Sankat Mochan Yojana 2023 : રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

Sankat Mochan Yojana 2023 : આજે આપણે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંગે વિગતે વાત કરશું.આપ સઉ જાણો છો એમ આ વેબસાઇટ ના માધ્યમ થી સરકારની વિવિધ યોજના અંગે ની માહિતી સરળ ભાષા માં આપના સુધી પહોચાડી રહ્યા રહ્યા છીએ. આવી જ અનેક પ્રકાર ની આપના માટે સરકારી યોજના ની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રૂપ માં જોડાઈ શકો છો. જેથી તમને અવનવી માહિતી સીધી મોબાઈલ માં જ મળતી રહે.(Sankat Mochan Yojana)

Sankat Mochan Yojana
Sankat Mochan Yojana

શું છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ?

આ યોજના ગરીબી રેખા નીચે જીવતા પરીવારો માં જો કોઈ 18 થી 60 વર્ષ નું મુખ્ય કમાનાર વ્યક્તિ મરણ પામે તો તેવા પરીવાર ને સરકાર દ્વારા મદદરૂપ થવા માટે 20000/- અંકે વિશ હજાર રૂપિયા આપવામાં આવે છે.Sankat Mochan Yojana દરેક પરીવાર કે જે બીપીએલ યાદી માં સમાવેશ થયેલ છે તેને લાભ મળવા પાત્ર છે.આ યોજના માટે કોઈ પણ જાતી જોવામાં આવતી નથી.

Sankat Mochan Yojana યોજના નો હેતુ

Sankat Mochan Yojana યોજના દ્વારા એવા પરીવાર ને જેઓ આર્થીક રીતે ગરીબ છે અને તેઓના પરીવાર ના મુખ્ય વ્યક્તિ મરણ પામે ત્યારે તેઓને તરત જ આર્થીક મુશ્કેલી ન પડે અને તેઓ ને મદદ થાય તે માટે સરકાર દ્વારા 20000 રૂપિયા આપવામાં આવે છે.

આ પણ તમારા કામનું છે : પાલક માતા પિતા યોજના

યોજના નો લાભ કોને મળવા પાત્ર છે ?

  • અરજદાર પરીવાર નો બીપીએલ યાદી માં સમાવેશ થયેલ હોવો જોઈએ
  • કુટુંબ ના મુખ્ય કામનાર ના મરણ ના કિસ્સા માં આ સહાય મળવા પાત્ર છે
  • મરણ પામનાર ની ઉમર 18 વર્ષ વધુ અને 60 વર્ષ થી ઓછી હોવી જોઈએ
  • મરણ ના બનાવ ની 2 વર્ષ સુધી અરજી કરી શકાશે.

અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • મરણ પામનાર નો મરણ નો દ્દાખલો
  • મરણ પામનાર ની ઉમર અંગે નો દાખલો
  • આધાર કાર્ડ
  • બેન્ક ની વીગત
  • બીપીએલ દાખલો

અરજી કઈ રીતે કરવી

અરજી કરવા માટે આપ નિયત નમૂનાનું ફોર્મ મેળવી જરૂરી આધાર પુરાવા સાથે આપના મામલતદાર કચેરી ખાતે જમા કરાવી શકો છો અને જો આપ ગ્રામ પંચાયત વિસ્તાર માં રહેતા હોય તો આપ ગ્રામ પંચાયત માં જઇ vce પાશે થી આ અરજી ઓનલાઈન પણ કરાવી શકો છો. vce આ અરજી અંગે 20/- ની ફી વસૂલ કરી તમારી અરજી ઓનલાઈન કરી આપશે.

યોજના થી મળવા પાત્ર સહાય

Sankat Mochan Yojana યોજના અંગે ની અરજી મંજૂર થયેથી અરજદાર ના બેન્ક ખાતા 20000 અંકે વિશ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે.

અરજી ક્યાથી મળશે

આ યોજના માટે ની અરજી આપના તાલુકા ની મામલતદાર કચેરી , પ્રાંત કચેરી અને ગ્રામ પંચાયત કચેરી ખાતે થી મળશે.

અરજી ક્યાં કરવાની

આ યોજના અંગે ની અરજી આપ આપના તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરી ખાતે થી કરી શકો છો.

યોજના ની અમલવારી

આ યોજના અંગે ની તમામ અમલવારી મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવે છે અને અરજી અંગે ની અપીલ પ્રાંત કચેરી ખાતે કરી શકાઈ છે.

અરજી ફોર્મ ડાઉનલોડ કરો અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Sankat Mochan Yojana માં કેટલી સહાય મળે?

આ યોજના માં 20000 સહાય મળે છે.

આ યોજનાનો લાભ કોને મળે?

આ યોજના નો લાભ 0 થી 20 સુધી ના બીપીએલ સ્કોર ધરાવતા પરીવાર ને મળે છે.

Leave a Reply

%d bloggers like this: