SANT SURDAS YOJANA 2023 – સંત સુરદાસ યોજના
મળશે માસિક ૬૦૦ રૂપીયા પેન્શન
SANT SURDAS YOJANA 2023: સંત સુરદાસ યોજના હેઠળ માસિક ૬૦૦ રૂપીયા પેન્શન આજે અમે અહિયાં સંત સુરદાસ યોજના વિશે મેળવશું. મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીને માસિક ૬૦૦ નું પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો આ યોજના તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના છે. આ યોજના માટેનું ફોર્મ નીચેથી ડાઉનલોડ કરી શકશો.અને તેમાં શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે જોઈશું.
યોજનાનું નામ : SANT SURDAS YOJANA 2023
સંત સુરદાસ યોજના. (તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)
પાત્રતાના માપદંડ:૦ થી ૧૭ વર્ષની ઉમરની વ્યક્તિ અને ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ આ યોજનાનો લાભ મળશે
ગ્રામ્ય વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવનાર તેમજ શહેરી વિસ્તારમાં ગરીબીરેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યકતિને મળવાપાત્ર છે.
કેટલી સહાય મળશે :રૂ.૬૦૦/- માસિક પેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
દિવ્યાંગતા | મળવાપાત્ર યોજનાનો લાભ |
અંધત્વ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
ઓછી દ્રષ્ટી | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
સાંભળવાની ક્ષતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
બૌધ્ધિક અસમર્થતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
રકતપિત-સાજા થયેલા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
દીર્ધ કાલીન અનેમિયા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
હલન ચલન સથેની અશકતતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
એસીડના હુમલાનો ભોગ બનેલા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
વામનતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
સેરેબલપાલ્સી | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
માનસિક બિમાર | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
વાણી અને ભાષાની અશકતતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે
રહેઠાણ નો પુરાવો
- રેશન કાર્ડ
- વીજળી બીલ
- ડ્રાઇવિંગ લાઈસન્સ
- આધાર કાર્ડ
- ચૂંટણી કાર્ડ (પૈકી કોઈ પણ એક)
ઉમર નો પુરાવો
- શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
- જન્મનો દાખલો(તલાટી
- નગર પંચાયત રેકર્ડ ઉપરનો(પૈકી કોઈ પણ એક)
પ્રમાણપત્ર
- સીવીલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર /દિવ્યાંગ ઓળખ કાર્ડ પૈકી કોઈ પણ એક
બીપીએલ હોવા અંગે
- સુવર્ણ જયંતિ કાર્ડ /બી.પી.એલ. સ્કોર અંગે નો દાખલો પૈકી કોઈ પણ એક
નાણાકીય સહાય સીધી બેન્ક ખાતા માં જમા થશે
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક
આ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.
PRADHAN MANTRI JAN AROGYA YOJANA આયુષ્માન ભારત યોજના PMJAY 2022