nfsa National Food Security Act, 2013 : રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનીયમ ૨૦૧૩

National Food Security Act,(NFSA) 2013 : રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનીયમ (nfsa) ૨૦૧૩ ભારત સરકાર દ્વારા આ કાયદો વર્ષ ૨૦૧૩ માં સંસદ માં પસાર કરવામાં આવ્યો.આ યોજના અગાઉ પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દેશ ના ગરીબી રેખા નીચે ના પરીવારો ને સસ્તા ભાવે અથવા મફત માં ખાધ્ય સામાન પૂરો પાડવામાં આવતો હતો. પરંતુ જેમને આ જથ્થો આપવામાં આવતો હતો તે સંખ્યા વાસ્તવીક ગરીબો અને આર્થીક રીતે નબળા લોકો ની સંખ્યા કરતાં ખૂબ જ ઓછો હતો. જેના લીધે જરુરીયાત ધરાવતા લોકો મોટી સંખ્યા માં બાકી રહી જતાં હતા.
 

nfsa કાયદો બનાવવાની જરૂર શા માટે પડી ? (Why is there a need to make a law nfsa?)

વર્ષ ૨૦૦૦ માં રાજસ્થાન માં થયેલ ભૂખમરા ના કિસ્સા માં PUCL સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટ માં કેસ દાખલ કરવામાં આવ્યો. અને આ કેસ ના સંદર્ભ માં અદાલતે દરેક રાજી માં ભૂખમરા ની સ્થીતી અને જાહેર વિતરણ વ્યવસ્થા , મધ્યાહ્ન ભોજન , પોષણ આહાર વગેરે બાબતો નો અહેવાલ રજૂ કરવા દરેક રાજ્ય માં વ્યક્તિઓ નીમાયા. દેશભરમાથી આ મુદ્દે કાર્યરત સંગઠનો અને સંસ્થાઓએ રાષ્ટ્રીય અન્ન અધિકાર જુંબેસ ના નેજા હેઠળ ખુબજ અસરકારક રીતે કોર્ટ અને સરકાર માં રજૂઆતો અને દલીલો કર્યા બાદ સને ૨૦૧૩ માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ભારતીય સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો.ગુજરાત માં આ કાયદાનો અમલ ૧ અપ્રીલ ૨૦૧૬ થી કરાયો.(National Food Security Act,(NFSA) 2013)
 

રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો (nfsa)૨૦૧૩ ની મુખ્ય જોગવાઈ શું છે? 

રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો ૨૦૧૩ ની જોગવાઈ મુજબ હવે ગ્રામ્ય વિસ્તાર માં ૭૫% અને શહેરી વિસ્તાર માં ૫૦% પરીવારો ને રૂ.૨ પ્રતિ કિલો લેખે પ્રતિ વ્યક્તિ ૩.૫ કિલો ઘઉં અને રૂ.૩ પ્રતિ કિલો લેખે પ્રતિ વ્યક્તિ ૧.૫ કિલો ચોખા મળશે. જે અગાઉ કરતાં ખુબજ મોટી સંખ્યા ગણાય.એવા પરીવારો ની એક યાદી બનશે જે ને પી.એચ.એચ. એટલે કે અગ્રતા ક્રમ ધરાવતા પરિવારો ની યાદી એમ કહેવામા આવશે.અગાઉ આ પ્રકારે અનાજ એપીએલ , બીપીએલ અને અંત્યોદય ના લાભાર્થી ને આપવામાં આવતું જ્યારે આ કાયદા હેઠળ હવે માત્ર અંત્યોદય અને અગ્રતાક્રમ ધરાવતા પરીવારો એમ બે જ કેટેગરી રહેશે. ગુજરાત માં આ યાદી SECC ૨૦૧૧ સર્વે ની યાદી પરથી આ યાદી તૈયાર કરવામાં આવી છે.
 
આ ઉપરાંત આ યાદી માં સમાવિષ્ટ તમામ પરીવાર પોતાના પરીવાર ના કોઈ પણ સભ્ય ના આધારકાર્ડ મુજબ થમ્બ સ્કેનીંગ કરાવી કૂપન મેળવી પોતાને મળતો જથ્થો મેળવી સકશે.જેથી ગેરેરીતી નહીવત થઇ જશે.તેમજ તમામ ને પૂરતો અનાજ નો જથ્થો મળતો થશે.

અગ્રતા ક્રમ ધરાવતા પરીવાર ની યાદી માં નામ ઉમેરવા માટે શું કરવું ? 

આ કાયદા ની અમલવારી બાદ જે પરીવાર ના નામ આ અગ્રતાક્રમ ધરાવતા પરીવાર ની યાદી માં સમાવિષ્ટ ના હોય તો તેઓને યોગ્ય અનાજ નો જથ્થો મળવા પાત્ર થતો નથી પરંતુ તેઓ ગરીબ હોય અને આ કાયદા હેઠળ લાયક હોય તેઓએ મામલતદાર કચેરી એ દાવા અરજી કરવાની થાય છે. અને તે અરજી નો નિકાલ પુરવઠા મામલતદાર દ્વારા કરવામાં આવશે.અને નિકાલ ના થયેથી જિલ્લા પુરવઠા અધિકારી ને અપીલ કરી શકશે.(National Food Security Act,(NFSA) 2013)

ગ્રામ્ય તકેદારી સમિતિ

આ કાયદા માં ગ્રામ્ય કક્ષાએ સમગ્ર વિતરણ વ્યવસ્થા અને વિતરણ પર નજર રાખવા માટે ” ગ્રામ્ય તકેદારી સમિતિ ” ની જોગવાઈ કરવામાં આવી છે. આ સમિતિ ને કાયદાકીય સત્તાઓ આપવામાં આવી છે.આ સમિતિ ૧૦ સભ્યો ની બનેલી છે અને દર મહીને સમિતિ સભા બોલાવશે અને સમગ્ર અન્ન વિતરણ વ્યવસ્થા ને લગત તમામ પાસાઓની  સર્ચા કરશે તેમજ મળેલ અરજી અને ફરીયાદ ની સમીક્ષા અને નીવારણ લાવી સમિતિ ની સભા નો અહેવાલ તાલુકા કક્ષાએ કરશે.આ સમિતિ માં ગ્રામ પંચાયત ના સરપંચ અધ્યક્ષ રહેશે અને તલાટી કામ મંત્રી સમિતી ના સચીવ રહેશે. આ ઉપરાંત અગ્રતાક્રમ ધરાવતા ની યાદી પૈકી ૨ સભ્યો , અંત્યોદય કાર્ડ ધારકો પૈકી ૨ સભ્યો , મહીલા પ્રતિનિધિ ૨ સભ્યો , ગામના પ્રતિષ્ઠીત વ્યક્તિ ૧ સભ્ય , પ્રાથમિક શાળા ના શિક્ષક  ૧ સભ્ય આમ આ સમિતિ માં ગામના તમામ વર્ગ ના લોકો નો સમાવેશ થયેલ હોય તમામે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. તેમજ સમિતિ પોતાની આ કાયદા ને આધીન ફરજ બજાવશે.

ગ્રામ્ય તકેદારી સમિતિ ની જવાબદારી 

તકેદારી સમિતિ ની મુખ્ય જવાબદારી સસ્તા અનાજ ની દુકાન તેમજ અન્ન સુરક્ષા ધારા હેઠળ ની તમામ યોજનાઓની અમલીકરણ પર દેખરેખ રાખવાની તમામ હક્કદારો ને પૂરતું રાશન મળે તે જોવાની છે.આ ઉપરાંત રાશનની દુકાન ૨૬ દીવસ ખુલ્લી રહે તેમાં કૂપનના કે વધારાના કોઈ પૈસા લેવાય નહી તેની તકેદારી રાખવી. દર મહીને મીટીંગ કરી કોઈ પ્રશ્ન હોય તો તેની સર્ચા કરી તે બાબતે ઠરાવ કરવાનો છે. આ ઉપરાંત સસ્તા અનાજ માં આવતા અનાજ ની ગુણવતા બરાબર ના હોય તો પણ તકેદારી સમિતિ તે અંગે સર્ચા કરી જિલ્લા પુરવઠા અધિકારી ને ફરીયાદ કરી શકે છે.
 

nfsa હેઠળ આવતા પરીવાર ની યાદી

 
ગુજરાત રાજયમાં આવેલ શહેરી વિસ્તાર માં વશવાટ કરતાં પરિવારો માથી ૫૦ % પરીવારો નો આ યોજના માં સમાવેશ કરવામાં આવેલ છે જ્યારે ગ્રામ્ય વિસ્તાર ના ૭૫% પરીવારો નો આ યોજના માં સમાવેશ કરેલ છે.તમારું નામ આ યોજના માં સમાવેશ થયેલ છે કે નહી તે સરકાર ની વેબસાઇટ ipds.gujarat.gov.in પરથી ચેક કરી શકાય છે.આ ઉપરાંત જો તમે તમારા આખા ગામ ના નામ ની યાદી જોવા માંગતા હોવ તો એ પણ આ  વેબસાઇટ પરથી જોઈ શકાય છે.
 
[table “25” not found /]
 

nfsa યાદી માં નામ સમાવેશ કરવાની રીત

જો તમારું નામ nfsa યાદી માં ના હોઇ તો તમારે નીચે ના મુજબ ની રીત અનુસરવી પડસે.

જો આપના પરીવામાં  ૪ પૈડા વાળી ગાડી, સરકારી નોકરી અથવા ૭.૫ એકર થી વધુ પિયતવાળી જમીન ન હોય તો જ આ યોજના માં સમાવેશ કરવા અંગે અરજી કરી શકાય છે.

nfsa યાદી માં નામ દાખલ કરવા માટે ડૉક્યુમેન્ટ ની યાદી 

  • પરીવાર ના તમામ સભ્ય ના આધારકાર્ડ 
  • પારીવાર નો આવક નો દાખલો 
  • જો ખેતીની જમીન હોય તો ૭/૧૨ અને ૮-આ ના ઉતારા 
  • બેન્ક પાસબુક ની વિગત 
  • રહેઠાણ નો પુરાવો 

રેશનકાર્ડ ને લગતી અન્ય કઈ કઈ સેવા ઓનલાઈન મળી રહે છે ? 

રેસનકાર્ડ ને લગતી તમામ સેવા digitalgujarat.gov.in પર ઓનલાઇન મળી રહે છે જેવી કે 
  1. નવું રેસાનકાર્ડ કઢાવવું 
  2. રેસનકાર્ડ જુદું પાડવું 
  3. ડુપ્લિકેટ રેસનકાર્ડ કાઢવું 
  4. રેસનકાર્ડ માં નામ ઉમેરવું તથા કમી કરવું 
  5. રેસનકાર્ડ માં સુધારો કરવો
nfsa
nfsa
nfsa યોજના હેઠળ રેશનકાર્ડ મેળવવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઇન બંને પ્રકારે અરજી કરી શકો છો. 
 
નવા રેશનકાર્ડ માટે ઓનાઇન અરજી કરવાની પધ્ધતી
  1. ઓનલાઇન અરજી કરવા માટે તમારે digitalgujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે. 
  2. જેમાં સૌ પ્રથમ મેઇન પેજ ઓપન કરવાનું રહેશે. 
  3. જો તમે અગાઉ આ પોર્ટલ પર ક્યારેય રજીસ્ટ્રેસન કરેલ ના હોય તો રજીસ્ટ્રેસન કરવાનું રહેશે. 
  4. જે આઈ ડી અને પાસવર્ડ હોય તેનાથી લોગીન કરવાનું રહેશે 
  5. જે બાદ નવા રેશનકાર્ડ માટે અરજી બટન પર ક્લિક કરવાનું રહેશે. 
  6. જે બાદ બરવાની થતી તમામ વિગત ભરી અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરી સબમીટ બટન પર ક્લિક કરવાનું છે. 
  7. જો આપ આ અરજી csc અથવા ગ્રામ પંચાયત ના e-gram સેન્ટર પરથી કરવા માંગતા હોવ તો એ પણ કરી શકો છો.
ઓફલાઇન અરજી કરવાની રીત ? 
 
ઓફલાઇન અરજી કરવા માટે તમારા તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.જ્યાં તમને અરજી ફોર્મ મળી જશે અને અરજી ફોર્મ માં દર્શાવેલ તમામ વિગતો ભરો અને તમામ જરૂરી ડૉક્યુમેન્ટ જોડી મામલતદાર કચેરીએ જમા કરવાવાથી તમને આ યોજના હેઠળ નું રેશન કાર્ડ માળી જશે.

 

 

FAQ’s

 
 

What is NFSA card in Gujarat?

ગુજરાત રાજ્ય માં ગ્રામ્ય વિસ્તાર માં આ યોજના માં કુલ પરીવાર ના 75% પરીવાર સુધી ને શહેરી વિસાર ના 50% સુધી ના પરીવાર નો સમાવેશ કરવામાં આવેલ છે.

What is NFSA beneficiary?

આ યોજના માં અગ્રતાક્રમ ધરાવતા પરીવાર અને અંત્યોદય પરીવાર નો સમાવેશ થાય છે જેમને દર મહીને 75 કિલો ગ્રામ અનાજ આપવામાં આવે છે જે વ્યક્તિ દીઠ 5 કિલો હોય છે.

How can I apply for NFSA online in Gujarat?

અરજદાર આના માટે fficial website of Digital Gujarat @www.digitalgujarat.gov.in. પર જઈને ઓનલાઈન અરજી કરે શકે છે.

શું હું મારા એક ગામ ના રેશનકાર્ડ થી બીજા આણી ગામ માં પણ અનાજ મેળવી શકું ?

હા તમે અન્ય ગામ માં પણ અનાજ નો જથ્થો મેળવી શકો છો.

રેશનકાર્ડ ને લગતી ફરીયાદ માટે નો ટોલ ફ્રી નંબર ક્યો છે ?

રેશન કાર્ડ હેલ્પલાઈન નંબર   1800-233-5500
ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઈન નંબર 1800-233-0222

Leave a Reply

%d bloggers like this: