[Vidhva Sahay Yojana 2023] : વિધવા સહાય યોજના

[Vidhva Sahay Yojana 2023] : ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો ને આર્થીક મદદ મળી રહે અને તેઓનું જીવન સુખમય બને તે માટે Vidhva Sahay Yojana  ગંગા સ્વરૂપા યોજના અમલમાં મુકેલ છે. આ યોજના નું નામ હાલ માં જ ગંગા સ્વરૂપા યોજના કરવામાં આવેલ છે.આમ સરકાર દ્વારા Vidhva Sahay Yojana : વિધવા સહાય યોજના ઘણા વર્ષોથી ચલાવવામાં આવી રહી છે અને લાભ આપી રહી છે.સરકાર શ્રી દ્વારા આ યોજનાનો નો વધુ માં વધુ લાભ વીધવા બહેનો ને મળી રહે તે માટે આ યોજના ના નીયમો માં સુધારા વધારા કરવામાં આવે છે અને સાથે સાથે સહાય ની રકમ માં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.સરકાર વિધવા બહેનો ને સહાય મળી રહે તે માટે પૂરતા શક્ય એટલા સકારાત્મક પ્રયાસ કરી રહી છે.

યોજના વીશે વિગતવાર માહીતી 

  • યોજના નું નામ :- વિધવા સહાય યોજના / ગંગા સ્વરૂપા યોજના
  • અમલવારી કરનાર વિભાગ :-કમિશ્નર , મહીલા અને બાળ વિકાસ , ગુજરાત રાજ્ય ગાંધીનગર
  • કોણ અરજી કરી શકે:- ગુજરાત રાજ્ય માં વસવાટ કરનાર વિધવા બહેન
  • અરજી ક્યાં કરવાની હોય :- મામલતદાર કચેરી અથવા ગ્રામ પંચાયત કચેરી
  • અરજી ફોર્મ ક્યાથી મળે : ગ્રામ પંચાયત અને મામલદાર કચેરી
  • અરજી ક્યારે કરી શકાય : પતી ના અવસાન બાદ 
  • આવક મર્યાદા : ગ્રામ્ય વિસ્તાર માટે ૧૨૦૦૦૦/- અને શહેરો માટે ૧૫૦૦૦૦/- કરતાં વધુ ન હોવી જોઈએ
  • કેટલા બાળક હોય તો અરજી કરી શકાય : ગમે તેટલા બાળકો હોય તો પણ અરજી કરી શકાય
  • ૧૮ વર્ષ થી મોટો પુત્ર હોય તો અરજી કરી શકાય ? હા કરી શકાય
  • અરજી મંજૂર કોણ કરે ? મામલતદાર કચેરી દ્વારા તપાસણી બાદ મંજૂર કરવામાં આવે છે.
  • સહાય ક્યારે મળવાની શરૂ થાય ? અરજી મંજૂર થયા તેજ મહીને
  • સહાય કઈ રીતે મળે ? સહાય અરજદાર ના બેન્ક ખાતા માં સીધી જ જમા થાય છે.
  • કેટલી સહાય મળે ? દર મહીને રૂ.૧૨૫૦/-
  • આ સહાય મેળવવા કોઈ ના ભલામણ લેટર ની જરૂર પડે ? ના
  • સહાય મળતી બંધ થઈ જાય ત્યારે કોને અરજી કરવાની ? મામલતદાર કચેરી ને

અરજી સાથે ક્યાં ક્યાં પુરાવા જોડવા પડે ?

આધાર કાર્ડ
બેન્ક પાસ બુક
આવક અંગે નો દાખલો
અરજદાર ના પાસપોર્ટ સાઇઝ ફોટા
પતી ના મરણ અંગે નો દાખલો
પુન: લગ્ન ન કરવા અંગે દાખલો
બીપીએલ હોય તો તે દાખલો
રેશન કાર્ડ ની જેરોક્ષ
અરજદાર ની ઉમર નો દાખલો

 

આ યોજના નો લાભ મેળવવા માંગતા અરજદારો એ પોતાની અરજી ગ્રામ પંચાયત ના ઇ- ગ્રામ સેન્ટર થી ઓનલાઈન કરવાની છે. તાલુકા કક્ષાએ જવાની જરૂર નથી.આ યોજના માટે જરૂરી આધાર પુરાવા તમામ સ્થાનીક કક્ષાએ મળી જાય છે. જેથી આ યોજના નો લાભ સરળતાથી મળી રહે છે.

આ યોજના હેઠળ અરજી કર્યા બાદ ટૂંક જ સમય માં અરજી મંજૂર / નામંજૂર અંગે ઓર્ડર અરજદાર ને ટપાલ દ્વારા આપવામાં આવે છે અને મંજૂરી ના કેશ માં અરજી ની તારીખ થી જ નીયત લાભ મળવો ચાલુ થઈ જાય છે.જો આપની અરજી નામજૂર કરવામાં આવી હોય તો આપ પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી શકો છો.

વિધવા સહાય મેળવતા બહેનો આર્થીક રીતે સદ્ધર થાય ત માટે સરકાર શ્રી ની અન્ય યોજના જેવી કે NFSA 2013 હેઠળ મળતા અનાજ માં પણ અગ્રતા આપવામાં આવે છે.આ ઉપરાંત મિશન મંગલમ જેવા સ્વસહાય જુથ માં પણ અગ્રતા આપવામાં આવે છે.

અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો : CLICK HERE

ગંગા સ્વરૂપા યોજના વિષે પરીપત્રો ડાઉનલોડ કરવા ક્લિક કરો

ગુજરાત સરકાર ની વેબસાઇટ પર જવા અહી ક્લિક કરો : CLICK HERE 

ઇ શ્રમ કાર્ડ વિષે સંપૂર્ણ માહીતી માટે અહી ક્લિક કરો : CLICK HERE

ગુજરાત સરકાર ની વીવીધ યોજના અંગે ની માહીતી મેળવવા અહી ક્લિક કરો : CLICK HERE

 

 

 

 

Leave a Reply

%d bloggers like this: