Pmjay Card – આયુષ્યમાન કાર્ડ
Pmjay card Download : Pmjay યોજના વિશ્વ ની સૌથી મોટી આરોગ્ય ની યોજના છે.ભારત સરકાર દ્વારા Pmjay યોજના ચલાવવા માં આવે છે.સરકાર દ્વારા આ યોજના હેઠળ ભારત દેશના દરેક નાગરીક કે જેઓ આ યોજના હેઠળ સમાવેશ થવા માટે લાયક છે તેવા દરેક નાગરીક ને રૂપિયા 10.00 લાખ ની આરોગ્ય સારવાર મફત કરાવી શકશે.આ યોજના ના લાભાર્થી ને કોઈ મોટી મેડીકલ સારવાર ની જરૂર પડે તો સરકારી અને ખાનગી દવાખાના માં મફત રૂપિયા 10.00 લાખ સુધી ની સારવાર કરાવી શકે છે.
10 લાખ ની સારવાર ફ્રી
આ કાર્ડ ધારક દર વર્ષે 10.00 લાખ ની સારવાર કરાવી શકે છે.કોઈ પણ વ્યક્તિ કોઈ મોટી ગંભીર બીમારી જેવી કે કેન્સર , કિડની , હદય , અને લીવર સંબધીત બીમારી થી પીડાતા હોય તો તેઓ આ કાર્ડ થી 10.00 લાખ સુધી ની કેશલેસ સારવાર કરાવી શકે છે.રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ માં કાર્ડ અને માં અમૃત્તમ કાર્ડ આ યોજના સાથે લિન્ક કરી દેવામાં આવેલ છે જેથી હવે સ્વસ્થ્ય સંબધીત સેવા માટે આ એકજ કાર્ડ લાભાર્થી રાખવાનું રહેશે.આ યોજના થી ગરીબ અને આર્થીક નબળા લોકોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થાય છે.
તમે લાભ લેવા માટે લાયક છો કે નહીં આ રીતે ચેક કરો
જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 10.00 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.
સરળ સ્ટેપથી આયુષ્યમાન કાર્ડ થી પાત્રતા ચેક કરો
- સૌ પ્રથમ PM જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર જાઓ
- અહીં તમે ડાબી બાજુ LOGINની ટેબ જોઈ શકશો, અહી મોબાઈલ નંબરની માહિતી પૂછવામાં આવે છે. એન્ટર મોબાઇલ નંબર સાથે કોલમમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તેની નીચે તમને કેપ્ચા કોડ ભરવાનું કહેવામાં આવશે, તે દાખલ કરો. આ પછી તમારા મોબાઈલ પર OTP મળશે.
- ત્યારબાદ તમારા રાજ્ય અને જિલ્લા પર ક્લિક કરો.
- આ કર્યા પછી તમને ડોકયુમેન્ટ અથવા ID નંબર પસંદ કરવાનું કહેવામાં આવશે. આના પર ક્લિક કર્યા પછી સર્ચ પર ક્લિક કરો.
જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો તો તમને PM આરોગ્ય યોજના (PMJAY) દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ સાથે, તમારા પરિવારને એક વર્ષમાં યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં 10 લાખ સુધીની મફત સારવાર મળશે. PMJAY અંતર્ગત, સરકારે દેશભરમાં પસંદ કરેલી હોસ્પિટલોને સૂચિબદ્ધ કરી છે, જેની માહિતી પીએમ જન આરોગ્ય યોજનાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.(Pmjay card Download)
આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાની રીત
Pmjay card Download : ભારત સરકાર દ્વારા આ કાર્ડ થી દરેક નાગરીક ને 10.00 લાખ ની મેડીકલ સારવાર આપવામાં આવે છે.ઘણી વાર આ કાર્ડ ખોવાઈ જાય કે તૂટી જાય છે તેવા સંજોગો માં આ કાર્ડ કઈ રીતે ફરીથી મેળવવું તે અહી દર્શાવેલ છે.જેથી જે લોકોનું કાર્ડ આ રીતે કાઢવાનું હોય તેઓ માટે આ માહિતી અગત્યની સાબીત થશે.
- પગલું ૧ :- આપના બ્રાઉઝર માં bis.pmjay.gov.in/BIS/mobileverify ઓપન કરો.
- પગલું ૨ :- જેમાં પેજ ના ઉપર ના ભાગે ” Download Ayushman card ” ઓપ્સન પર ક્લિક કરો.
- પગલું 3 :- ત્યાર બાદ સ્કિમ માં ” pmjay ” સિલેક્ટ કરો.
- પગલું 4 :- જે બાદ આપેલ બોક્સ માં આધાર કાર્ડ નંબર દાખલ કરી ક્લિક કરો.
- પગલું 5 :- ક્લિક કરવાથી આપના આધાર નંબર સાથે લિન્ક કરેલ મોબાઈલ નંબર પર OTP આવશે.
- પગલું 6 :- જે OTP દાખલ કરી વેરીફાઈ બટન ક્લિક કરો.
- પગલું 7 :- જે બાદ નવું પેજ ખુલશે અને જેમાં Download Card બટન પર ક્લિક કરવાથી આપનું આયુષ્યમાન કાર્ડ pdf તરીકે ડાઉનલોડ થઈ જશે. (Pmjay card Download)

નોંધ : આ રીત થી કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોવા ફરજિયાત છે.
PMJAY કાર્ડ ની પાત્રતા ચેક કરવા માટે | CLICK HERE |
PMJAY કાર્ડ DOWNLOAD કરવા માટે | CLICK HERE |
હોમ પેજ પર જવા | CLICK HERE |
Pmjay card Download : how to download pmjay card online : pmjay card free downlod : ફ્રી ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડ : 10 લાખ નું કાર્ડ : મફત સારવાર કાર્ડ : દવાખાના નું કાર્ડ
પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ની સંપૂર્ણ જાણકારી માટે અહી ક્લિક કરો