શ્રી વાજપાઇ બેંકેબલ યોજના 2023 | Shri Vajpayee Bankable Yojana In Gujarat : આજે આ આપણે જે યોજના વિષે વાત કરવા જય રહ્યા છે તે યોજના નો લાભ લઈ અનેક નાના કારીગરો અને વ્યવસાયિકો પોતાના ક્ષેત્ર માં ખૂબ જ આગળ વધી ગયા છે.સરકાર દ્વારા અનેક યોજનાઓ નો અમલ કરી આર્થીક રીતે નબળા પરંતુ કઈક નવું અને મોટું કામ કરવાની કલ્પના ધરાવતા લોકો ને સહાય મળે તે માટી આ વાજપેયી બેંકેબલ યોજના અમલમાં લાવેલ છે.
મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો | Join Now |
તમામ અપડેટ માટે facebook Page Join કરો | Join Now |
આ યોજના ગુજરાત સરકાર ના કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.આ યોજના થી કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવામાં આવે છે.
Vajpayee Bankable Yojana નો હેતુ
આ યોજના થી સરકાર ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના કારીગરોને આર્થીક રીતે મદદ રૂપ થઈ તેઓને આર્થીક સધ્ધર બનાવવાનો હેતુ છે. આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ ને આ યોજના હેઠળ વધુ નાણાકીય સહાય આપી સ્વરોજગારી માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે.આ યોજનાથી જે પણ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેઓને ખૂબ જ નીચા વ્યાજદર પર બેન્ક લોન આપવામાં આવે છે અને સાથે સબસિડી પણ આપવામાં આવે છે.જેથી આ યોજના થી જરુરીયાત મુજબ નાણાં મળવાથી વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે.
Vajpayee Bankable Yojana માટે જરૂરી પાત્રતા
આ યોજના નો લાભ મેળવવા માટે સરકાર શ્રી અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે. આ મુજબ ની પાત્રતા ધરાવતા તમામ લોકો આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
- અરજદાર ગુજરાત નો કાયમી નાગરીક હોવો જોઈએ.
- અરજદાર ની ઉમર 18 વર્ષ થી 65 વર્ષ હોવી જોઈએ.
- અરજદાર માટે આવક મર્યાદા નથી.
- અરજદાર ધોરણ 4 સુધી અભ્યાસ કરેલ હોવા જોઈએ.
- અરજદાર પોતાના ધંધા મુજબ 3 માસ તાલીમ મેળવેલ હોવા જોઈએ
- 1 માસ સરકારી તાલીમ મેળવેલ હોવા જોઈએ
- અથવા પોતાના ધંધા નો 1 વર્ષ નો અનુભવ હોવો જોઈએ
- અથવા વારસાગત કારીગર હોવા જોઈએ.
- સ્વસહાય જુથ પણ આ યોજના નો લાભ મેળવી શકસે.
- જેઓ અંધ અને દિવ્યાંગ છે અને આ યોજના દ્વારા પોતાનો વ્યવસાય કરવા માંગે છે તેઓ પણ આ યોજના નો લાભ લઈ શકે છે.
Vajpayee Bankable Yojana ની મર્યાદા
આ યોજના નો લાભ લેવા માંગતા અરજદારો માટે મર્યાદા પણ નક્કી કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
- આ યોજના નો લાભ માત્ર એક જ વાર મેળવી શકાય છે.
- સરકાર દ્વારા અમલમાં હોય તેવે અન્ય આવી યોજનાનો લાભ મેળવેલ હોય તેવા અરજદાર ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહી.
- આ યોજના માટે બેન્ક નાણાં ધીરતી હોય અરજદાર બેન્ક લોન માટે લાયકાત ધરાવતા હોવા જોઈએ.
વાજપાઇ બેંકેબલ યોજના ની સંપૂર્ણ માહિતી ટૂંક માં
યોજનાનું નામ | શ્રી વાજપાઇ બેંકેબલ યોજના |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આ યોજનાનો હેતુ | આર્થીક મદદ આથી તેઓ સ્વરોજગારી ઊભી કરી પોતે અને પરીવાર આત્મનિર્ભર થવા |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ના તમામ નાગરીકો પાત્રતા મુજબ |
મળવાપાત્ર સહાય ની રકમ | લાભાર્થી ને 8.00 લાખ સુધીની બેન્ક લોન આપવામાં આવે છે. |
લોન પર મળવાપાત્ર સબસીડી | લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/- સુધી સબસીડી મળવાપાત્ર થશે. |
Official Website | Click Here |
Online Apply | blp.gujarat.gov.in |
Vajpayee Bankable Yojana નો લાભ લેવા જરૂરી ડૉક્યુમેન્ટ
- આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ
- સ્કૂલ લીવીંગ સર્ટી
- બેન્ક પાસ બુક
- વ્યવસાય અંગે કરાર અથવા અનુભવ પ્રમાણપત્ર
- જાતી અંગે પ્રમાણપત્ર
- દિવ્યાંગ ના કિસ્સા માં દિવ્યાંગ પ્રમાણપત્ર
- સાધન અથવા ઓઝાર ખરીદવાના ભાવ પત્રક અસલ જીએસટી સાથે
- ઇલેક્ટ્રીક બીલ
- જો વ્યવસાય નું સ્થળ ભાડા પર હોય તો ભાડાકરાર
- આ ઉપરાંત કચેરી દ્વારા માંગવામાં આવતા અન્ય ડૉક્યુમેન્ટ
ક્યાં ધંધા માટે કેટલી લોન મળે ?
ક્ષેત્ર (Service Sector) | લોનની મર્યાદા (Minimum Loan) |
ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) | 8 લાખ સુધી |
સેવા ક્ષેત્ર માટે (Service Sector) | 8 લાખ સુધી |
વેપાર ક્ષેત્ર માટે (Business Sector) | 8 લાખ સુધી |
લોન પર મળવા પાત્ર સબસીડી
નિયત વિસ્તાર | ST/SC?OBC સિવાય | અનુસૂચિત જાતિ(SC), અનુસુચિત જન જાતિ(ST), માજી સૈનિક/ મહિલાઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગ કેટેગરી |
ગ્રામ્ય વિસ્તાર | 25% | 40% |
શહેરી વિસ્તાર | 20% | 30% |
લોન પર મળવા પાત્ર સબસીડી રૂપિયા
ક્રમ | ક્ષેત્ર | સબસીડીની રકમની મર્યાદા (રૂપિયામાં) |
1 | ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) | 1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર) |
2 | સેવા ક્ષેત્ર માટે (Service Sector) | 1,00,000/- (એક લાખ) |
3 | વેપાર ક્ષેત્ર માટે (Business Sector) | (1)શહેરી વિસ્તારમાં જનરલ કેટેગરી માટે કુલ રૂ. 60,000/-, (2) ગ્રામ્ય વિસ્તારના જનરલ કેટેગરી માટે કુલ રૂ. 75,000/- , (3) શહેરી/ગ્રામ્ય બન્નેમાં અનામત કેટેગરી માટે 80,000/- |
ક્યાં ક્યાં ધંધા / વેપાર માટે લોન મળવા પાત્ર છે ?
શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ કુલ 17 પ્રકાર ના ધંધા વેપાર માટે લોન મળવા પાત્ર છે જે નીચે મુજબ છે.
ક્રમ | ક્ષેત્રનું નામ | સંખ્યા |
1 | એન્જીનિયરીંગ ઉદ્યોગ. | 53 |
2 | કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ. | 42 |
3 | ટેક્ષટાઈલ ઉદ્યોગ. | 32 |
4 | પેપર પ્રિન્ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ. | 12 |
5 | ખેત પેદાશ આધારિત ઉદ્યોગ. | 10 |
6 | પ્લાસ્ટિક ઉદ્યોગ. | 22 |
7 | ખાદ્ય પદાર્થ ઉદ્યોગ. | 18 |
8 | હસ્તકલા ઉદ્યોગ. | 18 |
9 | જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ. | 17 |
10 | ખનીજ આધારિત ઉદ્યોગ. | 9 |
11 | ડેરી ઉદ્યોગ. | 5 |
12 | ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ. | 6 |
13 | ઈલેક્ટ્રીકલસ / ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. | 18 |
14 | ચર્મોદ્યોગ. | 6 |
15 | અન્ય ઉદ્યોગ. | 23 |
16 | સેવા પ્રકારના વ્યવસાય. | 51 |
17 | વેપાર પ્રકારના ધંધાઓ. | 53 |
કુલ | 395 |
કેવી રીતે શ્રી વાજપાઇ બેંકેબલ યોજના માટે અરજી કરવી? How To Online Apply Shri Vajpayee Bankable Yojana
આ યોજના માટે સરકાર દ્વારા હાલ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવેળ છે જેથી હવે આ યોજના માટે ઓફલાઇન અરજી કરવાની જરૂર રહેતી નથી.ઓનલાઈન અરજી કરવાની પધ્ધતી નીચે મુજબ છે.
- Google Search માં Bankable Scheme Portal ટાઈપ કરવાનું રહેશે.
- Finance Department ની અધિકૃત વેબસાઈટ Google Search Result માં જોવા મળશે.
- તમારે https://blp.gujarat.gov.in/ પર ક્લિક કરો
- જે બાદ બેંકેબલ લોન રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું
- જો અગાઉ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ ના હોય તો નવું રજીસ્ટ્રેસન કરવું
- જેમાં મોબાઈલ નંબર અને કેપચા કોડ નાખવાથી otp દ્વારા રજીસ્ટ્રેશન થશે.
- રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ સીટીજન લોગીન પર ક્લિક કરવું
- Bankable Scheme Portal પર સફળતા પૂર્વક Login બાદ New Application પર ક્લિક કરો
- જે બાદ Shree Vajpayee Bankable Yojana પર Online Application કરવાની રહેશે.
- ફોર્મ માં માગ્યા મુજબ Online Applicant Form માં Applicant Details અને Address ની વિગતો ભરવાની રહેશે.
- આ પછી Scheme Details માં Project Details, Business Details તથા Finance Required ની માહિતી ભરવાની રહેશે.
- Detail of Experience / Training ની તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
- લાસ્ટ માં Attachment માં Required Documents ની PDF અપલોડ કર્યા બાદ “Submit Application” પર ક્લિક કરવાનું રહેશે.
- જે સબમીટ બાદ તમારો અરજી નંબર આવશે જે સાચવી રાખવાનો રહેશ.
અરજી કરવા માટે ની વેબસાઇટ

નવું રજીસ્ટ્રેશન અને લૉગિન કરવા માટે

વધુ માહિતી માટે સંપર્ક
આ યોજના માટે વધુ માહીતી મેળવવા જિલ્લા ઉધ્યોગ કચેરી નો સંપર્ક કરવાનો રહેશે.
ઉપયોગી વેબસાઇટ અને લિન્ક
1 | અરજી કરવા માટે વેબસાઇટ | અહી ક્લિક કરો |
2 | ફાઇનાન્સ ડિપાર્ટમેંટ પોર્ટલ | અહી ક્લિક કરો |
3 | શ્રી વાજપાઇ બેંકેબલ યોજના માટે નવી અરજી કરવા માટે લિન્ક | અહી ક્લિક કરો |
4 | શ્રી વાજપાઇ બેંકેબલ યોજના માટે લોગીન | અહી ક્લિક કરો |
5 | કુટીર અને ગ્રામઉધ્યોગ ની ઓફીસીયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
6 | આ પોસ્ટ નું મથાળૂ | અહી ક્લિક કરો |
FAQ’S – વાજપાઇ બેંકેબલ યોજના વિષે વારંવાર પૂછાતા પ્રશ્નો
Vajpayee Bankable Yojana યોજના માં કઈ શહાય મળે છે ?
આ યોજના ના લાભાર્થી ને લોન સહાય મળે છે.
Vajpayee Bankable Yojana માટે કેટલી સહાય મળવા પાત્ર છે ?
આ યોજના હેઠળ વધુ માં વધુ 8.00 લાખ લોન મળવા પાત્ર છે.
Vajpayee Bankable Yojana નો લાભ કોને મળવા પાત્ર છે ?
લાયકાત ધરાવતા ગુજરાત ના નાગરીકોને આ લાભ મળવા પાત્ર છે.
વાજપાઈ બેંકેબલ યોજના કયા વિભાગ અને કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે?
આ યોજના કમિશનર, કુટીર અને ગ્રામોધોગ,ગાંધીનગર દ્વારા અને જિલ્લા ખાતે “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર” દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
વાજપાઈ બેંકેબલ યોજના ની ઓનલાઈન અરજી માટે ક્યું પોર્ટલ બનાવવામાં આવેલ છે?
આ યોજના માટે ગુજરાતના Finance Department દ્વારા “Bankable Scheme Portal” બનાવેલ છે, જેમાં શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.