
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્સન યોજના
Vrudh Sahay Yojana 2023 : ( ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્સન યોજના ) વૃધ્ધ સહાય યોજના દ્વારા સરકાર લાભાર્થી ને માસીક પેન્સન ના રૂપે નાણાકીય સહાય ચૂકવે છે.આ સહાય વૃધ્ધો ને દર માસે તેમના બેન્ક ખાતા માં ઓનલાઈન DBT ના માધ્યમ થી જમા કરવામાં આવે છે.આ સહાય જે વૃધ્ધો ની ઉમર ૬૦ વર્ષ કરતાં વધુ હોય તેઓને માસીક ૧૦૦૦/- થી ૧૨૫૦/- સુધી ચૂકવવામાં આવે છે.હાલ આ યોજના થી અનેક લોકો પોતાનું નિર્વાહ કરી રહ્યા છે.આ યોજના હેઠળ મળનાર નાની રકમ અનેક વૃધ્ધો ને ખૂબ જ ઉપયોગી સાબીત થઈ રહી છે. તો ચાલો જાણી એ આ Vrudh Sahay Yojana 2023 વિષે ની સંપૂર્ણ માહિતી વિગતવાર.
યોજના નો ઉદેશ્ય
આ યોજનાથી થી ગુજરાત ના એવા નાગરીક કે જેમની ઉમર ૬૦ વર કરતાં વધારે હોય તેઓને રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય માસીક પેન્સન ના રૂપ માં આપે છે.આ યોજના હેઠળ વૃદ્ધ નાગરીકોને નાણાકીય સહાય મળવાથી તેઓ પોતાની જીવન જરૂરી વસ્તુ અને સામાન ખરીદી શકે છે.તેઓ ને નાણાકીય સહાય મળવાથી તેમની આર્થીક સ્થિતી સુધરે છે.
યોજના નો લાભ
- વૃદ્ધ સહાય યોજના ના લાભાર્થી ને સહાય રૂપે માસીક પેન્સન આપવામાં આવે છે.
- જેમની ઉપર ૬૦ થી ૭૯ વર્ષ હોય તેઓને માસીક પેન્સન રૂપે ૧૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવે છે.
- જેમની ઉમર ૮૦ વર્ષ થી વધુ હોય તેઓને ૧૨૫૦/- સહાય ચૂકવવામાં આવે છે.
- આ નાણાકીય સહાય સીધા તેમના બેન્ક ખાતા માં જમા થાય છે.
અરજી કોણ કરી શકે ?
- લાભાર્થી ગુજરાત રાજ્ય ના કાયમી રહેવાસી હોવા જોઈએ.
- લાભાર્થી ની ઉમર ૬૦ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ.
- લાભાર્થી અન્ય કોઈ પણ સરકારી યોજના હેઠળ પેન્સન ન મેળવતા હોવા જોઈએ.
- લાભાર્થી નો વર્ષ ૨૦૦૨ ની BPL યાદી માં સમાવેશ થયેલ હોવો જોઈએ.
Vrudh Sahay Yojana 2023 માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- લાભાર્થી નું આધાર કાર્ડ
- લાભાર્થી નું રહેઠાણ અંગે નો પુરાવો (જેમાં ,રેશનકાર્ડ , ભાળા કરાર ,ચૂંટણી કાર્ડ )
- ઉમર અંગે નો પુરાવાઓ ( જેમાં, જન્મ નો દાખલો , સ્કૂલ નો દાખલો , સરકારી દવાખાના ના ડોકટરનો ઉમર અંગે નો દાખલો)
- BPL અંગે નો દાખલો ( તાલુકા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની ઓફીસ માથી મળી રહેશે)
- શહેરી વિસ્તાર માં આ દાખલો નગર પાલિકા / મહાનગર પાલકા ની શાખા માથી મળી શકસે.
- બેન્ક પાસ બુક ( બેન્ક ના ખાતા નંબર માટે )
તમારી આસપાસ આ પ્રકારના લાભાર્થી હોય તો તેઓને આ યોજના વિષે ની સમજણ અને જાણકારી આપો.
અરજી કેવી રીતે કરવી ?
ગ્રામ્ય વિસ્તાર માટે
Vrudh Sahay Yojana 2023 અંગે અરજી ઉપર જણાવ્યા મુજબ ના ડૉક્યુમેન્ટ રજૂ કરવાથી થઈ શકે છે. આ અરજી જો આપ ગ્રામ્ય વિસ્તાર ના રહેવાસી હોય તો ગ્રામ પંચાયત ના ઇ-ગ્રામ સેન્ટર ખાતે થી ઓનલાઈન અરજી કરી શકાઈ છે.જેના માટે ની અરજી માત્ર ૨૦/- રૂપિયા ફી ભરીને કરી શકાઈ છે.આ ઉપરાંત તમે આપના તાલુકા મામલતદાર કચેરી ખાતે પણ આ અંગે અરજી કરી શકો છો.
શહેરી વિસ્તાર માટે
Vrudh Sahay Yojana 2023 અંગે ની અરજી કરવા માટે શહેરી વિસ્તાર માટે પણ જરૂરી ડૉક્યુમેન્ટ ઉપર મુજબ ના જરૂર પડે છે.આ યોજના અંગે ની અરજી આપના મામલતદાર કચેરી ના સમાજ કલ્યાણ શાખા માં આ ફોર્મ જમા કરવાથી તમે આ યોજના નો લાભ લઈ શકો છો.
જો અરજી નામજૂર થાઈ તો અપીલ ક્યાં કરવી ?
આપની અરજી નામજૂર કરવામાં આવે તો ૬૦ દીવસ સુધી માં પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી શકાઈ છે.
ઓનલાઈન અરજી કરવાની રીત
- આ યોજના નો લાભ લેવા માટે આપ સરકાર ના Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરી શકો છો.
- ઓનલાઇન અરજી માટે આપના નજીક ના ઇ ગ્રામ સેન્ટર ની મુલાકાત લો.
- તમામ વિગત ભરો .
- તમામ આધાર પુરાવા ઓનલાઈન સ્કેન કરી અપલોડ કરો .
- અરજી સબમીટ કરો.
- આ યોજના ની ઓફીસીયલ વેબસાઇટ : sje.gujarat.gov.in
ઓફલાઇન અરજી કરવાની રીત
- આપના ગામ ની ગ્રામ પંચાયત કચેરી અથવા તાલુકા પંચાયત કે મામલતદાર કચેરી ખાતે થી આ યોજના નાગે નું ફોર્મ ફ્રી માં મળી જશે.
- ફોર્મ યોગ્ય રીતે તમામ વિગતો ભરો
- તમામ આધાર પુરાવા ની સ્વ પ્રમાણીત નકલ સાથે જોડો
- આ ફોર્મ તમારી મામલતદાર કચેરી ખાતે જમા કરો.
અરજી મંજૂરી અંગે ની માહિતી
આ યોજના નું ફોર્મ સબમીટ કર્યા બાદ ૩૦ દીવસ માં આપની અરજી મંજૂર કે નામજૂર કરવા અંગે નોપત્ર આપના સરનામા પર મામલતદાર કચેરી દ્વારા મોકલવામાં આવશે.જો અરજી મંજૂર કરવા આવશે તો આગલા મહિનાથી આપના બેન્ક ખાતા માં સહાય મળવાનું શરૂ થઈ જશે.
અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
પરીપત્ર ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
whats app ગ્રૂપ માં જોડાવા માટે | અહી ક્લિક કરો |
વધુ પુછવામાં આવતા પ્રશ્નો
-
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્સન યોજના હેઠળ કેટલી સહાય મળવા પાત્ર છે ?
૧૦૦૦/- થી ૧૨૫૦/- સુધી માસીક સહાય મળવા પાત્ર છે.
-
Vrudh Sahay Yojana 202૩ ની અરજી ક્યારે કરી શકાય છે ?
આ અરજી કરવા માટે કોઈ ચોક્કસ સમય નિર્ધારીત નથી આખા વર્ષ દરમીયાન અરજી કરી શકાય છે.
-
બીપીએલ રેસન કાર્ડ હોય તેઓને આ યોજના નો લાભ મળે ?
હા , પરંતુ તેઓનું નામ ses ૨૦૦૨ સર્વે યાદી માં સમાવેશ થયેલ હોવું જોઈએ.