Karkirdi Margdarshan 2023 : ધોરણ 10 પછી ?

Karkirdi Margdarshan : હાલ ટૂંક સમય પહેલા જ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા ઑ પૂર્ણ થઈ છે. વિધ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હશે અને વાલીઓએ પણ ! પણ … વાલીઓએ નહી કેમ કે હવે નજીક ના સમય માજ આ બંને ધોરણ નું પરીણામ આવશે અને વિધ્યાર્થીને ક્યાં પ્રવેશ અપાવવો ? ક્યો કોર્ષ પસંદ કરવો ? કઈ શાળા માં એડમીશન અપાવવું ? એડમિશન મળશે કે કેમ ? જેવા અનેક પ્રશ્નો માતા પિતા અને બાળકો બંને ને થતાં હોય છે.આજે આપણે આ કોર્ષ માં ધોરણ ૧૦ પછી શું ? જેના વિષે Karkirdi Margdarshan મેળવીશું.

તલાટી કમ મંત્રી નુ રીઝલ્ટ જોવા માટે નીચે કલીક કરો
અહીયા કલીક કરો

ધોરણ 10 પછી શું ?

આજ આપણે Karkirdi Margdarshan 2023 વિષે વાત કરી રહ્યા છીએ ત્યારે, સૌ પ્રથમ તો આપણે એ નક્કી કરી લઈએ કે જે કાઇ પરીણામ આવશે તે માત્ર એક આકડો હશે. જેથી એવું જરા પણ વિચારીને આગળ વધવાનું નથી કે પરીણામ આવે પછી નક્કી કરી કે આપણાં બાળક ને શું કરવાનું છે.અનેક એવા ઉદાહરણો છે કે જેઓ ધોરણ 10 માં સામાન્ય ટકા થી પાસ થયેલ હતા પરંતુ તેઓ ખૂબ અઘરી પરીક્ષાઓ પાસ કરી ઊચા હોદ્દા પર પહોચી સફળતા મેળવી છે.(Karkirdi Margdarshan)

આર્ટ્સ , કોમર્સ , સાયન્સ ?

ધોરણ 10 પછી શું ? સામાન્ય રીતે આ પ્રશ્ન આવે એટલે સ્વાભાવીક રીતે આપણે કહીએ કે ધોરણ 10 પછી ધોરણ 11 ! એમાં શું વિચાર કરવાનો હોય ? પરંતુ ના આ પ્રશ્ન તમે જેટલો વિચારો છો એટલો જવાબ સરળ નથી કેમ કે સમય બદલાયો છે. સાથે સાથે તમામ નોકરીઓ અને તકો પણ બદલાયેલ છે.જેમ કે ચાલુ વર્ષ થી ધોરણ 10 માં ગણીત બાબતે વિધ્યાર્થીઓને 2 પસંદગી આપવામાં આવી હતી. જેમાં Basic Mathematics અને Standard Mathematics બે પસંદગી આપવામાં આવી હતી જે વિધ્યાર્થી માત્ર બાયોલોજી સાથે આગળ વધવા માંગે છે તે Basic Mathematics સાથે આગળ વધી શકે છે પણ જો તેને એંજીનીયરીંગ કોર્ષ માં જવાનું હોય તો તેના માટે Standard Mathematics ફરજિયાત છે.(Karkirdi Margdarshan)

ધોરણ 10 પછી ના અભ્યાસક્રમો

ધોરણ 10 પછી અનેક અભ્યાસ મો પ્રવેશ મેળવી પોતાનું ભવીષ્ય ઉજ્જવળ કરી શકાઈ છે.

  • ધોરણ 11 માં પ્રવેશ મેળવવો
  • ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ.
  • ITI ના વિવિધ કોર્ષ
  • વિવિધ ટેકનિકલ શિક્ષણના સર્ટિફિકેટ કોર્સમાં અભ્યાસ.
  • ફાઇન આર્ટ ડિપ્લો‍મા કોર્સમાં અભ્યાસ.
  • કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ.
  • કેટલાક સ્વરોજગારી કોર્સમાં અભ્યાાસ.

ધોરણ 11 માં અભ્યાસ

મોટા ભાગના વિધ્યાર્થીઓની પ્રથમ પસંદગી ધોરણ 10 પછી ધોરણ 11 માં પ્રવેશ મેળવી આગળ નો અભ્યાસ કરવાની હોય છે. ધોરણ 11 પ્રવેશ મેળવવા માટે કુલ 3 પસંદગી મળે છે છે.

1- ધોરણ 11 આર્ટ્સ માં પ્રવેશ

2- ધોરણ 11 કોમર્સ માં પ્રવેશ

3- ધોરણ 11 સાયન્સ માં પ્રવેશ

ઉપરના ત્રણ માંથી કઈ પસંદગી કરવી તે તમામ માટે મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે.પરંતુ વિધ્યાર્થી ની આવડત અને મેહનત કરવાની ધગસ થી કોઈ પણ શાખા માં તે સફળતા મેળવી શકે છે.સામાન્ય રીતે વિધ્યાર્થી ગણીત અને વિજ્ઞાન માં સારા માર્ક મેળવે તો તેઓ સાઇન્સ રાખતા હોય છે અને તેમાં પણ જેઓનું ગણીત ખૂબ જ સારું હોય અને iit અને nit જેવી મોટી યુનીવર્સીટી માં અભ્યાસ કરવાની ઈચ્છા હોય તેઓ pmc એટેલે કે ફીજીક્સ , મેથેમેટીક્સ , અને કેમેસ્ટ્રી એટેલે કે તેઓ A ગ્રૂપ રાખતા હોય છે.જ્યારે જેઓ મેડીકલ ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવવા માંગતા હોય તેઓ pcb એટેલે કે ફીજીક્સ ,કેમેસ્ટ્રી અને બાયોલોજી એટલે કે બી ગ્રૂપ રાખતા હોય છે.આવામાં એવું જરા પણ માની લેવું નહી કે આર્ટ્સ અને કોમર્સ સાયન્સ કરતાં નીચા છે.ધોરણ 11 અને 12 આર્ટ્સ બાદ પણ અનેક પ્રકાર ના કોર્ષ અને સ્નાતક અનુસ્નાતક ના કોર્ષ દ્વારા ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય બનાવે શકાય છે.ધોરણ 11 અને 12 કોમર્શ બાદ CA ઉપરાંત અનેક કોર્ષ કરી શકાય છે.

ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ.

ધોરણ 10 પછી અનેક વિધ્યાર્થી કે જેઓ એંજિનિયર બનવા માંગે છે તેઓ તરત જ ડિપ્લોમા અભ્યાસ ક્રમો માં પ્રવેશ મેળવી લે છે.ડિપ્લોમા અભ્યાસ ક્રમો માં acpc દ્વારા ઓનલાઈન મેરીટ આધારીત પ્રવેશ આપવામાં આવે છે. જો ડિપ્લોમા અભ્યાસ ક્રમો ની વાત કરીએ તો નીચે મુજબના અભ્યાસ ક્રમો સામેલ છે.

  • મિકેમીકલ એંજીનીયરીંગ
  • સીવીલ એંજીનીયરીંગ
  • ઇલેક્ટ્રીક એંજીનીયરીંગ
  • કોમ્પ્યુટર એંજીનીયરીંગ
  • ઇલેક્ટ્રીક એન્ડ કોમ્યુનીકેશન એંજીનીયરીંગ
  • આ ઉપરાંત પણ અનેક કોર્ષ પોલીટેકનીક કોલેજ માં આવેલ હોય છે

ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસ ક્રમ ત્રણ વર્ષ ના હોય છે જે સરકાર ના નિયમ મુજબ ધોરણ 12 સમકક્ષ માનવામાં આવે છે.જે વિધ્યાર્થી એ ડિપ્લોમા કોર્ષ પૂર્ણ કરેલ હોય તેઓ ડીગ્રી એંજીનીયરીંગ ના બીજા વર્ષ માં સીધો જ પ્રવેશ મેળવવા પાત્ર બને છે. જેથી જે વિધ્યાર્થી એંજીનીયરીંગ કરવા માંગતા હોય તેઓ માટે ડિપ્લોમા સારો વિકલ્પ છે.જે વિધ્યાર્થી ધોરણ 10 પછી 12 સાયન્સ નો અભ્યાસ કરે ત્યારે જે ડીગ્રી કોર્ષ માં પ્રવેશ મેળવે તેજ કોર્ષ માં ડિપ્લોમા કરેલ વિધ્યાર્થી પ્રવેશ મેળવે છે.

આ પણ વાંચો : RTE એડમિશન 2023

ITI ના વિવિધ કોર્ષ

આજના યુગ માં ઔધ્યોગીક વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થવાથી આવડત અને અનુભવી કારીગર ની જરુરીયાત ખૂબ મોટા પ્રમાણ માં ઊભી થઈ છે.જો વિધ્યાર્થી ધોરણ 10 પછી એક કે બે વર્ષ નો અભ્યાસ કરી નોકરી મેળવવા માંગતા હોય તો તેમના માટે iti ના ncvt અને gcvt ના વિવિધ કોર્ષ કરવા હિતાવહ છે.આઇટીઆઇ ના વિવિધ કોર્ષ ની લાયકાત આધારીત સરકારી ભરતી પણ જાહેર કરવામાં આવે છે.આ ઉપરાંત ઈશરો માં આઇટીઆઇ પાસ આઉટ ની ભરતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

ફાઇન આર્ટ ડિપ્લો‍મા કોર્સમાં અભ્યાસ.

  • ડિઝાઈનનું ફિલ્ડ
  • જાહેરાતની દુનિયા
  • ફાઈન આર્ટ ડિપ્લોમા
  • ડ્રોઈંગ એન્ડ પેઈન્ટિંગ
  • સ્કલ્પચર એન્ડ મોડેલિંગ
  • એપ્લાઈડ કોમર્શિયલ આર્ટ

કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ.

  • ડિપ્લોમા અભ્યાસક્રમો
  • કૃષિ ડિપ્લોમા
  • બાગાયત ડિપ્લોમા
  • કૃષિ ઈજનેરી
  • કૃષિ સહાકાર, બેન્કિંગ અને માર્કેટિંગ
  • ગૃહ વિજ્ઞાન ( બહેનો માટે)
  • ચિકિત્સા અને પશુપાલન
  • ન્યુટ્રીશન એન્ડ ડાયટેટીક્સ
  • સર્ટિફિકેટ અભ્યાસક્રમો
  • પશુધન નિરીક્ષક તાલીમ
  • ગૃહવિજ્ઞાન તાલીમ
  • બેકરી તાલીમ
  • બેકિંગ ટેક્નોલોજી
  • મરઘા ઉછેર તાલીમ
  • ગ્રામ્ય કારીગર તાલીમ
  • માળી તાલીમ

કેટલાક સ્વરોજગારી કોર્સમાં અભ્યાાસ.

Karkirdi Margdarshan 2023
Karkirdi Margdarshan 2023

[table “” not found /]

કારકિર્દી વિશેષાંક 2023 પ્રસીધ્ધ થયેથી આજ પોસ્ટ માં અપડેટ કરવામાં આવશે.આ ઉપરાંત ધોરણ 10 અને 12 નું પરીણામ ની લિન્ક http://gseb.org/ અહીજ અપડેટ કરવામાં આવશે.

ધોરણ 10 પછી એંજિનીયરીંગ કરી શકાઈ ?

હા , ડિપ્લોમા એંજિનીયરીંગ કરી શકાઈ .

ધોરણ 10 પછીના ITI કોર્ષ કરવાથી નોકરી મળી શકે ?

હા

Leave a Reply

%d bloggers like this: