Vidhva Sahay Yojana 2023 : વિધવા સહાય યોજના : ગંગા સ્વરૂપા સહાય યોજના

Vidhva Sahay Yojana : આજ આપણે ગુજરાત સરકાર ની ખૂબ મહત્વપૂર્ણ અને સફળ યોજના ” વિધવા સહાય યોજના ” વિષે વાત કરવાના છે.ગુજરાત સરકાર દ્વારા ગરીબો અને આર્થીક રીતે નબળા વર્ગો ના વિકાસ માટે વિવિધ યોજના ચલાવવામાં આવી રહી છે જેમાની એક યોજના વિધવા સહાય યોજના છે આ યોજના નો લાભ જે મહિલા ના પતિનું મરણ થયું હોય અને ફરીથી લગ્ન કરેલ ના હોય તો સરકાર દ્વારા આવા ગંગા સ્વરૂપા બહેનો ને મદદ માટે આ યોજના નો લાભ આપવામાં આવે છે.આ યોજના નો લાભ રાજ્ય ના તમામ ગંગા સ્વરૂપા બહેનો મેળવી શકે તેવા હેતુ આ યોજના ના જૂના નીયમો માં ઘણા સુધારા કરવાથી લાભાર્થી બહેનો ની સંખ્યા માં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

વિધવા સહાય યોજના એટલે શું ?

પોસ્ટ ના મહત્વ ના પોઈન્ટ

Vidhva Sahay Yojana ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજના નું અમલીકરણ રાજ્યના તમામ તાલુકા ના મામલતદાર કચેરીના સમાજ સુરક્ષા શાખા દ્વારા કરવામાં આવે છે.ગુજરાત રાજ્ય ના રહેવાશી જે પરીવાર માં પતિનું અવસાન થવાથી વિધવા બનેલ મહિલાઓ આ યોજના ના લાભાર્થી બને છે.આ યોજના હેઠળ લાયક લાભાર્થીને આર્થીક મદદ કરવા માટે માસીક નાણાકીય સહાય ઉપરાંત નાના ધંધા કરવા માટે પણ તાલીમ અને સાધન સહાય આપવામાં આવે છે.

વિધવા સહાય યોજના નો હેતુ

પરીવાર માં મુખ્ય વ્યક્તિ નું અવસાન થવાથી પરીવાર પર મુશ્કેલી આવી જતી હોય છે. તેવામાં ઘર ની તમામ જવાબદારી ઘરના મહિલા પર આવી જતી હોય છે તેવામાં સૌથી વધુ તકલીફ નાણાકીય સધ્ધરતા ની થતી હોય છે. જેથી આવા પરીવાર ને રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય આપી આર્થીક મદદ કરી તેઓને સક્ષમ બનાવવા અને મુશ્કેલી માથી બહાર લાવવા આ યોજના Vidhva Sahay Yojana અમલમાં મૂકવામાં આવી હતી.આ યોજના માં હાલ સરકાર દ્વારા અનેક સુધારા કરવામાં આવેલ હોવાથી અરજદાર સરળતાથી આ યોજના નો લાભ મેળવતા થયા છે.

આ યોજના નો લાભ લેવા અહી ક્લિક કરો : નિરાધાર વૃધ્ધ સહાય યોજના

વિધવા સહાય યોજના હેઠળ ક્યાં ક્યાં લાભ મળે છે?

Vidhva Sahay Yojana હેઠળ રાજ્ય સરકાર લાભાર્થી ને માસીક પેન્સન ના રૂપ માં નાણાકીય સહાય પૂરી પાડે છે.આ યોજના ના લાભાર્થી ને મહિને 1250 રૂપિયા સીધા તેમના બેન્ક ખાતા માં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત જો લાભાર્થી ની ઉમર 18 થી 40 વર્ષ ની વચ્ચે હોય તો કોઈ નાનો ધંધો કરવા માટે ની તાલીમ પણ આપવામાં આવે છે.આ ઉપરાંત 100000/- નો વ્યસાયીક લોન પણ આપવામાં આવે છે.

  • માસીક નાણાકીય પેન્સન રૂપે 1000/- થી 1250/- ની સહાય
  • ધંધાકીય તાલીમ
  • NFSA રેશનકાર્ડ યાદી માં અગ્રિમતા

વિધવા સહાય યોજના માટે અરજી કોણ કરી શકે

Vidhva Sahay Yojana માટે રાજ્ય ના તમામ વિધવા બહેનો અરજી કરી શકે છે.તે માટે મુખ્ય શરત એ છે કે વિધવા બહેન દ્વારા ફરીથી લગ્ન કરેલ ના હોવા જોઈએ.આ યોજના રાજ્ય ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ ધારા ધોરણ મુજબ લાગુ કરવામાં આવેલ છે.

શહેરી વિસ્તાર માટે લાયકાત

  • અરજદાર ના પતિ નું અવસાન થયેલ હોવું જોઈએ
  • અરજદાર ગુજરાત રાજ્ય ના કાયમી નાગરીક હોવા જોઈએ
  • અરજદાર સરકારી નોકરી ન કરતાં હોવા જોઈએ
  • અરજદાર ઇન્કમટેક્સ ન ભરતા હોવા જોઈએ
  • અરજદાર ના પરીવાર ની વાર્ષીક આવક 150000/- કરતાં વધારે ન હોવી જોઈએ

ગ્રામ્ય વિસ્તાર માટે લાયકાત

  • અરજદાર ના પતિ નું અવસાન થયેલ હોવું જોઈએ
  • અરજદાર ગુજરાત રાજ્ય ના કાયમી નાગરીક હોવા જોઈએ
  • અરજદાર સરકારી નોકરી ન કરતાં હોવા જોઈએ
  • અરજદાર ઇન્કમટેક્સ ન ભરતા હોવા જોઈએ
  • અરજદાર ના પરીવાર ની વાર્ષીક આવક 120000/- કરતાં વધારે ન હોવી જોઈએ

વિધવા સહાય યોજના માટી જરૂરી ડૉક્યુમેન્ટ

  • નિયત નમુનાનું અરજી ફોર્મ
  • પતિના મરણ નો દાખલો
  • અરજદાર નું આધાર કાર્ડ
  • પુન:લગ્ન કરેલ ન હોવા અંગે દાખલો
  • બીપીએલ હોય તો દાખલો
  • બેન્ક પાસબુક ની જેરોક્ષ
  • આવક નો દાખલો (મામલતદાર / tdo )
  • ઉમર નો દાખલો / જન્મ પ્રમાણપત્ર / સ્કૂલ લિવિંગ સર્ટી / ડોક્ટર નું પ્રમાણપત્ર (કોઈ પણ એક )
  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • પેઢીનામું ( જો માંગવામાં આવે તો )

અરજી માટે મહત્વ પૂર્ણ માહિતી

ઓનલાઈન અરજી અરવા માટે અહી ક્લિક કરો
વિધવા સહાય અરજી ફોર્મ pdf ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
વિધવા સહાય યોજના અંગે ના પરીપત્ર pdf ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
અરજી કરવા માટે ડૉક્યુમેન્ટ યાદી pdf અહી ક્લિક કરો
whatsapp ગ્રૂપ જોઇન કરો અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

અરજી કઈ રીતે અને ક્યાં કરાવી

શહેરી વિસ્તાર માટે

શહેરી વિસ્તાર ના જે ગંગા સ્વરૂપા બહેનો Vidhva Sahay Yojana નો લાભ મેળવવા માંગતા હોય તેઓ ઉપર જણાવેલ તમામ ડોક્યુમેંટ મેળવી નિયત ફોર્મ ભરી ને આપના તાલુકા ની મામલતદાર કચેરી ખાતે અરજી રૂબરૂ આપવાની થતી હોઈ છે.આપની અરજી સાથે ઉપર મુજબ ના તમામ ડૉક્યુમેન્ટ ની ખરી નકલ જોડી ને શહેરી વિસ્તાર ના અરજદારો એ મામલદાર કચેરી ખાતે અરજી કરવાની હોય છે.

video creadit to gujarat gov website

ગ્રામ્ય વિસ્તાર માટે

ગ્રામ્ય વિસ્તાર ના જે ગંગા સ્વરૂપા બહેનો Vidhva Sahay Yojana નો લાભ મેળવવા માંગતા હોય તેઓ ઉપર જણાવેલ તમામ ડોક્યુમ્ન્ટ મેળવી આપના ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવાથી ગ્રામ પંચાયત ના ઇ ગ્રામ સેન્ટર પર vce ને આ તમામ ડૉક્યુમેન્ટ જમા કરવાથી આ યોજના માટે ઓનલાઈન અરજી કરી આપશે જે અરજી માટે vce દ્વારા 20/- ફી વસૂલ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તાર ના અરજદારોએ તાલુકા મામલતદાર કચેરીએ અરજી કરવા જવાની જરૂર રહેતી નથી.

અરજી ની મંજૂરી અને સહાય ચુકવણી

અરજદાર દ્વારા અરજી પ્રક્રિયા પૂરી થયા બાદ અરજદાર ને હવે કઈ કરવાનું રહેતું નથી. જે તે કચેરી દ્વારા તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આપના દ્વારા કરેલ અરજી સંદર્ભે તપાસ થયા બાદ નિર્ણય કરવામાં આવશે.

અરજી ની મંજૂરી અને નામંજૂરી

Vidhva Sahay Yojana માટે અરજી કર્યા બાદ આપના તાલુકા ની મામલતદાર કચેરી દ્વારા આપની અરજી અને આપે જે ડૉક્યુમેન્ટ રજૂ કરેલ છે તે અંગે યોગ્ય ખરાઈ અને લાભાર્થી અંગે અભીપ્રાય રજૂ કરવામાં આવશે. જે અભીપ્રાય મુજબ આપની રાજી મંજૂર અથવા નામજૂર કરવામાં આવશે.અરજી મંજૂર કે નામજૂર થવા અંગે ની જાણ આપણે ટપાલ દ્વારા પત્ર થી કરવામાં આવશે.જો આપની અરજી નામજૂર કરવામાં આવે છે અને આપ આ નિર્ણય થી નારાજ હોવ તો તમે પ્રાંત કચેરી ખાતે અપીલ કરી શકો છો.

સહાય ચુકવણી

આપની અરજી મજૂર થયા બાદ અરજી ની તારીખથી જ આપની સહાય ચુકવણી ચાલુ કરવામાં આવે છે. આપના દ્વારા અરજી સમયે આપેલ બેન્ક ખાતા માં DBT ના માધ્યમ થી સીધી જ સહાય ની રકમ બેન્ક ખાતા માં જમા કરવામાં આવશે.આ યોજના માટેની સહાય રોકડા રૂપિયા તરીકે ચૂકવવામાં આવતી નથી તે ખાસ નોંધ લેવી.અમુક કિસ્સામાં સહાય ની રકમ દર મહિને ના જમા તથા 3 થી 4 મહિના ની એક સાથે જમા થાય છે.Vidhva Sahay Yojana

શું આ અરજી દર વર્ષે કરવાની હોય છે ?

ના , અરજી દર વર્ષે કરવાની રહેતી નથી પરંતુ મામલતદાર કચેરી દ્વારા દર વર્ષે અરજદાર ના હયાતી અંગે અને પુન:લગ્ન બાબતે ખરાય કરવામાં આવે છે જે કચેરી દ્વારા જાણ કરવામાં આવે ત્યારે આ પ્રમાણપત્રો અરજદારે રજૂ કરવાના થાય છે.આ ઉપરાંત દર ત્રણ વર્ષે પોતાની આવક નો દાખલો રજૂ કરવાનો થાય છે.આ યોજના નો લાભ અરજદાર ના મૃત્યુ સુધી કાયમી મળવા પાત્ર છે.

Vidhva Sahay Yojana ની અરજી નું સ્ટેટસ જોવા ની ઓનલાઈન રીત

આપના દ્વારા અરજી કર્યા બાદ આપ પોતાની અરજી પાસ થઈ કે નહીં ? તે ઓનલાઈન ચેક કરી શકો છો.જે ચેક કરવાની રીત નીચે મુજબ છે.આ ચેક કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને સેકસન નંબર ની જરૂર પડશે.

  • સૌ પ્રથમ https://nsap.nic.in/ આપના બ્રાઉઝર માં ઓપન કરો
  • જે બાદ report પર ક્લિક કરવું
  • report માં beneficiary search બાદ track and pay માં જવું
  • ત્યાર બાદ “Pension Payment Details(New)  માં જવું
  • લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Status જાણી શકશે.
    (1)Sanction Order No / Application No
    (2)Application Name
    (3)Mobile Number

FAQ’s આ યોજના અંગે વધુ પડતાં પુછવામાં આવતા પ્રશ્નો

Vidhava Vahay Yojana mate kon araji kari shake ?

ગુજરાત રાજ્ય ના નાગરીક અને જેમના પતિનું અવસાન થયેલ હોય તેવા ગંગા સ્વરૂપા બહેનો અ યોજના માટે અરજી કરી શકે છે.

Vidhava Sahay Yojana mate araji kya karavani hoi che ?

જો આપ ગ્રામ્ય વિસ્તાર ના રજદાર હોવ તો આપના ગ્રામ પંચાયત કચેરી ખાતે અને જો આપ શહેરી વિસ્તાર ના અરજદાર હોવ તો આપની તાલુકા મામલતદાર કચેરી ખાતે અરજી કરવાની હોય છે.

Leave a Reply

%d bloggers like this: