Public holiday of Gujarat government employee 2023:જાહેર રજા 2023

Public holiday of Gujarat government employee 2023:જાહેર રજા 2023

Public holiday of Gujarat government employee 2023  નું લિસ્ટ ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. દર વર્ષ ની જેમ જ આ વર્ષે પણ તારીખ : ૦૫ મી નવેમ્બર ૨૦૨૨ ના દિવશે સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકાર ની કચેરીઓ માટે જાહેર રજા ના દિવશો ની યાદી જાહેર કરેલ છે.આ યાદી ગુજરાત સરકાર ની કચેરીઓ માં ફરજ બજાવતા કર્મચારીઓ ને લાગુ પડશે.આ ઉપરાંત સામાન્ય લોકો ને પણ આ યાદી ની જાણકારી સરકાર દ્વારા આપવામાં આવી છે. જેથી લોકો પોતાના સરકારી કામ કાજ નું આયોજન કરી શકે.આ Public holiday of Gujarat government employee 2023 વિગતે યાદી અહી આપવામાં આવેલ છે.

Public holiday of Gujarat government employee 2023:જાહેર રજા 2023

વર્ષ ૨૦૨૩ માં જાહેર થયેલ જાહેર રજા ની વિગતે વાત કરીએ તો કુલ ૨૩ જાહેર રજા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ છે જે માં કુલ  ૦૩ રજા બીજા અને ચોથા શનિવાર ના રોજ આવતી હોય આ રજાઓ રજાના દિવસ તરીકે જાહેર કરેલ નથી. આ ઉપરાંત જાહેર કરેલ રજાઓ  પૈકી મુસ્લિમ ધર્મ ની રજાઓ જાહેર કરેલ દિવસ ના બદલે બીજા દિવશે મરજિયાત રજા તરીકે આપવામાં આવેલ છે.આ રજાઓ ગુજરાત રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ , કોર્પોરેશન તેમજ પંચાયત ના કર્મચારીઓ ને લાગુ પડશે.

Public holiday of Gujarat

મરજિયાત રજાઓ

વર્ષ ૨૦૨૩ માં જાહેર થયેલ જાહેર રજા ની વિગતે વાત કરીએ તો કુલ ૨૩ જાહેર રજા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ છે તે ઉપરાંત ભાગ ૨ થી સરકારી કર્મચારીઓ માટે કુલ ૩૮ મરજિયાત રજાઓ અને તેમાં  ૧૦ રજાઓ બીજા અને ચોથા  શનિવાર ના દિવશે આવતી હોય રજા તરીકે જાહેર કરેલ નથી.આ રજાઓ નો ઉપયોગ કર્મચારી સ્થાનીક તહેવારો ને ધ્યાને લઈને વધુ માં વધુ ૦૨ રજા અગાઉથી જાણ કરી પરવાનગી મેળવી કરમચારીઓ ભોગવી શકસે.

બેન્ક માટે ની જાહેર રજાઓ

ગુજરાત સરકાર ની સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરેલ આ રજાઓ ની યાદી માં ભાગ ૦૩ દ્વારા બેન્ક ની રજાઓ ભારત સરકાર ના ઠરાવ મુજબ જાહેર કરેલ છે. જેમાં કુલ ૧૬ રજાઓ જાહેર કરવામાં આવે છે જ્યારે ૦૧ રજા રવિવાર ના દિવશે આવતી હોય જાહેર રજા તરીકે જાહેર કરેલ નથી. આ રજાઓ ગુજરાત ના માન રાજયપાલ ના હુકમ થી જાહેર કરવામાં આવે છે.

આ જાહેર કરવામાં આવેલ રજાઓ કુલ ત્રણ ભાગ માં વહેચવામાં આવી છે જેમાં ફરજિયાત રજા , મરજિયાત રજા અને બેન્ક રાજાઓ . આ તમામ રજાઓ ની પીડીએફ ઉપર આપેલ લિન્ક ની મદદ થી તમે ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચો : New Rojgar Portal 2023:તમારી પસંદ મુજબ ની નોકરી

Leave a Reply

%d bloggers like this: