MATSYA PALAN YOJANA 2023
MATSYA PALAN YOJANA 22-23 : ગુજરાત મત્સ્ય પાલન માં ખૂબ જ આગળ નું સ્થાન ધરાવે છે. ગુજરાત ભારત તમામ રાજ્યો કરતાં લાંબો દરીયા કાંઠો ધરાવે છે.ગુજરાત માં માછલી ઉધ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. અને આ મત્સ્ય પાલન સાથે ખૂબ મોટા પ્રમાણ માં નાગરિકો જોડાયેલા છે.જેથી અન્ય ખેડૂત ની જેમ જ મત્સ્ય પાલન કરતાં ખેડૂતો પણ આર્થીક રીતે સધ્ધર થાય અને અને તેઓ સરકારી યોજના ની સહાય મેળવી મત્સ્ય પાલન માં ખૂબ સારું કામ કરી શકે તે માટે આર્થીક સહાય આપવાનું આયોજન અને યોજના બહાર પાડેલ છે.
MATSYA PALAN YOJANA 22-23 :
મત્સ્ય પાલન યોજના ૨૦૨-૨૩ હેઠળ રાજ્ય સરકાર મત્સ્યપાલન કરતાં માછીમારો માટે વિવિધ સહાય યોજના અમલા માં મૂકી છે જેમાં નાના માછીમાર થી માંડી ને મોટા પાયા ના માછીમાર માટે યોજના નો સમાસ થાય છે. આ યોજના માં મહીલાઓ માટે પણ યોજના નો સમાવેશ કરવામાં આવે છે.
MATSYA PALAN YOJANA 22-23 ની અરજી કરવા માટે જરૂરી પ્રાથમિક માહીતી
યોજના નું ના | માત્સ્ય પાલન યોજના 2022-23 |
વિભાગ નું નામ | મત્સ્યાઉધ્યોગ ખાતું ગુજરાત રાજ્ય |
અરજી કોણ કરી શકે | ગુજરાત રાજ્ય ના નાગરીક લાયકાત મુજબ |
અરજી ક્યાં કરવાની | i-khedut પોર્ટલ પર |
અરજી કરવાની છેલ્લી તારીખ | તા:21-02-23 |
સરકાર ના i khedut પોર્ટલ પર આ યોજના માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે જેમાં વિવિધ ઘટકો આપેલ છે. જે ઘટક મુજબ આપ અરજી કરવા માગણતા હોવ તે મુજબ ની લાયકાત આપ ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરવાની હોય છે.નાના માછીમારો જેમને નાની રકમ ની સહાય ની જરૂર હોય તેઓને આ યોજનાઓ ખૂબ આશીર્વાદરૂપ અને ઉપયોગી સાબિત થાય છે.
MATSYA PALAN YOJANA 22-23 ની i khedut પોર્ટલ પર કુલ ૧૮ જુદી જુદી યોજનાઓ
i khedut પોર્ટલ પર કુલ ૧૮ જુદી જુદી યોજનાઓ ખુલ્લી મૂકવામાં આવી છે જે અંગે ની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
ક્રમ | યોજના ની ટૂંકી વિગત | યોજના ની સહાય અને વિવરણ |
1 | અનુસુચિત જાતિના લાભાર્થી માટે માછલી વેચાણ પ્રોત્સાહન યોજના | આ યોજના માં નાના માછીમાર ને પ્રોત્સાહન આપવા માટે માછલી રાખવા માટેનું બોક્સ વજન કાંટો અને રેંકડી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.
કુલ યુનિટ ખરીદીના ખર્ચના ૫૦% અથવા રુ. ૫૦૦૦- બે માંથી જે ઓછુ હોય તે (૧)ઇન્સ્યુલેટડ બોક્ષ રુ.૧,૦૦૦/- (૨)સાદુ બોક્ષ રુ.૫૦૦/- (૩)રેંકડી રુ.૨૫૦૦/- (૪)વજનકાંટો યુનિટ રુ.૧,૦૦૦/- |
2 | અનુસૂચિતજાતિ પેટા યોજના (એસ.સી.એસ.પી) ફીશ કલેકશન કમ પેટ્રોલીંગ તથા મત્સ્ય પરિવહન માટે વાહન માટે સહાય | ફીશ કલેકશન બોટ સાથે ૨૦ કિ.ગ્રા. કે તેથી વધુ ક્ષમતા વાળો વજનકાંટો તથા ૫૦૦ કિ.ગ્રા કે તેથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવતા બોક્ષનો સમાવેશ કરવાનો રહેશે. અનુસૂચિત જાતિ ના કિસ્સામાં પેટ્રોલીંગ કમ ફીશ કલેકશન બોટની યુનિટ કોસ્ટ રૂ. ૫.૦૦ લાખ રહેશે જેના ઉપર ૭૫ % સહાય નાં ધોરણે રૂ. ૩.૭૫ લાખ અથવા ખરી કિંમત નાં ૭૫% બે માંથી જે ઓછું તે સહાય મળવાપાત્ર રહેશે . |
3 | ઇન્સ્યુલેટેડ બોક્ષ | ૦૦ લી થી ૫૦૦ લી. સુધીની ક્ષમતા ધરાવતા ઈન્સ્યુલેટેડ બોક્ષના યુનિટ કોસ્ટ રૂ. ૧૫૦૦૦/- અથવા ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે. પ્રતિ લીટર રૂ. ૩૦/- લેખે સહાય માટેની કિંમત ગણવાની રહેશે. |
4 | એરેટર | ખર્ચના ૫૦% અથવા રુ.૨૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે |
5 | જળાશયો માટે ફીશ કલ્ચર કેજ | આ યોજના તળે ફીશ કલ્ચર કેજનું માપ ૬ મીx ૪ મીx ૪ મી,ની કીમત, ખોરાક અને મત્સ્યબીજ પેટે થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે સહાય પ્રતિ લાભાર્થીને રુ.૩.૦૦ લાખ યુનિટ કોસ્ટ ની મર્યાદામાં |
6 | નવા મત્સ્ય તળાવોના બાંધકામ | નવા મત્સ્ય તળાવોના બાંધકામ માટેની યુનિટ કિંમત રૂ.૭.૦૦ લાખ પ્રતિ હેક્ટરની રહેશે. જેમાં જનરલ લાભાર્થીને યુનિટ કિંમતના ૪૦ ટકા લેખે વધુમાં વધુ રૂ.૨.૮૦ લાખ અથવા થયેલ ખર્ચના ૪૦% તથા અનુસૂચિત જનજાતિ/જાતિના લાભાર્થીને યુનિટ કિંમતના ૬૦% લેખે વધુંમા વધું રૂ.૪.૨૦ લાખ પ્રતિ હેક્ટરની મર્યાદામાં અથવા ખરેખર થયેલ ખર્ચના ૬૦% બે માંથી જે ઓછા હોય તે સહાય મળવાપાત્ર થશે. |
7 | પગડીયા સહાય | ખર્ચના ૯૦% અથવા મહત્તમ રુ .૭,૨૦૦ બે માંથી જે ઓછુ હોય તે [(૧) જાળ રુ. ૨,૭૦૦/- (૨) સાયકલ રુ. ૨,૭૦૦/- (૩) ઇન્સ્યુલેટેડ બોક્ષ રુ. ૧૩૫૦/- (૪) વજનકાટાં રુ. ૪૫૦/- ] |
8 | પેટ્રોર્લીંગ બોટ | ફીશ કલેકશન બોટ સાથે ૨૦ કિ.ગ્રા. કે તેથી વધુ ક્ષમતા વાળો વજનકાંટો તથા ૫૦૦ કિ.ગ્રા કે તેથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવતા બોક્ષનો સમાવેશ કરવાનો રહેશે. પેટ્રોલીંગ કમ ફીશ કલેકશન બોટની યુનિટ કોસ્ટ રૂ. ૫.૦૦ લાખ રહેશે જેના ઉપર ૫૦% સહાયના ધોરણે રૂ. ૨.૫૦ લાખ અથવા ખરીદ કિંમતા નાં ૫૦% બે માં થી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. |
9 | પ્લાસ્ટીક ક્રેટ | એક પ્લાસ્ટિક ક્રેટની યુનિટ કોસ્ટ રૂ. ૬૦૦/- ની મર્યાદામાં ખર્ચના ૫૦% અથવા રુ.૩૦૦/- બે માંથી જે ઓછુ હોય તે |
10 | બોટ-જાળ | ખર્ચના ૫૦% અથવા (૧) ટીન બોટ-જાળ રુ.૭,૫૦૦/- (બોટ રુ.૫,૦૦૦/-અને જાળના રુ.૨૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે (૨) એફ.આર.પી. બોટ-જાળ રુ.૧૫,૦૦૦/-(બોટ રુ.૧૨,૫૦૦/- અને જાળના રુ.૨,૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે |
11 | મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ | અનુસૂચિત જાતિ માટે મત્સ્ય બીજની કિંમતના અને પરિવહન ખર્ચના ૧૦૦% (મત્સ્યબીજ સંગ્રહ દર તથા પરિવહન દર તથા સંગ્રહ કરવાપાત્ર મત્સ્યબીજની મર્યાદામાં) |
12 | મત્સ્યબીજ ઉછેર | સ્પોન ટુ ફ્રાય માટે ઓછામાં ઓછી ૩૦% રીકવરી મળેથી રૂ.૯૦/- પ્રતિ ૧૦૦૦ નંગ ફ્રાય મુજબ (૨) ફ્રાય ટુ ફિંગરલિંગ માટે ઓછામાં ઓછી ૩૫% રીકવરી મળેથી રૂ.૨૬૦/- પ્રતિ ૧૦૦૦ નંગ ફિંગરલિંગ મુજબ (૩) સ્પોન ટુ ફીન્ગર્લીંગ માટે ઓછામાં ઓછી ૧૨% રીકવરી મળેથી રૂ.૪૬૦/- પ્રતિ ૧૦૦૦ નંગ ફિંગરલિંગ મુજબ |
13 | મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય | કુલ યુનિટ ખરીદીના ખર્ચના ૫૦% અથવા રુ. ૭,૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે [(૧)ઇન્સ્યુલેટડ બોક્ષ રુ.૧,૦૦૦/- (૨)સાદુ બોક્ષ રુ.૫૦૦/- (૩)રેંકડી રુ.૫,૦૦૦/- (૪)વજનકાંટો યુનિટ રુ.૧,૦૦૦/-] |
14 | મીઠાપાણીમાં માછલીઓના ઉછેર માટે ઇનપુટ સહાય | જનરલ કેટેગરીના લાભાર્થીઓને ઇનપુટ સહાયની યુનિટ કિંમત રૂ.૧.૫૦ લાખ ની મર્યાદામાં ૪૦% લેખે મહત્તમ રૂ.૦.૬૦ લાખ અથવા ખરેખર કિંમતના ૪૦% બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ ઇનપુટ સહાય તરીકે ચુકવવાની રહેશે. |
15 | ઈનપુટ ફોર બ્રેકીશ વોટર એકવાકલ્ચર | પ્રોજેક્ટની યુનિટ કોસ્ટ રૂા.૬.૦૦ લાખ/ હેકટર રહેશે યુનિટ કોસ્ટના ૪૦% જનરલ કેટેગરી માટે તથા યુનિટ કોસ્ટના ૬૦% મહીલા/એ.સી. અને એસ.ટી. કેટેગરી માટે જેમા ૬૦% ભારત સરકારશ્રીનો ફાળો અને ૪૦% રાજય સરકારશ્રીનો ફાળા પેટે સહાય ચુકવવામાં આવે છે. |
16 | એસ્ટાબ્લીસમેન્ટ ઓફ સી-વીડ કલ્ચર વીથ મોનોલાઈન/ટયુબનેટ મેથડ ઈનક્લુડીંગ ઈનપુટસ (વન યુનિટ ઈઝ એપ્રોકશીમેટલી ઈકવલ ટુ ૧૫ રોપ્સ ઓફ ૨૫ મીટર લેન્થ) (PMMSY) | પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના
પ્રોજેક્ટની યુનિટ કોસ્ટ રૂા.૦.૦૮લાખ રહેશે યુનિટ કોસ્ટના ૪૦% જનરલ કેટેગરી માટે તથા યુનિટ કોસ્ટના ૬૦% મહીલા/એ.સી. અને એસ.ટી. કેટેગરી માટે જેમા ૬૦% ભારત સરકારશ્રીનો ફાળો અને ૪૦% રાજય સરકારશ્રીનો ફાળા પેટે સહાય ચુકવવામાં આવે છે. |
17 | કન્સ્ટ્રકશન ઓફ ન્યુ પોન્ડ ફોર બ્રેકીશ વોટર એક્વાકલ્ચર (PMMSY) | પ્રોજેક્ટની યુનિટ કોસ્ટ રૂા.૮.૦૦ લાખ/ હેકટર રહેશે યુનિટ કોસ્ટના ૪૦% જનરલ કેટેગરી માટે તથા યુનિટ કોસ્ટના ૬૦% મહીલા/એ.સી. અને એસ.ટી. કેટેગરી માટે જેમા ૬૦% ભારત સરકારશ્રીનો ફાળો અને ૪૦% રાજય સરકારશ્રીનો ફાળા પેટે સહાય ચુકવવામાં આવે છે. |
18 | કન્સ્ટ્રકશન ઓફ બાયોફલોક પોન્ડસ ફોર બ્રેકીશવોટર/સલાઈન/આલ્કલાઈન એરીયાઝ ઈનક્લુડીંગ ઈનપુટસ ઓફ રૂા. ૮ લાખ/હેકટર (PMMSY) | પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના
પ્રોજેક્ટની યુનિટ કોસ્ટ રૂા.૧૮.૦૦ લાખ રહેશે યુનિટ કોસ્ટના ૪૦% જનરલ કેટેગરી માટે તથા યુનિટ કોસ્ટના ૬૦% મહીલા/એ.સી. અને એસ.ટી. કેટેગરી માટે જેમા ૬૦% ભારત સરકારશ્રીનો ફાળો અને ૪૦% રાજય સરકારશ્રીનો ફાળા પેટે સહાય ચુકવવામાં આવે છે |
19 | છેલ્લી તા: ૨૧-૦૨-૨૦૨૩ | ઉપરોક્ત તમામ યોજના ની વિગતવાર માહીતી માટે i khedut પોર્ટલ પર જવું. |
ઉપર ની તમામ યોજના માટે ઓનલાઈન સમયમર્યાદા માં અરજી કરવી ફરજીયાત છે.
MATSYA PALAN YOJANA 22-23 ની અરજી કરવા અહી ક્લિક કરો.
આ યોજના વિષે તમારા મોબાઈલ માં માહીતી મેળવવા અહી ક્લિક કરો
i khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા ક્લિક કરો
અહી ક્લિક કરી જાણો તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી ?
GRAM PANCHAYT GRANT REPORT : કેટલી ગ્રાન્ટ મળી ? ક્યાં ક્યાં કામ કર્યા ?