Palak Mata pita Yojana 2023 : પાલક માતા પિતા યોજના ૨૦૨૩

Palak Mata pita Yojana 2023 : પાલક માતા પિતા યોજના ૨૦૨૩

 

Palak Mata Pita Yojana 2023 :પાલક માતા પિતા યોજના 2023 : શું તમે ગુજરાતમાં રહો છો અને પાલક માતા-પિતા છો ? અથવા તો તમે જે અનાથ બાળકની સંભાળ લઈ રહ્યા છો તો તેને સહાય આપવા માટે નાણાકીય સહાય યોજના ની શોધમાં છો? તો ગુજરાત સરકારે અનાથ બાળકોની દેખભાળ રાખતા પાલક માતા અને પિતાને આર્થિક સહાય પૂરી પાડવા માટે પાલક માતા-પિતા યોજના શરૂ કરી છે. આ લેખમાં, આપણે આ યોજના વિષે જાણકારી મેળવીશું. 

શું આપના ધ્યાન માં પણ કોઈ અનાથ બાળક છે ? અને તમે મદદ કરવા માંગો છો ? જો હા તો આ લેખ તમારે ધ્યાન પૂર્વક વાંચવો જોઈએ.

Palak Mata pita Yojana 2023

 

પાલક માતા પિતા યોજના ૨૦૨૩ (Palak Mat-Pita Yojana 2023)

 

પાલક માતા પિતા યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનાથ બાળકોને મદદ કરવા માટે બનાવવામાં આવી છે આ યોજના ગુજરાત રાજયમાં વર્ષ 2009 માં અમલમાં મૂકવામાં આવી છે.હાલ આ યોજના નો લાભા જે  બાળકના માતા-પિતા બંને અવસાન પામ્યા હોય અથવા જેમના પિતા અવસાન પામ્યા છે અને જેમની માતાએ ફરીથી લગ્ન કર્યા છે તેવા બાળક ના પાલક માતા અથવા પિતા ને આવા બાળક ની સારસંભાળ અને દેખરેખ માટે માસિક રૂપિયા 3000/- ની આર્થીક સહાય આપવામાં આવે છે .

હાલ માં સહાય કઈ રીતે ચૂકવવામાં આવે છે ? 

આ યોજના માં અગાઉ 1000/- ની આર્થિક સહાય આપવામાં આવતી હતી  જે વર્ષ 2016 માં વધારીને 3000/- રૂપિયા કરવામાં આવે છે.આ યોજના હેઠળ આપવામાં આવતી સહાય બાળકો ને શિક્ષણ અને વિકાસ હેતુઓ માટે બાળક અને પાલક માતા-પિતાના જોઈન્ટ બેંક ખાતામાં  ચૂકવવામાં આવે છે.આ યોજના નો લાભ બાળક ૧૮ વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી  આપવામાં આવે છે.આપવામાં આવતી સહાય બાળક ના વિકાસ અને અભ્યાસ માં ઉપયોગ કરવાની છે. 

 

 

પાલક માતા પિતા યોજનાનો (Palak Mata pita Yojana 2023) ઉદ્દેશ્ય શું છે.

 

ગુજરાત ના અનાથ બાળકોના વિકાસ અને આરોગ્ય ટેકો આપવાનો છે. સરકાર સમજે છે કે જો પાલક માતા-પિતાની આર્થિક સ્થિતિ નબળી હોય તો બાળકોને અનેક તકલીફ નો સામનો કરવો પડી શકે છે. આથી, બાળકનું જીવન સ્વસ્થ અને સમતુલીત વ્યક્તિ તરીકે સુનિશ્ચિત કરવા માટે ૧૯/૪/૨૦૧૬ ના રોજ પાલક માતા-પિતા યોજના નો વ્યાપ વધારવામાં આવ્યો છે. 

 

પાલક માતા પિતા યોજના માં ક્યો સુધારો થયો છે ? 

 

આ યોજના સરકાર શ્રી દ્વારા ૨૦૦૯ માં શરૂ કરવામાં આવે હતી પરંતુ યોજના નો વ્યાપ ગુજરાત સરકાર દ્વારા ૧૯/૪/૨૦૨૧૬ ના રોજ વધારવા આવ્યો હતો. આ યોજનાની શરૂઆતમાં પાલક માતા પિતાને ૧૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જે હવે વધારીને રૂપિયા 3,000 કરવામાં આવી છે. સરકારે આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજી પ્રક્રિયા પણ ઓનલાઈન કરી આપવામાં આવી છે. જો બાળક ૧૦ મા ધોરણમાં નાપાસ થાય તો પણ અપડેટેડ સ્કીમ સતત સપોર્ટ કરે છે. જે બાળકો ૧૦ મા ધોરણમાં નાપાસ થયા છે પરંતુ ઘરેથી પરીક્ષામાં હાજર થયા છે તેમને શાળાના આચાર્ય તરફથી પ્રમાણપત્ર આપવા પર સહાય ચૂકવવામાં આવે છે. (Palak Mata pita Yojana 2023)

 

પાલક માતા પિતા યોજના હેઠળ કોણ સહાય મેળવવા પાત્ર છે ? 

 

પાલક માતા પિતા યોજના હેઠળ સહાય માત્ર એવા અનાથ બાળકોને જ  પૂરી પાડે છે જેમના માતા-પિતા બંને અવસાન પામ્યા છે, અથવા જેમના પિતા અવસાન પામ્યા છે અને જેમની માતાએ ફરીથી લગ્ન કર્યા છે. આવા કિસ્સાઓમાં, બાળકની સાસુ અથવા કાકા અથવા પાલક માતા બાળકની સંભાળ લઈ શકે છે. પાલક માતા-પિતા અને બાળકને તેમના સંયુક્ત બેંક ખાતામાં દર મહિને રૂ. ૩૦૦૦/-  મળશે, જે બાળકની જાળવણી અને અભ્યાસ માટે DBT ના માધ્યમથી બાળક અને તેમાં પાલક ના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.  આવું બાળક ૧૮ વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી ગુજરાત સરકાર દ્વારા આ સહાય ચૂકવવામાં આવશે.(Palak Mata pita Yojana 2023)

 

પાલક માતા પિતા યોજના ૨૦૨૩ માટે કેવી રીતે અરજી કરવી

 

  • પાલક માતા પિતા યોજના 2023 માટે અરજી કરવા માટે નીચે આપેલ સૂચના મુજબ અનુસરવાનું રહેશે. 
  • સૌ પ્રથમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની ઓફિસિયલ વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ પર ક્લિક કરો. 
  • પાલક માતા પિતા યોજના પર ક્લિક કરો 
  • આપેલ ફોર્મ ની માહિતી સાચી અને કાળજી થી સંપૂર્ણ ભરો 
  • બાળક અને પાલક માતાનો ફોટો અપલોડ કરો 
  • ફોર્મ ને સબમિટ કરો. 
  • આ ફોર્મ તમે ગ્રામ પંચાયત કચેરી ના ઇ ગ્રામ સેન્ટર પર થી પણ ભરી શકો છો. 
  • વધુ માહિતી માટે બાળક જે આંગણવાડી ,  શાળા કે  કોલેજ માં અભ્યાસ કરતું હોય ત્યાં સંપર્ક કરો. અથવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નો સંપર્ક કરવો. 

યોજના નો મુખ્ય હેતુ

 

પાલક માતા પિતા યોજના ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતાને આર્થિક સહાય પૂરી પાડવા માટેની એક ઉત્તમ પહેલ છે. આ યોજનાનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુજરાત રાજ્યમાં દરેક બાળક ને તેમના શિક્ષણ અને વિકાસ માટે તામાં જરૂરી સગવડ મળી રહે.

 

યોજના ની સંપૂર્ણ જાણકારી નો વિડીયો  જોવા માટે : CLICK HERE 

 

 

 

FAQs

 

 

 

પાલક માતા-પિતા યોજના શું છે?

પાલક માતા પિતા યોજના એ અનાથ બાળકો અને તેમના પાલક માતા પિતા ને આર્થીક મદદ થાય અને બાળક ને શિક્ષણ અને વિકાસ માં મદદ થાય તે માટે માસિક 3000/- રૂપિયા ને સહાય કરવામાં આવે છે.

શું સહાયની રકમનો ઉપયોગ શિક્ષણ અને વિકાસ સિવાય અન્ય કોઈ કાર્ય માટે કરી શકાય?

ના , સહાય માત્ર બાળક ના વિકાસ અને અભ્યાસ માટે જ વાપરી શકાય છે.

આ યોજના હેઠળ સહાય કેટલા સમય સુધી આપવામાં આવશે?

આ યોજના હેઠળ બાળક ની ઉમર 18 વર્ષ થાય ત્યાં સુધી સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમ કેટલા રૂપિયા હોય છે?

દર માસે રૂપિયા 3000/- બેન્ક ખાતા સિધા જમા કરવામાં આવે છે.

 

List of Gujarat Government Schemes 2023:ગુજરાત સરકાર ની વિવિધ યોજના ની માંહીતી  એકજ પેજ ઉપર તમે જોઈ શકો છો

 

Leave a Reply

%d bloggers like this: