New Rojgar Portal 2023:તમારી પસંદ મુજબ ની નોકરી

New Rojgar Portal 2023:તમારી પસંદ મુજબ ની નોકરી

 

New Rojgar Portal 2023 : ભારત વિશ્વ માં સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે. જેથી દેશ ના તમામ યુવાનોને સરળતાથી લાયકાત મુજબ નોકરી મળી રહે તે માટે સરકાર હર હમેશ કાર્યરત છે.જેના ભાગ રૂપે ભારત સરકાર અને રાજ્ય સરકાર સયુક્ત ઉપક્રમે “Anubandham App” અને “Anubandham portal” જાહેર કરેલ છે.યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં પણ Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.

Anubandham Rojgar Portal 2023

રાજ્ય સરકાર નો વિભાગ Directorate of Employment & Training,
Government of Gujarat
આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન
કેવી રીતે કરવું
Online Registration  
(કોઈપણ જગ્યાએથી)
કોણ રજીસ્ટ્રેશન કરાવી શકે શિક્ષિત અને અશિક્ષિત
(Education Wise Jobs)
આ પોર્ટલ જાહેર કર્યા તારીખ 06/08/2021

ગુજરાત રાજ્ય ના માન મુખ્યમંત્રી દ્વારા “ રોજગાર દિવસ ” ના દિવશે આ Anubandham Portal & Mobile Application (Rojgar Portal 2023) જાહેર કરવામાં આવેલ હતું.આ પોર્ટલ ગુજરાત અને દેશ ના નોકરી ઇચ્છુક યુવાનો અને નોકરી આપવા માંગતા વિવિધ એકમો માટે સાંકળ નું કામ કરશે.જે કોઈ નિકારી મેળવવા માંગતા હોય તેઓ આ પોર્ટલ પર રજીસ્ટ્રેસન કરશે જ્યારે નોકરી આપનાર પણ આ પોર્ટલ પર રજીસ્ટ્રેસન કરશે જેથી બંને ના ડેટા આ એકજ પોર્ટલ પર ઉપલબ્ધ થવાથી તત્કાલીક એક બીજાની જરુરીયાત ટૂંકા સમય માં પૂર્ણ થશે.

મેળવો તમારા જિલ્લાની તમારી પસંદ ની નોકરીની માહિતી

 

 

આ “Department of Labour and Employment, Government of Gujarat” ના હેઠળ કાર્યરત Directorate of Employment & Training, (DET) દ્વારા આ વેબપોર્ટલનું સંચાલન થશે.DET નું મુખ્યકાર્ય ગુજરાત રાજ્યમાં યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. DET દ્વારા ITI અને વિવિધ કેન્‍દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવે છે. Rojgar Kacheri Registration Online  દ્વારા રજીસ્ટ્રેશન કરેલા યુવાનોને નોકરી માટે મદદરૂપ થાય છે.

આ અનુબંધમ પોર્ટલથી શું લાભ થશે ?

“અનુબંધમ” એ એક રજીસ્ટ્રેશન પોર્ટલ છે. આ પોર્ટલ અપ્લીકેશન અને વેબ પોર્ટલ બંને સ્વરૂપે દાખલ કરવામાં આવ્યું છે.આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પોતે વ્યક્તિ ઇન્ટરનેટ ના માધ્યમ થી જાતે કરી શકે છે જેથી મોટા પ્રમાણ માં નોકરી ઇચ્છુક અને નોકરી આપનાર બંને નું રજીસ્ટ્રેસન થયેલ છે.આ ઉપરાંત આ પોર્ટલ સરકાર હસ્તક હોય કોઈ પણ ફ્રોડ થવાની શક્યતા નહીવત થઈ જાય છે.આ ઉપરાંત પણ આ પોર્ટલ ના અનેક લાભો છે જે નીચે મુજબ છે.  

  1. ગુજરાત રાજયના નોકરી ઇચ્છુક યુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
  2. કોઈ પણ કચેરી ખાતે રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, આ અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  3. આ પોર્ટલ તમારી લાયકાત અને શિક્ષણ મુજબ ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ આપવામાં આવેલ હોવાથી કોઈ ખોટી નોકરી વિષયક માહિતી નહીં મળે.
  4. આ પોર્ટલ પર ક્વિક સર્ચ અને ફિલ્ટરના ઓપસન આપેલ હોવાથી પોતે નોકરી કરવા માંગતા હોય તેવા સ્થળો અને પોસ્ટ પસંદ કરી શકસે.
  5. ઉમેદવારની પોતાની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  6. અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
  7. આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
  8. આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્‍ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
  9. Anubandham Portal પર નોકરી દાતાઓને સીધીજ નોકરી ઇચ્છુક ની માહિતી મળતી હોવાથી નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
  10. નોકરી આપનાર ને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  11. નોકરીદાતાઓ પોતાની જાહેરાત આપી ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહ યોજી શકે છે.
  12. રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
  13. New job provider નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
  14. આ પોર્ટલ ના માધ્યમ થી નોકરી દાતા અને નોકરી મેળવનાર બંને ના નાણાં સને સમય નો બચાવ થશે.

Anubandham Rojgar Portal Login- કરવાની રીત

રાજયના ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. Job Seeker login અને Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની Step by Step લખેલી માહિતી અને Employment Office દ્વારા બનાવેલ Youtube Video અને લખાણ નીચે મુજબ આપેલી છે.

અનુબંધમ જોબ પોર્ટલ દ્વારા જોબ મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન 

State Job Portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા નવયુવાનો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat login કેવી રીતે બનાવી શકાય. તે નીચે મુજબ જાણી શકીશું.

  1. Google માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  2. નેચે આપેલ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
  3. નોકરી મેળવવા ઇચ્છુક માટે “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
  4. ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  5. આ OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  6. નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
  7. છેલ્લે “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

 

Rojgar Portal 2023 અનુબંધમ પોર્ટલ જોબ નોકરીદાતાઓનું રજીસ્ટ્રેશન

Anubandham Rojgar Portal 2023 દ્વારા નોકરીદાતાઓનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે. રાજ્યના સંસ્થાઓ કે અન્ય વિભાગ/ કચેરીમાં નોકરી પૂરી પાડવાની હોય તો તેવા સંજોગોમાં (Rojgar Portal 2023) Job Provider તરીકે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. Employer તરીકે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તે નીચે મુજબ જોઈશું.

  1. Google Search Bar માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  2. અનુબંધમ પોર્ટલ પર “Register” પર ક્લિક કરવું.
  3. નોકરીદાતા હોય તો “Job Provider / Employer” સિલેક્ટ કરવાનું રહેશે.
  4. Job Provider એ પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  5. OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.
  6. છેલ્લે “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે

 

 

 

અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- માટે જરૂરી ડૉક્યુમેન્ટ

અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જોઈએ. આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.

  • મોબાઈલ નંબર
  • Email Id
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ https://anubandham.gujarat.gov.in/home
અનુબંધમ લોગીન પેજ અહીં ક્લિક કરો

CLICK HERE : KUVARBAI NU MAMERU YOJANA: કુંવરબાઈ નું મામેરું યોજના

New Rojgar Portal 2023
New Rojgar Portal 2023

Leave a Reply