે અરજી કરવામાં આવે ત્યારે તેણે વિવિધ કચેરીએ જવું પડતું હોય છે અને વારંવાર અનેક કચેરી ની મુલાકાત લેવી પડતી હોય છે. જેના કારણે અરજદાર ખેડૂત ને સમય અને નાણા નું નુકશાન થતું હતું.આ ઉપરાંત અનેક કચેરી ઓ દ્વારા અમલીકરણ થવાના કારણે તમામ યોજનાઓ ની માહિતી ખેડૂતો સુધી સરળતાથી પહોચી શકતી ન હતી.આ તમામ પ્રશ્નો નું સામાધાન માટે રાજ્ય સરકાર દ્વારા આ ikhedut Portal લાગુ કરવામાં આવેલ છે. આ ikhedut Portal પર રાજ્ય ના તમામ ખેડૂતો , પશુપાલકો અને માછીમારો તમામ અરજી એક પોર્ટલ પર કરી શકે છે. અને આ અરજી કરવા માટે અરજદારે કોઈ પણ કચેરી નો સીધો સંપર્ક કરવાની જરૂર રહેતી નથી.જેથી આ ikhedut Portal ખેડૂતો માટે ખૂજ ઉપયોગી સાબીત થઈ રહ્યું છે.(ikhedut Portal online Application)
ખેતી, પશુપાલન અને મત્સ્ય ઉધ્યોગ સંબધીત અરજી
ikhedut Portal પર સરકાર ના મુખ્ય ત્રણ વિભાગો ની અરજી ઓનલાઈન કરી શકાઈ છે.જેમાં ખેતી , પશુપાલન અને મત્સ્ય ઉધોગ ને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે અરજદાર પોતે સરળતાથી અરજી કરી શકે તેવી વ્યવસ્થા સરકાર શ્રી દ્વારા આ ikhedut Portal online Application માટે કરવામાં આવી છે.
ikhedut Portal પર અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવાની તારીખ જાહેર કરવામાં આવે તે તારીખ થી ઓનલાઈન અરજી કરી શકાય છે. આ સમય ગાળો ફિક્સ હોય છે જેથી આપણે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી રાખવું જોઈએ તેમજ જે અરજી કરવાની હોય તે માટે જરૂરી તમામ ડૉક્યુમેન્ટ આપણી પાશે હોવા જરૂરી છે, અન્યથા અરજી કરવાની તારીખ ના સમય માં આવા જરૂરી ડૉક્યુમેન્ટ બનાવવા જઈએ તો આપેલ તારીખ મુજબ અરજી કરવામાં મોડુ થવાથી આપણે આવી યોજના માટે અરજી કરી શકતા નથી.હાલ ikhedut Portal online Application પોર્ટલ ચાલુ છે તેમજ તારીખ : ૦૭/૦૮/૨૦૨૩ થી ખેતી વિષયક અન્ય યુનિટ માટે અરજી શરૂ થવા જઇ રહી છે.
- અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ની યાદી
- ખેડુત માટે ની અરજી માટે 7/12 અને 8-અ ના નવા ઉતારા
- ખેડૂતનું આધાર કાર્ડ
- sc અને st કેટેગરી માટેની યોજના માટે જાતી પ્રમાણપત્ર
- સહકારી મંડળી ના કિસ્સા માં જરૂરી રજીસ્ટ્રેશન
- દૂધ ઉત્પાદક મંડળી ના કિસ્સા માં જરૂરી આધાર પુરાવા
- ખરીદી અંગે બીલ
- બેન્ક પાસ બુક
- મોબાઈલ નંબર
- આત્માની યોજના માટે નિયત નમૂના
- રેશનકાર્ડ
- દિવ્યાંગ માટે દિવ્યાંગ પ્રમાણપત્ર
શ્રી બાજપાઈ બેંકેબલ યોજનાથી 800000/- આઠ લાખ રૂપિયા લોન મેળવો અને 40% સબસિડી મેળવો !
ikhedut Portal online Application
ikhedut Portal online અરજી કરવાની રીત
ikhedut Portal online Application 2023 માટે અરજી કરવી તમામ માટે ખૂબ જ સરળ છે.ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ પંચાયત ના VCE (કોમ્પ્યુટર ઓપરેટર) દ્વારા આ તમામ યોજના માટે ઓનલાઈન અરજી કરી આપવામાં આવે છે.આ ઉપરાંત તમારા નજીક ના જન સુવિધા કેન્દ્ર પર આ માટે અરજી કરી શકાઈ છે.પરંતુ તમે પોતે પણ મોબાઈલ ના ઉપયોગ થી ઓનલાઈન અરજી કરી શકો તે માટે આ પોસ્ટ માં ખૂબ જ સરળ રીત થી અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ ટુ સ્ટેપ આપવામાં આવી છે.
- Step :-1 આપના મોબાઈલ/કમ્પ્યુટર નું બ્રાઉઝર ઓપન કરો.
- Step :-2 જેમાં ikhedut લખી ક્લિક કરો.
- Step :-3 જે બાદ સૌ પ્રથમ જે વેબસાઇટ ikhedut.gujarat.gov.in દેખાઈ તેના પર ક્લિક કરો.
- Step :-4 જેના પર ક્લિક કરવાથી નીચે મુજબ નું ટેબલ ઓપન થશે જેમાં દર્શાવેલ યોજનાઓ પૈકી આ જે વિભાગ ની યોજના માટે અરજી કરવા માંગતા હોવ તેના પર ક્લિક કરો.
- Step :-5 આપ જે વિભાગ પર ક્લિક કરશો તે વિભાગ ની હાલ માં ચાલુ યોજનાઓ ખુલશે દાખલા તરીકે આપ પશુપાલન વિભાગ પર ક્લિક કરશો એટલે પશુપાલન ની હાલ માં ચાલુ યોજનાઓ આપણે દેખાશે.જેમાં યોજના ની ટૂંકી વિગત , યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટ અને ઓનલાઈન અરજી કરવાના ઓપ્સન આપેલ છે જેના પર ક્લિક કરવાથી અરજી કરી સકાશે.(ikhedut Portal online Application)
- Step :-6 આ બોક્સ માં આપેલ ” વધુ માહિતી માટે અહી ક્લિક કરો ” પર ક્લિક કરવાથી યોજના ની વિગરતવાર માહિતી અને સરકાર દ્વારા આ વર્ષે કેટલા લોકો ને આ યોજના નો લાભ આપવાનો છે તે જોઈ સકાશે.
- Step :-7 આ બોક્સ માં ” ડૉક્યુમેન્ટ ” ઓપ્સન પર ક્લિક કરવાથી નીચે મુજબ નું બીજું બોક્સ ઓપન થસે તેમાં ” જોવો ” બટન પર ક્લિક કરવાથી આપ જે યોજના માટે અરજી કરવા માંગો છો તે યોજના માટે તમામ નિયમો અને શરતો ની pdf ડાઉનલોડ કરી શકાશે.

- Step :-8 ” અરજી કરો ” બટન પર ક્લિક કરવાથી નીચે મુજબ નું પેજ ઓપન થશે. જેમાં તમે ઘાતક/ઓઝાર માટે અરજી કરવા માંગો છો તેનું નામ આવશે અને નીચે ” તમે રજીસ્ટર્ડ અરજદાર છો ?” તેવો પ્રશ્ન પુછવામાં આવેલ છે. જો તમે અગાઉ આ ikhedut Portal પોતાનું રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા પસંદ કરવાનું અને રજીસ્ટ્રેશન કરેલ ના હોય તો ના પર ક્લિક કરી આગળ વધો પર ક્લિક કરવાનું છે.
- Step :-9 જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના પર ક્લિક કરો. અને આગળ વધો પર ક્લિક કરવાથી નીચે મુજબ નું પેજ ઓપન થશે. જેમાં અરજદાર ની વિગતો ભરવાથી આપનું રજીસ્ટ્રેશન થઈ જશે.
- Step :-10 જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા પર ક્લિક કરો.જેમાં આપનો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખવાથી otp દ્વારા વેરીફિકેશન થયેથી આપ ઓનલાઈન અરજી કરી સકશો.
STEP : 01 નવી અરજી કરવા માટે : HOW TO APPLY ONLINE
- જો આપ નવી અરજી કરવા માંગતા હોય તો ” નવી અરજી કરવા ક્લિક કરો ” બટન પર ક્લિક કરો
- આપના દ્વારા રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ આપ જે યુનિટ માટે અરજી કરવા માંગો છો તેના માટે અરજી કરો જેમાં મોટા ભાગની વિગતો ઓટોમેટીક ભરેલી જ આવી જશે.
- ઓનલાઈન માહિતી ભર્યા બાદ “કેપ્ચા કોડ” નાખવાનો રહેશે.
- સંપૂર્ણ માહિતી ભર્યા બાદ, ફરીથી વિગતો ચેક કરવાની રહેશે અને ત્યારબાદ ”અરજી સેવ કરો” તેના પર ક્લિક કરો.
- જે બાદ આપના સ્ક્રીન પર એક નંબર દેખાશે તે તમારો અરજી ક્રમાંક છે. જે તમારે સાચવી રાખવાનો છે.
STEP : 02 અરજી અપડેટ કરવા માટે
ઘણી વાર આપણે અરજી કરી દીધેલ હોય છે પરંતુ ત્યાર બાદ ખ્યાલ આવે કે આપણી અરજી માં ભૂલ છે. તો આવી ભૂલ સુધારવા માટે આ ઓપ્સન આપવામાં આવેલ છે જેનો ઉપયોગ કરી આપ અરજી ની સુધારો કરવા પાત્ર વિગતો સુધારી અરજી સબમિટ કરી શકો છો.અરજી અપડેટ કરવા માટે ” અરજી અપડેટ ક્લિક કરો ” બટન પર ક્લિક કરો.
STEP : 03 અરજી કન્ફર્મ કરવા માટે
- ” અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો ” પર ક્લિક કરવાથી જે પેજ ઓપન થાય તેમાં આપનો ખેતીનો ખાતા નામબર અને રેશનકાર્ડ નંબર લખવાથી આપની અરજી ની વિગતો ઓપન થશે.
- આપના દ્વારા જે યુનિટ માટે અરજી કરવામાં આવેલ છે તે માટે આપ દ્વારા કન્ફર્મેશન આપવું જરૂરી છે. આપ દ્વારા ઓનલાઈન અરજી કર્યા આ મેનૂ પર જઈને અરજી કન્ફર્મ કરવાની છે.જે બાદ આપની અરજી લાભાર્થી તરીકે ધ્યાન માં લેવામાં આવશે.
- ખાસ નોંધ : એક વાર અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ સુધારો કરી શકાશે નહીં.
STEP : 04 અરજી પ્રિન્ટ કરવા માટે
- ” અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો ” બટન પર ક્લિક કરવાથી આપના રેશનકાર્ડ નંબર અને ખાતા નંબર નાખવાથી અરજી પ્રિન્ટ કરી શકાશે.
- જે પ્રિન્ટ આપ મેળવો તેના પર જરૂરી કચેરી ના સહી સિકા અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ તે ઓનલાઈન અપલોડ કરવાની છે.
STEP : 05 સહી-સિક્કા સહિત ની અરજી ઓનલાઈન અપલોડ કરવા માટે
- ” અરજી પ્રિન્ટ ની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો ” બટન પર ક્લિક કરવાનું છે.
- જેના પર ક્લિક કરવાથી રેશનકાર્ડ નંબર અને અરજી નંબર નો ઉપયોગ કરી જે પેજ ઓપન થાય તેના પર માગ્યા મુજબની ફાઇલ અપલોડ કરવાની છે.
- આપની સહી સિક્કા સહિત સ્કેન કરી ફાઇલ અપલોડ કરો.
STEP : 06 ડૉક્યુમેન્ટ અપલોડ કરવા માટે
- આપ જે યુનિટ માટે અરજી કરવા માંગો છો તેના માટે ક્યાં ડૉક્યુમેન્ટ ની જરૂર છે તે આપણે આગળ જોયું છે તે મુજબ ના ડૉક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના થાય છે.
- સ્કેન કરેલ ડોક્યુમેંટ 200 kb થી વધુ થવી જોઈએ નહીં.
- જેના માટે ” ડૉક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો ” બટન પર ક્લિક કરવાથી જે પેજ ઓપન થાય તેમાં અરજી નંબર અને રેશનકાર્ડ નંબર નાખવાથી આપ જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરી સકશો.
અરજી સફળતા પૂર્વક સબમીટ થયેલ છે.
ઉપર મુજબ ના તમામ સ્ટેપ પૂર્ણ થયા બાદ આપની અરજે ઓનલાઈન સફળતા પૂર્વક સબમીટ થયેલ માનવામાં આવશે.પરંતુ માત્ર ઓનલાઈન અરજી કરવાથી આપ જે ઘટક માટે અરજી કરી રહ્યા છો તેનો લાભ આપને મળી જશે તેવું નથી.રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા ને નિયત ટાર્ગેટ ફાળવવા માં આવેલ હોઈ છે જે માટે ટાર્ગેટ કરતાં વધુ અરજી મળવાના કિસ્સા માં જિલ્લા કક્ષાએ મળેલ અરજી નો ડ્રો કરવામાં આવે છે અને તે મુજબ ના લાભાર્થીઓ ને જે તે કચેરી દ્વારા જાણ કરવામાં આવે છે.જે જાણ થયા બાદ આપણે જે પણ પ્રક્રિયા કરવા માટે સૂચના મળે તે મુજબ ની પ્રક્રિયા કરવાથે આપ આ યોજના નો લાભ મેળવી શકસો.
ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવાનું છે ?
- સૌ પ્રથમ તો આપ અરજી ની પ્રિન્ટ મેળવી લો.
- આ પ્રિન્ટ પર આપની અરજી મુજબની કચેરી ના સહી સિક્કા કરાવી લો.
- સહી સિક્કા સહિત ની અરજી ઓનલાઈન અપલોડ કરો.
- જે બાદ ની ફાઇનલ અરજી આપના કચેરી ખાતે સબમીટ કરવાની છે.
- જે બાદ આપને જાણ કરવામાં આવે ત્યારે યુનિટ / ઓઝાર / સાધન ની ખરીદી કરો.
અરજી નું સ્ટેટસ ઓનલાઈન જોવા માટે
આપના દ્વારા કરવામાં આવેલ અરજી નું શું થયું તે જોવા માટે ની સુવીધા પણ આ ikhedut Portal પર આપવામાં આવેલ છે.
- ikhedut Portal ના હોમ પેજ પર ” અરજી નું સ્ટેટસ તપાસવા / રી-પ્રિન્ટ કરવા માટે અહી ક્લિક કરો ” પર ક્લિક કરો.
- જેના પર ક્લિક કરવાથી જે પેજ ઓપન થાય તેમાં અરજી નો પ્રકાર સિલેક્ટ કરી અને અરજી ક્રમાંક નાખવાથી આપ અરજી નું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકો છો.

ikhedut Portal ની મહત્વ ની લિન્ક
અહી ikhedut Portal ની કેટલીક મહત્વની લિંક્સ આપેલ છે જેનાથી આપ ડાયરેકટ ક્લિક કરી અરજી કરી શકો છો.
આપની અરજી મંજૂર કે નામજૂર થઈ છે તે જોવા માટે | અહી ક્લિક કરો |
ખેતી ની યોજના નો લાભ લેવા માટે | અહી ક્લિક કરો |
પશુપાલન યોજના નો લાભ લેવા માટે | અહી ક્લિક કરો |
મત્સ્ય પાલન યોજના નો લાભ લેવા માટે | અહી ક્લિક કરો |
ગોડાઉન ની સબસીડી માટે | અહી ક્લિક કરો |
ખેતીવાડી અધિકારી શ્રી નો સંપર્ક | અહી ક્લિક કરો |
પ્રાકૃતિક ખેતે અભિયાન સાથે જોડાવા માટે | અહી ક્લિક કરો |
ખેતી વિષયક માહિતી મેળવા માટે | અહી ક્લિક કરો |
ikhedut Portal online Application કરવાની ઓનલાઈન પ્રક્રિયા હાલ ચાલુ છે જે માટે વધુ માહિતી આપના તાલુકા ખેતીવાડી અધિકારી અને ગ્રામ સેવક પાશે થી મેળવી શકો છો. આ ઉપરાંત અરજી અંગે આપના ગ્રામ પંચાયત ખાતે ના ઇ – ગ્રામ સેન્ટર પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.શહેરી કક્ષાએ મામલતદાર અને જિલ્લા ખેતીવાડી કચેરી નો સપર્ક કરી શકાઈ છે.આ પોસ્ટ માં ઉપર સંપર્ક માટેની માહીતી આપવામાં આવેલ છે. જેમાં આપના જિલ્લા મુજબ સંપર્ક કરી શકો છો. સરકાર શ્રી ની આ પોર્ટલ પરની અનેક યોજનાઓ નો લાભ લાયક તમામ ખેડૂતો લઈ રહ્યા છે અને પોતાની ખેતી માં પ્રગતી કરી રહ્યા છે જેથી ઓનલાઈન અરજી કરવા માટે ની તમામ માહિતી આ પોસ્ટ માં રજૂ કરવામાં આવે છે.
ખેતી ની અન્ય યોજનાઓ માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |
ikhedut Portal અંગે વધુ પૂછવામાં આવતા faq’s
ikhedut Portal પર અરજી કઈ રીતે કરી શકાઈ ?
અરજી કરવા માટે તમે આપની નજીક ના જન સુવિધા કેન્દ્ર પરથી અને આપના મોબાઈલ પરથી પણ અરજી ઓનલાઈન કરી શકો છો.
ikhedut Portal પર અરજી કરવા ફી ભરવી પડે છે ?
ના , અહી પોર્ટલ પર તમે ફ્રી માં અરજી કરી શકો છો.
ikhedut Portal પર ક્યાં ક્યાં વિભાગ ની અરજી કરી શકાઈ છે ?
આ પોર્ટલ પર ખેતી , પશુપાલન , મત્સ્ય ઉધ્યોગ અને આ ઉપરાંત સરકાર જે કોઈ યોજના આ પોર્ટલ પર મુકે તેની અરજી કરી શકાઈ છે.
ikhedut Portal પર ક્યારે અરજી કરી શકાઈ ?
હાલ આ પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે.
ikhedut Portal પર અરજી કરનાર ખેડૂત હોવા જરૂરી છે ?
ના, યોજના મુજબ અલગ અલગ લાયકાત ધરાવતા અરજદાર અરજી કરી શકે છે.
ikhedut Portal પર અરજી કરવા માટે id અને pasward ની જરૂર પડે છે ?
ના , કોઈ પણ વ્યક્તિ પોતાનું રજીસ્ટ્રેશન કરી આ પોર્ટલ પર અરજી કરી શકે છે.
related : ikhedut portal | ikhedut Portal online Application | Gujarat ikhedut Portal Registration | ikhedut portal | ikhedut portal 2023 yojana list | ikhedut portal gujarat 2023 | ikhedut contact number | ખેડૂત યોજના 2023 | tractor sahay yojana