PM Kishan Sanman Nidhi : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત ના તમામ ખેડૂતો ના બેન્ક ખાતા માં DBT ના માધ્યમ થી સીધા રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે.આ યોજના થી ખેડૂતો ને ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ થઈ રહ્યો છે. આ યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને આજ દીન સુધી આ યોજના અમલ માં છે. વર્ષ 2023/24 ના બજેટ માં પણ આ યોજના માટે નાણાં ની ફાળવણી કરવામાં આવેલ છે. તો ચાલો આ યોજના વિષે વિગતવાર જાણીએ.
યોજના વિષે ટૂંક માં માહિતી
ભારત ખેડૂતો નો દેશ છે. જેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી હોય છે પરંતુ આઝાદી બાદ ની તમામ ખેડૂત ને લગતી યોજના કરતાં મોટી યોજના પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદી સાહેબ દ્વારા રજૂ કરવામાં આવી.આ યોજના 2018 માં શરૂ કરવામાં આવી હતી.આ યોજના માં ખેડૂત પરીવાર ને એક વર્ષ માં કુલ ૬૦૦૦ હજાર રૂપિયા સીધા ખેડૂત ના બેન્ક ખાતા માં જમા કરવામાં આવે છે. આ ૬૦૦૦ હજાર રૂપિયા વર્ષ માં ત્રણ વખત માં એટ્લે કે ૨૦૦૦ હજાર ના ત્રણ હપ્તા દ્વારા જમા કરવામાં આવે છે. આજ સુધી આ યોજના હેઠળ કુલ ૧૩ હપ્તા જમા કરવામાં આવેલ છે.જ્યારે ૧૪ મો હપ્તો પણ ટૂંક સમય માં જમા કરવામાં આવનાર છે.
યોજના હેઠળ આપવામાં આવતી સહાય
ખેડૂત કુટુંબ ને એક વર્ષ માં કુલ ૬૦૦૦ હજાર રૂપિયા સીધા ખેડૂત ના બેન્ક ખાતા માં જમા કરવામાં આવે છે. આ ૬૦૦૦ હજાર રૂપિયા વર્ષ માં ત્રણ વખત માં એટ્લે કે ૨૦૦૦ હજાર ના ત્રણ હપ્તા દ્વારા જમા કરવામાં આવે છે.
સહાય મેળવવા અંગેની પાત્રતા
પતિ , પત્ની અને બાળકો (18 વર્ષ થી વધુ ) જેઓ પોતાની ખેતી ની જમીન ધારણ કરી ખેડતા હોય તેઓને આ યોજના નો લાભ મળવા પાત્ર છે.
PM Kishan Sanman Nidhi માટે જરૂરી વિગતો
- ખેતીની જમીન હોવા અંગે ના પુરાવા
- ખેડૂત નું આધાર આકાર્ડ
- બેન્ક ખાતા ની વિગત
- જમીન ખેડવા અંગે ના પુરાવા

PM Kishan Sanman Nidhi નો લાભ મેળવવા શું કરવું પડે
- PM Kishan Sanman Nidhi નો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ https://www.pmkisan.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.
- જો આપ જાતે અરજી કરવા માંગતા ના હોવ તો નજીક ના csc સેન્ટર પરથી પણ અરજી કરી શકો છો.
- આપ મોબાઇલ એપ્લીકેશન (PM Kisan App) ઉપરથી Farmer Corner માંથી પણ જાતે અરજી શકશે.
- ઓનલાઈન અરજી બાદ pdf ની પ્રિન્ટ આપના ગામના ગ્રામ પંચાયત ના તલાટી કામ મંત્રી ને જમા કરવાની રહેશે.
જમીન હોવા અંગે ના આધાર
- આપ ની તા.૦૧/૦૨/૨૦૧૯ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે. ત્યાર બાદ જમીન ધારણ કરેલ હશે તો આ યોજના માં સમાવેશ કરવામાં આવશે નહી.
- જમીન માલિક ના મરણ ના કિસ્સા માં વારસાઈ થી દાખલ થયેલ અરજદાર નવી અરજી કરવાની રહેશે અને તે સિવાઈ અન્ય કોઈ પણ રીતે જમીન માં ફેરફાર થી આવેલ ખેડૂત આ યોજના માટે અરજી કરી શકસે નહી.
- PM Kishan Sanman Nidhi માટે તા. ૦૧/૧૨/૨૦૧૮ થી તા.૦૧/૦૨/૨૦૧૯ સુધીના સમયગાળામાં જમીન ધારક તરીકે નોંધાયેલ જમીન ધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ મળવાપાત્ર થશે,
- જ્યાં ખરીદી, વારસાઇ, વસિયતનામા, ભેટ સહિતના કારણો એ ખેડાણ લાયક જમીનની માલિકીના હક્ક તા.૦૧/૧૨/૨૦૧૮ થી તા.૩૧/૦૧/૨૦૧૯ના સમયગાળામાં ફેરફાર થયા હોય તેવા કિસ્સામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ ના પ્રથમ હપ્તા માટે ટ્રાન્સફર તારીખથી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા લાભ મળવા પાત્ર થશે.
સહાય કોને મળવાપાત્ર નથી :
નીચે ની લાયકાત ધરાવતા ખેડૂત પરીવાર આ યોજના માટે લાયક ગણાશે નહીં.
- સંથાકીય જમીન માલિક
- ચાલુ અથવા ભૂતકાળ માં બંધારણીય હોદ્દો ધારણ કરતાં હોય
- જિલ્લા અધ્યક્ષ સહિત થી ઉપર કોઈ પણ રાજકીય હોદ્દો ધારણ કરતાં હોય
- રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના વર્ગ 4 થી ઉપર ના તમામ કર્મચારી અને પેન્સનર
- છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.
નવી અરજી કઈ રીતે કરવી ?

PM Kishan Sanman Nidhi માટે મહત્વ ની જાણકારી
PM Kishan Sanman Nidhi માટે માર્ગદર્શક સૂચના pdf ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
પીએમ કિશાન સન્માન નિધિ યોજના લાભાર્થી માટે માર્ગદર્શન pdf ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
PM Kishan Sanman Nidhi નું ઓનલાઈન ફોર્મ ભરવાની રીત pdf ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
યોજના વિષે સંપૂર્ણ જાણકારી | અહી ક્લિક કરો |
યોજના અંગે આપના પ્રશ્નો ના જવાબ જોવા | અહી ક્લિક કરો |
ઓફીસીયલ વેબસાઇટ માટે | અહી ક્લિક કરો |
મારા બેન્ક ખાતા માં સહાય જમા થઈ છે કે નહિં? તે ઓનલાઈન ચેક કેવી રીતે કરવું.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને સહાય તેમના બેન્ક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા સહાય ચૂકવાય છે. આ સહાય ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ઓનલાઈન ચેક કરી શકે છે. જે નીચે મુજબ તપાસી સકાઈ છે.

- સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google બ્રાઉઝર માં “PM Kisan Yojana” ટાઈપ કરો.
- જે બાદ તમારા મોબાઈલ કે કમ્પ્યુટર માં દેખાતા પીએમ કિસાન પોર્ટલની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
- જેના પર ક્લિક બાદ “Farmers Corner” દેખાશે તેના પર ક્લિક કરો.
- તેમાં “Beneficiary Status” નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
- જેમાં ખેડૂત અગાઉ રજીસ્ટર કરેલ લાભાર્થીનો Mobile Number અને Registration Number બોક્સમાં દાખલ કરો.
- જે બાદ “Get Data” પર ક્લિક કરો.
- ક્લિક કરવાથી તમારા બેન્ક ખાતા આજ દિન સુધી કેટલા હપ્તા જમા થયા તે તેમજ અન્ય તમામ વિગત દેખાસે.

PM Kishan Sanman Nidhi ના ૨૦૦૦ ના હપ્તા જમા થવાના બંધ થઈ ગયા છે તો શું કરવું ?
PM Kishan Sanman Nidhi યોજના થી સરકાર દ્વારા દર ચાર માસે ખેડૂત ના ખાતા 2000/- રૂપિયા જમા કરવામાં આવે છે. અને આ માટે દર વખતે નવી અરજી કરવાની થતી નથી.પરંતુ અમુક ખેડૂતો ને આ 2000/- રૂપિયા જમા થવાનું બંધ થઈ ગયું છે.જેના અનેક કારણો હોય શકે છે.
- સૌ પ્રથમ તો ઉપર બતાવ્યા પ્રમાણે તમારો મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેસન નંબર દાખલ કરી ઓનલાઈન ચેક કરી લો કે તમારા ખાતા માં આજ દિન સુધી કેટલા હપ્તા જમા થયા છે.
- તમે જ્યારે આ ઓનલાઈન ચેક કરો છો તેમાં જ તમારા ખાતા હપ્તા જમા નથી થઈ રહ્યા તેનું કારણ આપેલ છે.
- જેમાં આધાર સીડિંગ ની એરર પણ હોય શકે છે
- બેન્ક એકાઉન્ટ ની એરર હોય શકે છે
- તમારા ખેતી ની જમીન ના 7/12 માં કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય શકે છે.
જો આ રીતે કોઈ પણ એરર તમે જોઈ શકો તો તમે તમારા ગામ ના vce , તલાટી કમ મંત્રી અને તાલુકા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરી આ પ્રશ્ન નું સમાધાન કરી શકો છો.
PM Kishan Sanman Nidhi યોજના નો ૧૪ મો હપ્તો ક્યારે જમા થશે ?
ભારત સરકાર ના કૃષી મંત્રી શ્રી દ્વારા જાહેર કર્યા મુજબ તારીખ 27 ફેબુઆરી 2023 ના દીવશે 13 મો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે.દર ચાર માસ માં એકવાર હપ્તો જમા કરવામાં આવે છે તે મુજબ આવનાર જૂન મહિના ના છેલ્લા અઠવાડીયા સુધી માં 14 મો હપ્તો જમા થવાની સંભાવના છે. જેથી જે ખેડૂત મિત્રો ને 13 હપ્તો અથવા તેની અગાઉ થી પણ હપ્તા જમા થતાં નથી તો તેઓ પણ પોતાનું ઓનલાઈન સ્ટેટસ ચેક કરી જરૂરી કાર્યવાહી કરે જેથી નિયમિત હપ્તા સહાય મળવાનું ચાલુ થઇ શકે.
-
PM Kishan Sanman Nidhi યોજના માટે અરજી ક્યાં કરવી ?
આ યોજના માટે તમે તમારા ગ્રામ પંચાયત ના vce અને તલાટી કમ મંત્રી પાશે જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.
-
How to apply PM Kisan Samman Nidhi Yojana online?
આ યોજના માટે ની ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in પર ઓનલાઈન અરજી કરી શકો છો.
-
Is PM Kisan registration open?
હા, હાલ તમે ઓનલાઈન અરજી કરી શકો છો.