RTE Gujarat Admission :ગુજરાત સરકાર ની ખૂબ મહત્વ ની યોજના(કાયદો) એટલે RTE (Right to Education Act) શિક્ષણનો અધિકાર અધિનિયમ છે.આ કાયદા હેઠળ આવતા વર્ગ ના લોકો ના બાળકો પ્રાયવેટ શાળા માં વગર ફી ભરી ભણી શકે છે.
RTE Gujarat Admission 2023-24 : RTE ગુજરાત 2023 એપ્લિકેશન ફોર્મ ખૂબ જ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ યોજના હેઠળ, ગુજરાત આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગ ના કુટુંબના વિદ્યાર્થીઓ RTE (શિક્ષણનો અધિકાર) યોજનામાં પ્રવેશ મેળવી શકે છે. રાજ્ય સરકાર આ યોજના હેઠળ ખાનગી શાળા માં મફત પ્રવેશ અપાવી બાળક ની ફી પોતે ભરે છે.(RTE Gujarat Admission)
RTE Gujarat Admission 2023-24 માટે જરુરી આધાર-પુરાવાની વિગત
રહેઠાણ નો પુરાવો
- રહેઠાણ નો પુરાવા તરીકે આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ
- જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
- જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે.(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
વાલીનું જાતીનું પ્રમાણપત્ર
- વાલીનું જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
જન્મનું પ્રમાણપત્ર
- જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
ફોટોગ્રાફ
- પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
વાલીની આવકનું પ્રમાણપત્ર
- વાલીની આવકનું પ્રમાણપત્ર આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી શ્રી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો જ માન્ય ગણાશે.
બીપીએલ
- બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.(RTE Gujarat Admission)

RTE Gujarat Admission 2023-24 યોજના હેઠળ નીચે મૂજબ ની કેટેગરી ધરાવતા બાળકોને અગ્રતા આપવામાં આવે છે. આ કેટેગરી સાથે પ્રવેશ લેવા માટે જરૂરી તમામ આધાર પુરાવા અંગે આપણે નીચે માહીતી આપેલ છે.
- સેરેબલ પાલ્સી વાળા બાળકો
- ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
- (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો માટે સિવિલ સર્જન પ્રમાણપત્ર
- શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
- સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ
- વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
અનાથ બાળક
- અનાથ બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
- સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
બાલગૃહ ના બાળકો
- બાલગૃહ ના બાળકો જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો
બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે(RTE Gujarat Admission)
બાળકનું આધારકાર્ડ
- બાળકના આધારકાર્ડની નકલ
વાલીનું આધારકાર્ડ
- વાલીના આધારકાર્ડની નકલ
બેંકની વિગતો
- બેંકની વિગતો બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
કેટેગરી મુજબ અપલોડ કરવાના થતા ડોક્યમેંન્ટ
અનાથ બાળક
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- ચાઈલ્ડ વલ્ફેર કમીટી (CWC) નું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- ચાઈલ્ડ વલેફેર કમીટી (CWC) નું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
બાલગૃહ ના બાળકો
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- ચાઈલ્ડ વલેફેર કમીટી (CWC) નું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- લેબર અનેરોજગાર વિભાગનું શ્રમ અમિકારીનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
સેરેબલ પાલ્સી વાળા બાળકો અને ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- સિવિલ સર્જન નું પ્રમાણપત્ર(૪૦% કેતથે વધુ ટકાવારી ધરાવતા)
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
(ART) થેરાપીની સારવાર લેતા બાળકો
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- સિવિલ સર્જન નું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલીસ દળના જવાનના બાળકો
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
જે માતા-પિતા ને એક માત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો એક માત્ર દીકરી (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
- આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કે તેપછીનો)
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- આંગણવાડીમા અભ્યાસ કરેલ છે તે મતલબ નું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કેતેપછીનો)
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
૦ થી ૨૦ આંક ધરાવતા BPL કુટુંબના બાળકો તમામ કેટેગરી (SC, ST,SEBC, જનરલ તથા અન્ય)
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- બી.પી.એલ યાદી વાળુ પ્રમાણપત્ર (બીપીએલ રેશનકાર્ડ માન્ય નથી)
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
અનુસૂચીત જાતી (SC) અનુસૂચીત જન જાતી (ST) કેટેગરીના બાળકો
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- જામતનો દાખલો
- આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૧૯ કેતેપછીનો)
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ/ અન્યપછાત વર્ગ/ વીચરતી અને વિમુક્ત જાતીના બાળકો
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- જાતીનો દાખલો
- આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કેતેપછીનો)
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ/ વીચરતી અને વિમુક્ત જાતીના બાળકો(NTDNT મા YES કરેતો)
- જન્મન પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- જાતીનો દાખલો
- NTDNT હોવા અંગેનો દાખલો (વીચરતી અને વિમુક્ત જાતી દાખલો)
- આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કે તે પછી નો)
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
જનરલ કેટેગરી/ બીન અનામત વર્ગના બાળકો
- જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો
- આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કેતેપછીનો)
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- માતા-પિતા /વાલીની સહીનો નમૂનો
અહી નીચે આપેલ કોષ્ટક મુજબ ની વિગતો આપ મેળવી શકો છો
શાળા ની યાદી | અહિયાં ક્લિક કરો |
અરજી ની સ્થિતિ | અહિયાં ક્લિક કરો |
પ્રિન્ટ અરજી | અહિયાં ક્લિક કરો |
આર ટી ઇ પ્રવેશ ને લાગતાં કોઈ પણ પ્રશ્ન માટે | અહિયાં ક્લિક કરો |
Download ADMIT CARD (પ્રવેશ પત્ર) | અહિયાં ક્લિક કરો |
RTE Gujarat Admission વિષે વધુ પૂછાયેલ પ્રશ્નો
RTE પ્રવેશ ૨૦૨૩/૨૪ માટે આવક મર્યાદા કેટલી છે ?
RTE હેઠળ પ્રવેશ લેવાથી શું ફાયદો થાય ?
RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ની લાયકાત કઈ કઈ છે ?
RTE પ્રવેશ 2023 માટે અરજી ક્યારે કરી શકાય છે ?
CLICK HERE : PM MUDRA LOAN 2023 : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023