ગૂજરાત સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24: Gujarat Samras Hostel Chhatralay Pravesh Society Apply Online for 2023-24

Gujarat Samras Hostel Chhatralay Pravesh : ગુજરાત સરકાર દ્વારા આ છાત્રાલયો સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ચલાવવામાં આવે છે.આ છાત્રાલયો ની સરૂઆત વર્ષ ૨૦૧૬ માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.આ છાત્રાલય માં સમાજ ના તમામ વર્ગો કે ST , SC , OBC અને EBC માં સમાવેશ થાય છે તેવા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થીઓને રહેવા, જમવાની અને અન્ય જરૂરી સુવિધા (જેમ કે યોગ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી) વિના મૂલ્યે એક જ છત નીચે આપવામાં આવે છે.આ છાત્રાલય માં એક વર્ષ માટે પ્રવેશ આપવામાં આવવે છે.સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવનારા આ છાત્રાલય માં સુવિધાઓ અને ગુણવતા ખૂબ જ સારી હોવાને લીધે વિધ્યાર્થીઓ અહી પ્રવેશ લેવા માટે પ્રથમ પસંદગી આપતા હોય છે. આ Gujarat Samras [Hostel] Chhatralay માં મેરીટ ના આધારે પ્રવેશ આપવામાં આવે છે.(Gujarat Samras Hostel Chhatralay Pravesh)

Gujarat Samras Hostel Chhatralay Pravesh નો હેતુ

તમામ સમાજ ના આર્થીક રીતે નબળા વર્ગ ના વિદ્યાર્થીઓએ એક જ છત નીચે રહી વિનામુલ્યે પોતાનો ઉચ્ચ અભ્યાસ કોઈ પણ મુશ્કેલી વિના પૂર્ણ કરી અને એક તંદુરસ્ત આદર્શ સમાજ નું નિર્માણ થાય તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.(Gujarat Samras Hostel Chhatralay Pravesh)

સમરસ છાત્રાલય ના પ્રકાર

રાજ્ય માં બે પ્રકાર ની સમરસ છાત્રાલય આવેલ છે.

 • BOYS (કુમાર) સમરસ છાત્રાલય
 • GIRLS ( કુમારી) સમરસ છાત્રાલય

આમ ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. બંને ના બિલ્ડીંગ પણ જુદા છે.

સમરસ છાત્રાલય માં કોણ પ્રવેશ મેળવી શકે ?

 • આ હોસ્ટેલ માં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ના વિધ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
 • ST, SC, OBC અને EWS માં સમાવેશ થયેલ વિધ્યાર્થીઓ કે જેમની વાર્ષીક આવક 600000/- વધુ ન હોય તેવા વિધ્યાર્થી અરજી કરી શકશે.
 • વિધ્યાર્થી એ ધોરણ 12 માં 50% કરતાં વધુ માર્ક્સ આવેલ હોવા જોઈએ. (વિધ્યાર્થીનીઓ ને આ નિયમ લાગુ પડશે નહીં)
 • વિધ્યાર્થી જે જિલ્લા ની સમરસ હોસ્ટેલ માં પ્રવેશ મેળવા માંગતા હોય તેજ જિલ્લા માં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
 • વિધવા ના સંતાનો , અનાથ બાળકો , વિકલાંગ વિધ્યાર્થીઓ ને વિશેષ લાભ આપવામાં આવશે.
 • આ છાત્રાલય માં એક વર્ષ માટે પ્રવેશ આપવામાં આવસે. બીજા વર્ષ માટે નવેસરથી અરજી કરવાની રહેશે.
 • હોસ્ટેલ વિસ્તાર ની નજીક ના વિધ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં પરંતુ જો વિધ્યાર્થી કાચા મકાન કે સ્લમ વિસ્તાર માં વસાવાટ કરતાં હશે તો અરજી કરી શકશે.
 • તમામ વિધ્યાર્થીઓને મેરીટ આધારીત પ્રવેશ આપવામાં આવશે.
 • ગુજરાત રાજ્ય બહાર ના વિધ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં નહી આવે.
 • પ્રવેશ માટે અરજી કરનાર ની ઉમર 25 વર્ષ કરતાં વધારે થવી જોઈએ નહી.

સમરસ છાત્રાલય ની સુવિધાઓ

 • છાત્રાલય માં વિધ્યાર્થોને સુવિધા યુક્ત મફત રહેઠાણ નીસુવીધા આપવામાં આવશે.
 • વિના મૂલ્યે ભોજન આપવામાં આવશે.
 • યોગ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી ની સુવિધા આપવામાં આવશે.
 • વિવિધ તાલીમ કાર્યક્રમો દ્વારા તાલીમ અને સાંસ્ક્રુતિક વિકાસ પર ધ્યાન આપવામાં આવશે.
 • બિલ્ડીંગ માં લિફ્ટ ની સુવિધા આપવામાં આવશે.
 • બિલ્ડીંગ માં 100% ફાયર સેફ્ટી પ્રોટેક્સન કરવામાં આવેલ છે.
 • વિશાળ મેદાન
 • ઇન્ડોર રમત ગમત હૉલ
 • પીવાના પાણી માટે કુલર
 • વિધ્યાર્થી ને સામાન માટે અલમારી
 • પ્રત્યેક વિધ્યાર્થી ને બેડ
 • હવા ઉજાશ વાળા રૂમ
 • 24 કલાક સિક્યુરીટી

સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

રાજ્યની તમામ સમરસ છાત્રાલય માં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે છે. વર્ષ 2023-24 માટે પ્રવેશ પ્રક્રિયા અંગે ની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે.જે અંગે ની માહિતી નીચે મુજબ છે.

સમરસ છાત્રાલય પ્રવેશ વર્ષ 2023-24
અરજી કરવાની રીત ઓનલાઈન
ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ તારીખ તા: 01/06/2023
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા: 26/06/2023
ઓફીસીયલ વેબસાઇટ samras.gujarat.gov.in
કોણ અરજી કરી શકે ? ST, SC, OBC અને EWS માં સમાવિષ્ટ અને
50% વધુ માર્ક્સ મેળવનાર વિધ્યાર્થીઓ

કારકિર્દી માર્ગદર્શ : ધોરણ 12 પછી શું ?

જરૂરી ડૉક્યુમેન્ટ

નીચે મુજબના પ્રમાણપત્રો નું વેરીફેકેશન કરવામાં આવશે જે માટે ઓરીજિનલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.

 • ઓનલાઇન અરજી ની નકલ
 • ST, SC, OBC અને EWS અંગે પ્રમાણપત્ર
 • નોન ક્રિમિલિયર સર્ટી
 • આવક અંગે દાખલો
 • ધોરણ 12 નું પરીણામ (રીઝલ્ટ)
 • એલ.સી. ની નકલ
 • વિધ્યાર્થીના ઓળખ કાર્ડ
 • વાલીના ઓળખ કાર્ડ
 • પાસપોર્ટ સાઇઝ ફોટા
 • આ તમામ ડૉક્યુમેન્ટ નું વેરીફિકેશન કરવામાં આવશે.
 • નિયત નમૂનાનું બાહેધરી પત્રક
 • કોલેજ માં પ્રવેશ લીધા અંગે જરૂરી આધાર
 • વાલી ના મરણ ના કિસ્સા માં મરણ દાખલો
 • દિવ્યાંગ ના કિસ્સા માં પ્રમાણપત્ર
Samras Hostel
Samras Hostel

સમરસ છાત્રાલય માટે મહત્વના પરીપરો અને નિયમો

સમરસ છાત્રાલય પ્રવેશ જાહેરાત 2023-24 PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
સમરસ છાત્રાલય પ્રવેશ માર્ગદર્શન PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
સમરસ છાત્રાલય ના નિયમો PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
સમરસ છાત્રાલય તમામ પરીપત્રો PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
કુમાર (BOYS) સમરસ છાત્રાલય ની યાદી PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
કુમારી (GIRLS) સમરસ છાત્રાલય ની યાદી PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
સમરસ છાત્રાલય ટેલિફોન કોન્ટેક્ટ PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
સમરસ છાત્રાલય ડૉક્યુમેન્ટ વેરીફિકેશન PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

Leave a Reply

%d bloggers like this: