JIRA NA BHAV 60000/- ની પાર પહોચી ગયા છે. તમામ જાણકારો નો મત સાચો પડી રહ્યો છે.ખેડૂતો ને પણ સારા ભાવ મળી રહ્યા છે. સામાન્ય ભાવ પણ 50000 થી 55000 સુધી મળી રહ્યા છે.ગત વર્ષ કરતાં આ ચાલુ વર્ષ માં ખેડૂતો તે લગભગ બમણા ભાવ મળી રહ્યા છે જો કે આ તમામ વચ્ચે એ પણ ખાસ અગત્ય નું છે કે ખેડૂતો દ્વારા 90% કરતાં પણ વધુ માલ વેચી દેવામાં આવેલ છે. જેથી ખૂબ જૂજ ખેડૂતો આ ઊચા ભાવ નો લાભ લઈ રહ્યા છે.આજ ના આ લેખ માં આપણે આવનાર સમય માં જીરું ના ભાવ કેવા રહેવાની સંભાવના છે તે બાબતે સર્ચા કરીશું.
ભારત માં જીરા નું ઉત્પાદન (JIRA NA BHAV)
ભારત માં જીરા નું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત અને રાજસ્થાન ના ખેડૂતો કરે છે ખાસ કરીને ગુજરાત માં જીરાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.ગત વર્ષ કરતાં આ ચાલુ વર્ષે જીરા ના ઉત્પાદન માં ધટાડો નોંધવામાં આવેલ છે.ગુજરાત અને રાજસ્થાન માં કમોસમી વરસાદ ના લીધે અનેક વિસ્તારોમાં જીરા ના ઊભા પાક સંપૂર્ણ નાસ પામેલ હતા.જેથી ચાલુ વર્ષે બજાર માં આવક પણ ઘટી છે, જેના લીધે ભાવ માં ખૂબ મોટો વધારો નોંધવામાં આવેલ છે.ગુજરાત ના અને વિશ્વના જીરા માટે સૌથી મોટા માર્કેટ યાર્ડ ઊંઝા માં પણ ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં ઓછો જથ્થો આવેલ છે.
ગુજરાત ના વિવિધ માર્કેટિંગ યાર્ડ માં ભાવ પર એક નજર
માર્કેટિંગ યાર્ડ નુ નામ | ઊચા ભાવ (ક્વિન્ટલ) | ઊચા ભાવ (20 કિલો) |
ઊંઝા | 59505 | 11901 |
રાજકોટ | 54500 | 10900 |
ગોંડલ | 62380 | 12476 |
જામનગર | 54250 | 10850 |
રાપર (કચ્છ) | 52500 | 10500 |
જામ જોધપુર | 54130 | 10826 |
ધ્રાંગધ્રા | 53255 | 10651 |
જુનાગઢ | 52500 | 10500 |
પાટણ | 60000 | 12000 |
ધાનેરા | 52500 | 10500 |
માંડલ | 52500 | 10500 |
જૂન – 2023 માં જીરા ના ભાવ
જૂન મહિના માં ભારતીય બજાર માં પણ જીરા ની માંગ સૌથી વધુ રહે છે કેમ કે આ મહિના માં તમામ ઘરો માં મસાલા નો સંગ્રહ કરવામાં આવે છે. આખા વર્ષ માટે ના મસાલા આ મહિના માં ખરીદ કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત ભારતીય બજાર માં ખૂબ મોટા ડીલર અને વેપારી ઓ પણ જૂન મહિના માં ખરીદી કરતાં હોય છે.હાલ બજાર માં કિલો JIRA NA BHAV 700/- થી 800/- ની આસપાસ ચાલી રહ્યા છે.જે ગત વર્ષ કરતાં લગભગ બમણા છે.
આજના દીવશે ભાવ
જૂન મહિનો પૂર્ણ થવામાં છે તેવામાં જૂન મહિના ના છેલ્લા અઠવાડિયા માં જીરું ભાવ ઈતિહાસીક સપાટી પર છે.જીરું ના ભાવ 60000/- ની આસપાસ લગભગ તમામ યાર્ડ માં બોલાઈ રહ્યા છે અને અમુક યાર્ડ માં આ કરતાં પણ વધુ ભાવ બોલાઈ રહ્યા છે.આ ભાવ જીરા ની ગુણવત્તા પર આધાર રાખતા હોય છે. અહી આપણે જે વાત કરી રહ્યા છે તે ટોપ ક્વોલિટી જીરા ની વાત કરી રહ્યા છે.
કેમ જીરા ના ભાવ આટલા ઊચા જતાં રહ્યા ?
આમ તો આપણે છેલ્લા ત્રણ થી ચાર વર્ષ ની વાત કરીએ તો જીરા ના ભાવ માં પ્રમાણમાં આ રીતે જ તેજી જોવા મળી છે. દર વર્ષે જીરા માં 50% ની આસપાસ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.ગત વર્ષ માં જીરા ની ખરીદી 5000/- થી 6000/- સુધી કરવામાં આવી હતી જે આ વર્ષે ડબલ ભાવે કરવામાં આવી રહે છે.આ ચાલુ વર્ષમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે.આ વધારા અનેક કારણો છે. JIRA NA BHAV
મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો | Join Now |
તમામ અપડેટ માટે facebook Page Join કરો | Join Now |
મુખ્ય કારણો
- ખાસ કરીને ડીમાંડ અને સપ્લાય માં જ્યારે ગેપ વધે છે ત્યારે ભાવ માં ઉતાર ચડાવ આવે છે. પાછલા કેટલાક વર્ષો માં દેશ અને દુનિયામાં જીરા નું ઉત્પાદન ઘટ્યું છે જેથી પાછલા વર્ષ ના ડિમાન્ડ પણ કેરી ફોરવર્ડ થવાથી માંગમાં વધારો અને ઉત્પાદન ઓછું ઓહાથી આ ભાવ માં વધારો જોવાઈ રહ્યો છે.FISSના ચૅરમૅન અશ્વિન નાયક ના કહેવા મુજબ, ગયા વર્ષે પાક ઓછો આવેલ હતો. અને તેમાં ચાર-પાંચ વર્ષના પાછલા સોદાઓ બાકી હતા. તેથી ભાવમાં ઉછાળો નોધવામાં આવ્યો.
- રાજસ્થાન માં આ વર્ષે જીરા માં પાક ના સમયે કમોસમી વરસાદ થવાથી ખૂબ મોટા પાયે જીરા ના પાક ને નુકસાન થયું છે.
- જીરા નો પાક ખૂબ જોખમી પાક છે જેથી ખેડૂતો આ પાક વાવેતર કરવામાં ઉત્સક રહેતા નથી. જેથી ઉત્પાદન માં વધારો થઈ રહ્યો નથી.
- આ ઉપરાંત જીરા ના ઉત્પાદન માં વિદેશ માં પણ ઘટાડો નોંધાયો હોવાથી ભારતીય જીરા ની ડેમાંડ માં ખૂબ વધારો થયો છે.
ભારત ના જીરા ની વિશ્વ માં વધુ માંગ
વિશ્વ માં સૌથી વધારે અને સારી ગુણવતા નું જીરું ભારત દ્વારા ઉત્પાદીત થાય છે આમ પણ આપણે જાણીએ છીએ કે ભારત એ વિશ્વ માં ગરમ મસાલા નિકાસ કરતો સૌથી મોટો દેશ છે અમે આ ગરમ મસાલા ના કારણે જ અંગ્રેજો ભારત સુધી આવ્યા હતા.એટ્લે ભારતીય મસાલાઓની માંગ સમગ્ર વિશ્વ માં છે. ભારત જીરા નો સૌથી મોટો નિકાસકાર છે.ભારત ઉપરાંત અફઘાનિસ્તાન , તુર્કી, ઈરાન અને સીરીયા પણ જીરા નું ઉત્પાદન થાય છે. પરંતુ આ દેશ માં વિવિધ પરીસ્થીતી ના કારણે જીરાનું ઉત્પાદન તળીયે ગયું છે. જેથી વિશ્વ ને બજારો જીરા માટે ભારત તરફ મીટ માંડીને બેઠી છે.આ પરિસ્થીતી જોતાં જીરા ના ભાવ હજુ વધારો નોંધાય તેવી પૂરી સકયતાઓ છે.
ઉત્પાદક દેશ ની સ્થિતી
- સિરીયા : અહી હાલ અરાજકતા છે જેથી આંતરાસ્ટ્રીય વ્યાપાર શક્ય નથી.
- અફઘાનિસ્તાન : તાલીબાની સાશન બાદ કોઈ માહિતી આપ લે થઇ રહી નથી.
- તુર્કી : અહી હાલમાં જ ભયાનક ભૂકંપે સંપૂર્ણ વ્યવસ્થા ખોરવી નાખી છે જેથી હાલ આ દેશ પણ નિકાસ માટે સક્ષમ નથી.
આ તમામ ની વચ્ચે ભારત હાલ સમગ્ર વિશ્વ માં પોતાની સફળતાની તાકાત બતાવી રહ્યો છે વિશ્વ ના દેશો ભારત સાથે વ્યાપાર કરવા થનગની રહ્યા છે. આવા તમામ સાનુકૂળ સંજોગો ના કારણે ભારતીય જીરા ની ડિમાન્ડ ખૂબ જ વધી જવાની સાથે ભાવ માં પણ 100% જેટલો વધારો નોધાયો છે.
સટ્ટા બજાર અને જીરું !
વિશ્વ માં જીરા ની ખૂબ જ મોટી માંગ , સ્થાનીક બજારો માં વધુ ડિમાન્ડ અને જીરા પાકને કમોસમી વરસાદ થી થયેલ નુકશાન આ તમામ બાબતો ના કારણે જીરા ની બજાર માં ખૂબ જ તેજી છે અને જીરાના ભાવ રોકેટ ગતીએ વધી રહ્યા છે.આ બધા કારણો વચ્ચે સટ્ટા બજાર માં પણ તેજી જોવા મળી રહી છે.
સટ્ટા બજાર ની ધારણા
જાન્યુઆરી 2023 થી જીરાના ભાવ માં ઉછાળા ની શરૂઆત થઈ હતી જે ફેબ્રુઆરી 2023 આવતા થોડી નરમ પડે હતી પરંતુ તે જીરાના ઉત્પાદન સમય હતો અને તમામ ને આશા હતી કે બજાર માં ખૂબ મોટા જથ્થા માં જીરા ની આવક થશે પરંતુ કમોસમી વરસાદ ના લીધે જીરાનું ઉત્પાદન ઘટી ગયું અને ડિમાન્ડ ખૂબ મોટી વધી જેથી ભાવ માં એપ્રીલ 2023 માં સામાન્ય વધારો અને મે 2023 માં સ્થાયી ભાવ રહ્યા જે ભાવ જૂન 2023 માં ભયંકર વધીને 60000/- કરતાં પણ વધારે કિમમત પર પહોચી ગયા.
શું જીરા ના ભાવ માં હજુ આવી જ તેજી રહેશે ?
અમુક જાણકારો ના કહેવા મુજબ જીરું ભાવ અમુક સટ્ટા ખોરી ના કારણે વધી રહ્યા છે પરંતુ માત્ર આ હકીકત પરથી આગામી સમય માં શું ફેરફાર આવશે તે નક્કી ન થઇ શકે તેના અનેક કારણો છે.આંતરરાષ્ટ્રીય બજાર માં જેમ કે ચીન અને બાંગલાદેશ ભારતીય જીરા ની ખરીદી કરવા માટે લાઇન માં છે પરંતુ ભારત પાશે હાલ એટલા પ્રમાણ માં જીરા ની આવક નથી કે તે જીરાની નિકાસ કરી શકે.આ ઉપરાંત વાયદા બજાર માં આવક નથી અને ખરીદદારો ની સંખ્યા માં વધારો થયો છે.આ ઉપરાંત જીરાની બજાર નો ગ્રાફ હાલ ખૂબ ઊચો જે જડપ થી ગયો છે તેજ જડપથી આ ગ્રાફ નીચે પણ આવે શકે તેવા સંજોગો પણ છે. પરંતુ ટૂંકા ગાળા માં જીરાની બજાર તેજી તરફ છે તે નોંધનીય છે.
ખેડૂતો ની શું હાલત ?
લગભગ 80 થી 90% ખેડૂતો એ પોતાનો માલ (જાણશી)વેચી આપેલ છે કેમ કે ફેબ્રુયારે અંત અને માર્ચ ની શરૂઆત માં જ જીરાનું ઉત્પાદન આવી જતું હોય છે અને ખેડૂતે આ વખતે ઉત્પાદન ની સરૂઆત માં જ ગત વર્ષ ના ભાવ કરતાં વધુ ભાવ મળી રહ્યા હતા અને મોટા કદના વેપારીઓ દ્વારા એડવાન્સ ખરીદી પણ કરવામાં આવી હતી જેથી ખેડૂતો દ્વારા પોતાનો માલ વહેચી દેયવામાં આવેલ છે. આ ઉપરાંત માર્ચ બાદ ખેડૂતો પોતાની પાક ધીરાણ અને અન્ય લોન પણ સરભર કરતાં હોય છે આ ઉપરાંત જમીન સુધારા અને ખાતર ખરીદી બિયારણ ખરીદી જેવા ખર્ચ માટે નાણાકીય જરૂરીયાત જોતાં માર્ચ થી મે 2023 દરમિયાન મોટા ભાગના સોદા પૂરા થયેલ છે.
જીરું રાખવું કે વેચવું ?
પરંતુ અમુક ખેડૂતો પાશે હાલ પણ જીરા નો પાક છે. આવા ખેડૂતો હવે અસમજશ માં છે અને મુંજવણ માં છે કે હવે ભાવ માં વધારો થશે કે કેમ ? ઉપરોક્ત તમામ હકીકત જોતાં આવનાર ટૂંકા ગાળા માં ભાવ ઘટવાના સંજોગો ખૂબ ઓછા છે જેથી થોડી રાહ જોઈ શકાઈ તેમ છે. જેઓ પાક સંગ્રહ કરવા માંગતા હોય તેઓ માટે જીરું નો સંગ્રહ કરવો અન્ય પાકો કરતાં સરળ રહે છે.આ માટે વધારાનો ખર્ચ કરવાની જરૂર રહેતી નથી.
શું છે વેપારીઓ ના વિચાર ?
હાલ વેપારીઓ પણ આ બજાર થી ખૂબ સાવચેતી વર્તી રહ્યા છે કેમ કે ભાવ માં જે રીતે વધારો આવ્યો છે તે જોતાં ઘટાડા ની પણ પૂરી શક્યતા છે જેથી વેપારીઓ ખરીદી અને સાથે વેચાણ કરી રહ્યા છે સ્ટોક પર ભાર આપી રહ્યા નથી અગાઉ જે માર્ચ 2023 થી મે 2023 માં ખરીદી કરવામાં આવી હતી તેમાં વેપારીઓ ને સારું એવું વળતર પ્રાપ્ત થયું છે.પરંતુ વેપારીઓ હાલ ના ભાવ ને ટોચ ના ભાવ વિચારીને ખરીદી કરી રહ્યા છે.નાના ગજાના વેપારીઓ કમિશન પર ધંધો કરવાનું ચાલુ કર્યું છે.જેથી જીરા ની હાલ ની બાજર વેપારીઓ માટે ખૂબ જ કાળજી થી કામ કરવા જેવી છે.
જીરું પકવતા ખેડૂતો નો મત
જીરું પકવતા ખેડૂતો આ ભાવ મળવાથી સંતુષ્ટ છે.સાથે તેઓ જણાવે છે જીરાનું ઉત્પાદન કરવું ખૂબ જ અઘરું અને રિસકી કામ છે.ચાલુ વર્ષે અનેક ખેડતો ને એક રૂપિયાની પણ આવક થાય નથી જ્યારે અમુક ખેડતો કે જેઓને માવઠા ની અસર ઓછી હતી તેઓને પણ ભાવ સારા મળવાથે સરેરાસ આવક થઇ હતી.જ્યારે જેઓને સારું ઉત્પાદન થયું છે તેવા ખેડૂતો ને 2 થે 3 ગણું વળતર પ્રાપ્ત થયું છે.જીરું નો પાક ખૂબ રિસ્કી હોવાથી તમામ ખેડૂતો આ પાક નું વાવેતર કરતાં નથી પરંતુ ચાલુ સાલ ના ભાવ જોતાં આવતા વર્ષે જીરા નું વાવેતર વધે તેવી પૂરી હકારાત્મક ધારણા છે.

Related caption : JIRA NA BHAV : AJNA JIRA NA BHAV : UNJA JIRA NA BHAV : RAJKOT YARD JIRA NA BHAV : JAMJODHAPUR JIRA NA BHAV : NAVA JIRA NA BHAV : GONDAL JIRA NA BHAV : SHU CHE JIRA NA BHAV
મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો | Join Now |
તમામ અપડેટ માટે facebook Page Join કરો | Join Now |
faq’s
Ajna jira na bhav shu che ?
રોજે રોજ ના જીરા ના ભાવ જાણવા અમારું વોટ્સએપ ગ્રૂપ જોઇન કરો. આજના જીરા બજાર માટે અહી click કરો
apmc jiru bajar bhav ?
આજે apmc માં જીરું ના બજાર ભાવ 10000 થી 12000 સુધી રહ્યા હતા.