Niradhar Vrudh Sahay : ભારત સરકાર અને ગુજરાત સરકાર હમેશા વૃદ્ધ અને નિરાધાર નાગરિકો પ્રત્યે વધુ સવેદનશીલ રહી છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા Niradhar Vrudh આર્થીક નબળા અને એકલા વૃદ્ધ અને નિરાધાર નાગરિકો ને સહાય રૂપે આર્થીક મદદ કરવામાં આવે છે.તેઓને મદદ રૂપ થવા સરકાર સીધી રીતે અને આડકતરી રીતે કોઈ ને કોઈ યોજના દ્વારા Niradhar Vrudh ને Sahay આપવાનો પ્રયાસ કરે છે.
નિરાધાર વૃદ્ધ સહાય નો ઉદેશ્ય
સરકાર વરીષ્ઠ નાગરીકો માટે અનેક યોજનાઓ બનાવે છે જેમાં આર્થિક રીતે જરૂરિયાત ધરાવતા વરિષ્ઠ નાગરિકો ને સરકાર દ્વારા આ વૃદ્ધ સહાય યોજના દ્વારા આર્થીક સહાય પૂરી પાડવામાં આવે છે.તેઓને સરકાર દ્વારા માસીક પેન્સન તરીકે રૂપિયા 1000 થી 1250 સુધીની રકમ તેમના બેન્ક ખાતા માં સીધી જમા કરવામાં આવે છે.આ Niradhar Vrudh Sahay તેઓને મળવાથી વરીષ્ઠ નાગરિકો પોતાની જરુરીયાત પૂરી કરી શકે છે.તેઓ આ રકમ પોતાના નિર્વાહ અને જરુરીયાત મુજબ વાપરી શકે છે.આ નાની રકમ પણ નિરાધાર વૃદ્ધ નાકારીકો ને ખૂબ જ મદદ રૂપ થાય છે.આ સહાય મળવાથી આવા નિરાધાર વૃદ્ધ નાગરીકો ની અન્ય પર ની નિર્ભરતા ઘટે છે અને તેઓ સ્વમાન થી જીવી શકે છે.

Niradhar Vrudh Sahay યોજના ના લાભો
ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.આ યોજના થી લાભાર્થી ને 60 વર્ષ ની ઉમર બાદ માસીક 1000 થી 1250 સુધી નું પેન્સન આપવામાં આવે છે.આ પેન્સન ની રકમ તેઓના બેન્ક ખાતા સીધા જ ટ્રાન્સફર કરવામાં આવે છે.આં વૃદ્ધ પેન્સન યોજના 60 વર્ષ પછી ની પેંસન યોજના છે. (Niradhar Vrudh Sahay)
નિરાધાર વૃદ્ધ સહાય માટે જરૂરી લાયકાત
- લાભાર્થી ગુજરાત રાજ્ય ના 10 વર્ષથી કાયમી રહેવાશી હોવા જોઈએ
- અરજી ની તારીખે લાભાર્થી ની ઉમર 60 વર્ષ કે તેથી વધારે થવી જોઈએ
- જો અરજદાર અશક્ત (દિવ્યાંગ) હોય અને દિવ્યાંગતા 75% થી વધારે હોય તો 45 વર્ષ ની ઉમરે પણ આ યોજના માટે અરજી કરી શકે છે.
- લાભાર્થી ની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 120000 અને શહેરી વિસ્તાર માટે 150000 થી ઓછી હોવી જોઈએ
- અરજદાર ને કામ કરી શકનાર 21 વર્ષ નો પુત્ર ન હોવો જોઈએ
- અરજદાર ને વારસદાર તરીકે પરીણીત પુત્રી હોય તો પણ આ લાભ મળવા પાત્ર છે
- આ લાભ પતી અને પત્ની બંને ને મળવા પાત્ર છે. બંને એક સાથે અરજી કરી સકે છે.
અરજી માટે જરૂરી આધાર પુરાવા / ડૉક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્ક ની પાસ બુક/કોરો કેન્સલ ચેક
- ઉમર ના પુરાવા તરીકે આ પૈકી ત્રણ કોઈ એક જ (1) જન્મ પ્રમાણપત્ર ,(2) સ્કૂલ લિવિંગ સર્ટી ,(3) સરકારી ડોક્ટર નું પ્રમાણપત્ર
- 21 વર્ષ નો પુત્ર નથી તે અંગે પેઢીનામું તલાટી રૂબરૂ
- દિવ્યાંગતા ના કિસ્સા માં દિવ્યાંગ પ્રમાણપત્ર
- આવક નો દાખલો
- રેશન કાર્ડ
અરજી ક્યાં કરવી
Niradhar Vrudh Sahay ( સિનિયર સિટીઝન પેન્સન યોજના ) માટે ની અરજી આપના તાલુકા ના મામલતદાર કચેરી ખાતે કરવાની હોય છે. આ ઉપરાંત જો આપ ગ્રામ્ય વિસ્તાર ના રહેવાસી હોય તો આપના ગ્રામ પંચાયત કચેરી ના ઇ ગ્રામ સેન્ટર ખાતે vce પાસે થી પણ આ અંગે ઓનલાઈન અરજી કરી શકો છો.તમે આં માટે niradhar vrudh sahay yojana online apply પણ કરી શકો છો.
અરજી ફોર્મ ક્યાથી મળશે ?
નિરાધાર વૃદ્ધ સહાય યોજના અંગે નું ફોર્મ વિના મૂલ્યે આપવામાં આવશે. આ ફોર્મ આપણે મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરી ખાતેથી વિના મૂલ્યે મળી રહેશે. આ ઉપરાંત વૃદ્ધ પેન્સન યોજના ના ફોર્મ ઓનલાઈન pdf dawnload કરી શકાઈ છે.
અરજી કર્યા બાદ અરજી મંજૂર કે નામંજૂર અંગે કઈ રીતે ખબર પડશે ?
તમે જ્યારે આ અરજી કરો છો ત્યારે આપેલ સરનામા પર તમને અરજી ના મંજૂરી/ નામજૂરી અંગે ટપાલ દ્વારા જાણ કરવામાં આવશે. જો આપની અરજી મંજૂર કરવામાં આવશે તો અરજી ની તારીખ થી જ આપના બેન્ક ખાતા માં સહાય જમા થવાનું શરૂ થઈ જશે.અને જો અરજી નામંજૂર કરવામાં આવશે તો પણ આપને ટપાલ દ્વારા જાણ કરવામાં આવશે.અને જો આપ આ નામજૂર થયેલ અરજી અંગે અપીલ કરવા માંગતા હોવ તો પણ પ્રાંત કચેરી ને અપીલ કરી શકો છો. (vrudh pension yojana gujarat list)
અરજી માટે જરૂરી ફોર્મ અને ડૉક્યુમેન્ટ યાદી pdf
અરજી ફોર્મ અહીથી ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
અરજી માટે જરૂરી ડૉક્યુમેન્ટ ની યાદી ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |
FAQ’s
વૃદ્ધ સહાય યોજના નો લાભ લેવા માટે અધિકૃત વેબસાઇટ કઈ છે ?
આ યોજના માટે અધિકૃત વેબસાઇટ www.digitalgujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાઈ છે.
Vrudh Sahay Yojana Gujarat Form માં કેટલા રૂપિયા સહાય મળે છે?
આ યોજના માં 60 થી 79 વર્ષ સુધી 1000/- અને 80 થી વધુ ને 1250/- ની સહાય મળે છે.