gujrat solar roof top yojana
યોજના શું છે:
હવે નહિ આવે બિલ જાણો આ સરકારની ખાસ યોજના વિશે સોલાર રૂફ ટોપ ૨૫ વર્ષ વીજળી ફ્રી વાપરો.
solar rooftop yojana : ગુજરાત સરકારે વર્ષ ૨૦૦૯ માં ગુજરાત સૌર ઊર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઊર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરકાર દ્વારા રૂફ ટોપ યોજના બહાર પાડવામાં અવિ છે.
સોલર રૂફ ટોપ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી ?
solar rooftop yojana : સોલાર રૂફ ટોપ યોજનાની શરૂઆ વર્ષ ૨૦૧૯ – ૨૦ માં કરવામાં આવી હતી જે દરમિયાન રાજ્યમાં કુલ ૨ લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.ત્યાર પછી નાણાંકીય વર્ષ૨૦૨૧-૨૨ સુધીમાં કુલ ૮ લાખ મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.હાલ આ યોજના સરકાર માટે પણ પાવર બનાવે છે.
સોલાર રૂફ ટોપ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો
સોલર યોજનાને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાનો અમલ માં મુકવામાં આવી છે . દેશમાં સોલર રૂફ ટોપ યોજનાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર તરફથી રૂફ ટોપ યોજના ચલાવવામાં આવી રહી છે. આ ગુજરાત સરકાર ની યોજનાનો હેતુ સોલાર ઉર્જા જે ક્યારેય પૂર્ણ ન થનાર ઉર્જાને ગતી આપવાનો છે. સરકાર દ્વારા આ યોજના માટે સબસીડી પણ આપવા માં આવે છે. જો તમે આ યોજનાનો લાભ ન લીધો હોય તો તમે પણ લાભ લઇ શકો છો.
સોલાર રૂફ ટોપ યોજનાના વિવિધ લાભ
મફત વીજળી
સોલાર પ્લાન લગાવવાનો ખર્ચ આશરે ૨ થી ૩ લાખ રૂપિયા આવે છે જે તમારા વપરાસ ના અમુક વર્ષમાં વસુલ થઈ જશે પછી ઉત્પન્ન થયેલ વીજળી આગળના 20 વર્ષ સુધી મફત મળશે. આ જો તમે રોકાણ દ્રષ્ટિએ જોવો તો પણ સોલાર રૂફ ટોપ યોજના ખૂબજ અગ્તીય ની યોજના છે.
જે વધારાની વીજળી સોલાર થી ઉત્પાદન થશે તે વીજળી વીજ કંપની ખરીદી લેશે તો ખુબજ સરસ યોજના છે.
જો વપરાશ કરતા વધારે વીજળી ઉત્પન્ન થશે તો તે વીજળી વીજ કંપની ખરીદી લેશે અને નક્કી કરેલ યુનિટ નાં ભાવ પ્રમાણે વીજળી ખરીદશે.
સોલાર વીજ ઉત્પાદન થી આવકમાં વૃદ્ધિ
જે વીજ બીલ વપરાશ પછી જે વીજળી વધશે તેના પ્રતિ યુનિટ નાં દરે નાણાંકીય વર્ષને અંતે વિજબીલમાં જમા થતી વધારાની રકમ તમારા ખાતામાં જમા થશે આમ તમારી આવકમાં વૃદ્ધિ થશે.
સોલાર રૂફ ટોપ યોજના માટે અરજી કોણ કરી શકે?
- જે જગ્યા પર સોલાર ઇન્સ્ટોલમેન્ટ કરવાની હોય તે જગ્યા ગ્રાહકના માલિકીની હોવી જોઈએ.
- સોલાર રૂફ ટોપ યોજના માં જે સોલાર પેનલ હોય તે મેડ ઇન ઇન્ડીયાજ હોવા જોઈએ.
- ફક્ત નવા સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માટે મંજૂરી આપવામાં આવશે તેને બીજે ક્યાંય બદલ વામાં આવશે નહિ.
- સોલાર રૂફ ટોપ યોજના સબસીડી ૩ KV સુધીના સોલાર રૂફ ટોપ પેનલને ઇન્સ્ટોલ કરવા પર તમને ૪૦ % સુધી સબસીડી સરકાર તરફથી મળશે. જ્યારે ૩ KV બાદ ૧૦ KV સુધી ૨૦ % સબસીડી તમને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.
સોલાર રૂફ ટોપ યોજના ગુજરાત માટે જરૂરી દસ્તાવેજો
- વિક્રેતા, લાભાર્થી અને ડિસ્કોમ અધિકારી દ્વારા હસ્તાક્ષર કરાયેલ સોલાર સિસ્ટમ કમિશનિંગ રિપોર્ટ
- રૂફ ટોપ સોલાર સિસ્ટમ સેટઅપ માટે વેન્ડર તરફથી ચુકવણીનું બિલ / પ્રમાણપત્ર
- ૧૦ kv કરતા વધુ સેટઅપ : cei દ્વારા ચાર્જીગ પરવાનગી માટેનું પ્રમાણપત્ર.
- ૧૦ kv કરતા ઓછું સેટઅપ : ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર અથવા સુપરવાઈઝર અથવા કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર
- સંયુક્ત સ્થાપન અહેવાલ જે લાભાર્થી અને સૂચિબદ્ધ વિક્રેતા દ્વારા હસ્તાક્ષર કરેલ ઈન્સ્ટોલેશન પ્રમાણપત્ર

સોલાર રૂફ ટોપ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
સોલાર રૂફ ટોપ યોજના માટે ઓનલાઇન અરજી તમે https://suryagujarat.guvnl.in/ વેબસાઈટ પર કરી શકો છો.
અરજી માટે ઓફિશિયલ વેબસાઈટ ક્લિક અહિયાં