PM Kishan e KYC Online 2023 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવી?

Short Briefing: PM Kishan e KYC કેવી રીતે કરવું? । 14 મા હપ્તાના રૂપિયા 2000 મેળવવા માટે e-KYC ફરજિયાત કરવાનું રહેશે | PM Kisan Kyc Process
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા Pradhan Mantri Maan-dhan Yojana, PM Kishan Sanman Nidhi Yojana વગેરે ચલાવાવામાં આવે છે. એવી જ રીતે ગુજરાતમાં ખેડૂત યોજનાઓ માટે ikhedut બનાવવામાં આવેલ છે. જેનો પર વિવિધ ખેડૂતલક્ષી યોજના ઓનલાઈન મૂકાય છે. પરંતુ આજે આપણે PM Kisan KYC Online 2023 વિશે માહિતી મેળવીશું.
PM Kisan e-KYC Online 2023
PM Kishan Yojama હેઠળ ખેડૂતોને રૂ. 2000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 ની સહાય મળે છે. PM Kishan Samman Nidhi Yojana નો લાભ ચાલુ રાખવા માટે e-KYC કરવું ફરજિયાત છે. જે ખેડૂત લાભાર્થીઓ દ્વારા ઈ-કેવાયસી કરવામાં આવેલ હોય, એમને આગામી 14 હપ્તાના રૂપિયા 2000/- ચૂકવવામાં આવશે. તો ખેડૂત મિત્રો આ KYC Online કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આજે મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.
PM Kishan e KYC નહીં કરેલ હોય તેમણે 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.
ખેડૂતો દ્વારા પી.એમ કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન e-KYC કરવું પડશે. જો કેંદ્ર સરકારની અધિકૃત વેબસાઈટ પરથી e-KYC નહીં કરેલ હોય તો રૂપિયા 2000/- હપ્તા બંધ થઈ જશે. જો તમને પણ આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના આધારકાર્ડ દ્વારા eKYC કરી લેવું.
આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો જ PM Kishan e KYC Online કરી શકાય.?
ખેડૂતોના આધારકાર્ડ રજીસ્ટ્રર મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોય તો e-kyc કરી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. વેરીફિકેશન પ્રક્રિયા PM Kisan ના ઓફિશિયલ પોર્ટલ પરથી વિનામૂલ્યે કરી શકો છો.
આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે E-KYC કેવી રીતે કરવું?
જો ખેડૂતોને આધારકાર્ડમાં મોબાઈલ નંબર એન્ટ્રી ન કરેલ હોય તો ઈ-કેવાયસી કેવી રીતે કરવું મોટી સમસ્યા છે. પરંતુ આજે અમે તેની માહિતી આપીશું. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવવું પણ શક્ય છે.
જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને e-KYC કરાવવું છે, તો તમારે નજીકના Common Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે e-KYC કરાવી શકો છો.
1.પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં e-kyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?
જવાબ:- કિસાનોઓએ PM Kisan માટે e-KYC ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.
- ખેડૂતો આ યોજના માટે કેવી રીતે e-KYC કરી શકશે?
જવાબ: આ યોજના માટે ખેડૂતો Online અને Offline બંને રીતે e-KYC કરી શકશે.
- e-KYC માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.?
જવાબ: હા, ખેડૂતોઓએ આ ઈ-કેવાયસી કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.
- કિસાન સન્માન નિધી યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?
જવાબ: જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.
FOR OFICIALY WEBSITE CLICK HERE
CLICK HERE : KUVARBAI NU MAMERU YOJANA: કુંવરબાઈ નું મામેરું યોજના