Karkirdi Margdarshan 2023 : ટૂંક સમય પહેલા જ ગુજરાત બોર્ડ ની ધોરણ 12 ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે.એટલે તમામ વિધ્યાર્થી અને વાલીઓ વેકેશન ના મૂડ માં છે.પરંતુ વાલી અને વિધ્યાર્થીની ખરેખર સાચી પરીક્ષા હવે શરૂ થશે.કેમ કે આજ દીન સુધી જે કઈ નિર્ણય હતા તે માત્ર અભ્યાસ પૂરતા અને આપણી આવડત પૂરતા હતા. પરંતુ હવે જે નિર્ણય લેવાના છે તે નિર્ણય તમારી આગળ જિંદગી કેવી રહેશે તેના વિષે નો છે.જે વિધ્યાર્થી સામાન્ય પ્રવાહ માં પરીક્ષા આપે છે તેઓ સામે પણ અનેક પસંદગી છે અને જેઓએ સાયન્સ પ્રવાહ માં પરીક્ષાઓ આપી છે તેમના માટે પણ અનેક પસંદગીઓ છે.
જુનીયર કલાર્ક રીઝલ્ટ જોવા માટે અહીં |
ક્લિક કરો |
ધોરણ 12 આર્ટસ પછી શું ?
ધોરણ 12 આર્ટસ પાસ કર્યા બાદ તમે આર્ટસ ના કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએટ કરી શકો છો અને ત્યાર બાદ માસ્ટર ડીગ્રી પણ મેળવી શકો છો.BA (bachelor of arts) સામાન્ય પ્રવાહ ના વિધ્યાર્થીઓ માં આ ખૂબ જ પ્રખ્યાત કોર્ષ છે. જે વિધ્યાર્થીઓ આગામી સમય માં કોઈ પણ વિષય માં માસ્ટરી મેળવી સરકારી પરીક્ષા જેવી કે GPSC અને UPSC પાસ કરવા માંગતા હોય તેઓ આ કોર્ષ સામાન્ય રીતે પસંદ કરતાં હોય છે. આજ કાલ અન્ય રાજ્યો ની જેમ જ ગુજરાત માં પણ સરકારી નોકરી અંગે GPSC અને UPSC પરીક્ષા પાસ કરવાનું પ્રમાણ વધી રહ્યું છે.એટલે BA (bachelor of arts) પણ એક સારો વિકલ્પ છે.આ ઉપરાંત જો કોઈ શિક્ષણ ના વ્યવસાય સાથે જોડાવા માંગતા હોય તેઓ પણ BA (bachelor of arts) બાદ B.Ed. કરી શિક્ષક બની શકે છે અને પોતાના વિષય પર માસ્ટર ડીગ્રી બાદ P.hd કરી પ્રોફેસર પણ બની સકે છે.( Karkirdi Margdarshan 2023 )
Karkirdi Margdarshan 2023

ધોરણ 12 કોમર્સ પછી શું ?
જે વિધ્યાર્થીઓએ ધોરણ 12 માં કોમર્સ ના વિષય સાથે પરીક્ષા પાસ કરી હોય તેઓ પાસે અનેક વિકલ્પ ખુલ્લા રહે છે.તેઓ ઉચ્ચ અભ્યાસ થી માંડીને પોતાના વ્યવસાય સુધીના ના અભ્યાસ ક્રમો પસંદ કરી શકે છે. આમ પણ કોમર્સ વિષય નો અભ્યાસ કરવા વાળા વિધ્યાર્થીની સંખ્યા મોટી હોય છે. તો આપણે ધોરણ 12 માં કોમર્સ ના વિષય સાથે પરીક્ષા પાસ કરી હોય તેઓ ક્યાં ક્યાં કોર્ષ અને ડિગ્રી મેળવી શકે તે વિગતે જોઈએ.( Karkirdi Margdarshan 2023 )
- ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસ ક્રમો
- B.Com. (બેચલર ઓફ કોમર્સ)
- B.B.A. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)
- B.B.A / B.Sc. ઈન હોટલ મેનેજમેન્ટ / ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સ મેનેજમેન્ટ
- B.C.A. (બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લિ કેશન)
- B.Sc. (I.T.) (બેચલર ઓફ સાયન્સ ઈન ઈન્ફર્મેશન ટેક્નોલૉજી)
- B.Sc. (IT ઈન ડેટા સાયન્સ ),
- B.Sc. (IT ઈન ક્લાઉડ કમ્પ્યૂટિગ),
- B.Sc. (IT ઈન સાયબર સિક્યોરિટી)
- IT ઈનઈન્ફ્રાસ્ટ્ર ક્ચર મેનેજમેન્ટ સર્વિસીસ
- B.J.M.C. (બેચલર ઈન જર્નાલિઝમ એન્ડ માસકમ્પ્યૂનિકેશન)
- B.A. (એડવાન્સ જર્નાલિઝમ એન્ડ માસકમ્યુનિ કેશન)
- B.Sc.-Yoga (બેચલર ઓફ સાયન્સ ઈન યોગા)
- B.B.A.-Logistic (બેચલર ઓફ બિ ઝનેસ એડમિનિસ્ટ્રેશન ઈન લોજીસ્ટીક)
- B.B.A. – Fin. Services (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઈન ફાઈનાન્સિયલ સર્વિસીસ)
- B.P.A (બેચલર ઈન પરફોર્મિંગ આર્ટ્સ)
- B.Music (બેચલર ઈન મ્યૂઝિક)
- B.Sc. (સ્પો ર્ટ્સ કોચીંગ / સ્પો ર્ટ્સ ન્યૂટ્રિશિ યન);
- B.B.A. (સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજમેન્ટ )
- B.P.Ed. / B.P.E.S. (બેચલર ઈન ફિઝિકલએજ્યુકેશન એન્ડ સ્પોર્ટસ)
- B.Com. / B.A. (Hons.) ઈનલિબરલ સ્ટડીઝ
- B.B.A. ઈન લિ બરલ સ્ટડીઝ
- B.B.A. ઈન લિબરલ આર્ટ્સ
- B.B.A. ઈન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ
- B.R.S. (બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ)
- B.S.W. (બેચલર ઓફ સોશિયલ વર્ક)
- B.B.A. (ઓનર્સ) ઈન IT એન્ડ મેનેજમેન્ટ
- B.Voc. (બેચલર ઓફ વોકેશન)
- B.I.D. (બેચરલ ઓફ ઈન્ટિરિયર ડિઝાઈનીંગ)
- B.Sc. (ફેશન કમ્યૂનિટી)
- B.Design (બેચલર ઓફ ડિઝાઈન)
- B.Sc. (F.C. Sci.) (ફેમેલી એન્ડ કમ્યુનિકેશન સાયન્સ )
- B.Sc. (F. & N.) (ફૂડ એન્ડ ન્યૂટ્રિશિયન)
- B.F.A. (બેચલર ઓફ ફાઈન આર્ટ્સ)
- B.A. ઈન ફોરેન લેંગ્વેજીસ
- B.A. ઈન સિક્યોરિટી મેનેજમેન્ટ
- B.L.I.S. (બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ )
- B.A. ઈન ફિલ્મ સ્ટડીઝ / પબ્લિક પોલિસી
- B.A. ઈન એપ્લાઈડ ઈકોનોમિક્સ
- B.A. પોલિટીકલ એન્ડ ઈન્ટરનેશનલ રિલેસન્સ
- B.E.M. (બેચલર ઈન ઈવેન્ટ મેનેજમેન્ટ )
પ્રોફેશનલ કક્ષાના અભ્યાસક્રમો
- C.A. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ )
- C.S. (કંપની સેક્રેટરી)
- C.M.A. (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ )
- C.I.M.A. (ચાર્ટડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટસ)
- A.C.C.A. (એસોશિએશન ઓફ ચાટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટસ)
- C.F.A. (ચાર્ટડ ફાઈનાન્સીયલ એનાલિસ્ટ)
- C.P.A. (સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ )
- C.F.P. (સર્ટિફાઈડ ફાઈનાન્સીયલ પ્લાનર)
ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો
(1) DIPS (ડિપ્લોમા ઈન પોલિસ સાયન્સ)
(2) ડિપ્લોમા ઈન વાસ્તુશાસ્ત્ર, ટેમ્પલ મેનેજમેન્ટ
(3) ડિપ્લોમા ઈન એકાઉન્ટીંગ – ટેક્સેશન – GST
(4) ડિપ્લોમા ઈન ડ્રામેટિક્સ
(5) ATD (આર્ટ ટીચર ડિપ્લોમા)
(6) ડિ પ્લોમા ઈન ઈવેન્ટ મેનેજમેન્ટ
સર્ટિફિકેટ કક્ષાના અભ્યાસક્રમો
(1) ડિ પ્લો મા ઈન પ્રિવેન્શન એન્ડ ઈન્વે સ્ટીગેશન ફોટોગ્રાફી
(2) NSE સર્ટિફિ કેશન
(3) BSE સર્ટિફીકેશન

આ પણ વાંચો : ધોરણ 10 પછી શું ?
ધોરણ – 12 સાયન્સ પછી શું ?
આજના સ્પર્ધાત્મક યુગમાં ધોરણ – ૧૨ સાયન્સ સાથે ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થી ઓ માટે ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે અનેક વિકલ્પો રહેલા છે.( Karkirdi Margdarshan 2023 )
- મેડિકલ
- ડિગ્રી એન્જિનિયરિગના અભ્યાસક્રમો
- આર્કિટ્રેકચર
- ફાર્મસી અભ્યાસક્રમો
- કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમો
- પ્રોફેશનલ નર્સીંગ & એલાઈડ એજ્યુકેશનલ કોર્સ
- ડિપ્લોમા અભ્યાસક્રમો
- શિક્ષણ ક્ષેત્રે
- સ્નાતક અભ્યાસક્રમો
મેડિકલ
જે વિધ્યાર્થીએ ધોરણ 12 સાયન્સ માં B ગ્રૂપ રાખેલ હોય તેઓ મેડીકલ ના અભ્યાસક્રમો કરી શકે છે. જેમ કે MBBS, BDS, BAMS, BHMS જેવા કોર્ષ કરી શકે છે.
ડિગ્રી એન્જિનિયરીંગના અભ્યાસક્રમો
જે વિધ્યાર્થી એ ધોરણ 12 સાયન્સ માં A ગ્રૂપ રાખેલ હોય તેઓ ડિગ્રી એન્જિનિયરિગના અભ્યાસક્રમો કરી શકે છે. જેમ કે સિવિલ એન્જિનિયરિગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિગ, મિકેનિકલ એન્જિનિયરિગ ,કોમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક્સ &કોમ્યુનિકેશન, ઈન્ફોર્મેશન & કોમ્યુનિકેશન ટેક્નોલૉજી , ઇન્સ્ટ્રૂમેન્ટેનસ & કંટ્રોલ, કેમિકલ , એન્વાયરમેન્ટ એન્જિનિયરિગ, પેટ્રોલિયમ એન્જિનિયરિગ, કોમ્પ્યુટર એન્જિનિયરિગ જેવા કોર્ષ કરી શકાઈ છે.

આર્કિટ્રેકચર
- બેચલર ઓફ આર્કિટ્રેકચર (B.Arch)
- બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેક્નોલૉજી (B.C.T)
- બેચલર ઓફ ઈન્ટિરીયર ડીઝાઈનીંગ (BID)
- બેચલર ઓફ આર્કિટ્રેકચર & ઈન્ટીરિયર ડીઝાઈનીંગ (B.Arch & I.D)
ફાર્મસી અભ્યાસક્રમો
- બેચલર ઓફ ફાર્મસી (B.Pharm)
- ડિપ્લોમા ઇન ફાર્મસી (D.Pharm)
કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમો
- ગ્રુપ : A માટે અભ્યાસક્રમો નીચે મુજબ છે.
(૧) બી.ટેક (એગ્રીકલ્ચરલ એન્જિનિયરિગ)
(૨) બી.ટેક (રીન્યુએબલ એનર્જી & એન્વાયરમેન્ટલ એન્જિનિયરિગ) (૩) બી.ટેક (ડેરી ટેક્નોલૉજી) (૪) બી.ટેક (ફૂડ ટેક્નોલૉજી) (૫) બી.ટેક (એગ્રીકલ્ચરલ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) - ગ્રુપ : B માટે અભ્યા સક્રમો નીચે મુજબ છે.
(૧) બી.એસસી.(ઓનર્સ) એગ્રીકલ્ચર
(૨) બી.એસસી.(ઓનર્સ) હોર્ટીકલ્ચર
(૩) બી.એસસી.(ઓનર્સ) ફોરેસ્ટ્રી
(૪) બી.એસસી.(ઓનર્સ) હોમ સાયન્સ
(૫) બી.એસસી. ફિશરિશ સાયન્સ
(૬) બી.એસસી ફૂડ ક્વાલિટટી ઈન્સ્યોરન્સ
(૭) બી.એસસી બાયો કેમેસ્ટ્રી
(૮) બી.એસસી માઈક્રો બાયોલોજી
(૯) એગ્રી બાયો ટેક.
પ્રોફેશનલ નર્સીંગ & એલાઈડ એજ્યુકેશનલ કોર્સ
- BPT : બેચલર ઓફ ફિજીઓથેરાપી
- B.sc Nursing : બેચલર ઓફ સાયન્સ નર્સિંગ
- BOP : બેચલર ઓફ ઓર્થોટિક્સ & પ્રોસ્થેટિ ક્સ
- BO : બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી
- BASLP : બેચલર ઓફ ઓડીઓલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી
- BOT : બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી
- BNYS : બેચલર ઓફ નેચરોપેથી & યોગિક સાયન્સ
- GNM :જનરલ નર્સિંગ મીડવાઈફરી (ડિપ્લોમા કોર્સ)
- ANM : ઓક્ઝીલરી નર્સિંગ મીડવાઈફરી (ડિપ્લોમા કોર્સ)
ડિપ્લોમા અભ્યાસક્રમો
ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વધુ ટકાવારી પ્રાપ્ત ન થઈ શકી હોય તો ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકાય છે.
શિક્ષણ ક્ષેત્રે
ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયા બાદ પ્રાથમિક વિભાગમાં શિક્ષક બનવા માટે પી.ટી.સી.(ડિપ્લોમાઈન એલિમેટરી એજ્યુકેશન – D.El.Ed) તથા સી.પી.એડનો કોર્સ ઉપલબ્ધ છે.
આમ ધોરણ 12 પછી અનેક અભ્યાસક્રમો છે જેમાં તમારી રુચી અને મેરીટ ના આધારે પ્રવેશ મેળવી શકો છો.તમે શું બનવા માંગો છો એ એકવાર નક્કી કરી લો ટકાવારી તો માત્ર એક આંકડો છે.ધોરણ 12 નું પરીણામ જાહેર કરવામાં આવશે ત્યારે આ સાઇટ પર લિન્ક મૂકવામાં આવશે જે ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org/ પર જાહેર કરવામાં આવશે.
કારકિર્દી માર્ગદર્શન અંક ૨૦૨૩ ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પછી શું વીગતવાર વાંચો | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહી ક્લિક કરો |
અમારા whatsapp ગ્રૂપ જોઇન કરવા | અહી ક્લિક કરો |
ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પછી નર્સિંગ કરી શકાઈ છે ?
હા
શું 12 સાયન્સ માં ઓછા ટકા આવે તો પણ એંજિનીયરીંગ કરી શકાઈ છે ?
હા , જો સરકારી કોલેજ માં પ્રવેશ ન મળે તો પ્રાયવેટ કોલેજ માં પ્રવેશ મેળવી શકાઈ છે.
શું ધોરણ 12 આર્ટસ નો અભ્યાસ કરેલ હોય તો પણ સરકારી નોકરી મેળવી શકાઈ છે ?
હા , સ્પર્ધાત્મક પરીક્ષા આપી સરકારી નોકરી મેળવી શકાઈ છે.
ધોરણ 12 નું પરીણામ ક્યારે આવશે ?
ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org/ પર જાહેર કરવામાં આવશે.