NEW Prasuti Sahay Yojna 2023 : પ્રસૂતી સહાય યોજના , મળશે ૩૭૫૦૦/-ની સહાય

NEW Prasuti Sahay Yojna 2023 : ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે આવી યોજના નો અનેક લોકો લાભ મેળવી રહ્યા છે.જેમાં સરકાર દ્વારા નવા જન્મ નાર બાળક માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.જે યોજનાઓ સરકાર ની આંગણવાડી શાખા અને આરોગ્ય શાખા દ્વારા લાભાર્થી ને સીધી સહાય આપવામાં આવે છે.જેમાં જનની સુરક્ષા યોજના , બાળસખા યોજના જેવી અનેક યોજનાઓ નો સમાવેશ થાય છે.આજે આપણે સરકાર ની એવી એક યોજના ની સર્ચા કરવા જય રહ્યા છીએ જેની વધારે લોકો ને જાણ હોતી નથી.તો ચાલો આ યોજના વિષે સંપૂર્ણ માહિતી મેળવીએ.

NEW Prasuti Sahay Yojna
NEW Prasuti Sahay Yojna

NEW Prasuti Sahay Yojna : NEW Prasuti Sahay Yojna gujarat : Dilivari sahay Yojna : Sahay Yojna

શું છે યોજના ?

આ યોજના ગુજરાત સરકાર ના શ્રમ , કૌશલ્ય વિકાસ અને રોજગાર વીભાગ દ્વારા ચલાવવામાં આવે છે.આ યોજના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા મજૂર , કારીગર અને શ્રમિકો માટે લાગુ કરવામાં આવી છે.બાંધકામ ના કામ સાથે જોડાયેલા લોકો ની નોંધણી કરવામાં આવે છે અને તેઓને એક ઓળખ કાર્ડ આપવામાં આવે છે જેને ઇ નિર્માણ કાર્ડ ના નામથી ઓળખવામાં આવે છે.જેઓ આ ઇ નીર્માણ કાર્ડ ધરાવે છે તેઓ ને આ વિભાગ ની લાગુ તમામ યોજનાઓ નો લાભ મળવા પાત્ર થાય છે.સરકાર દ્વારા મહિલા બાંધકામ શ્રમિકો ને પ્રસૂતી દરમિયાન અને તે બાદ જરૂરી સુવિધા માળી રહે તેવા હેતુ NEW Prasuti Sahay Yojna 2023 પ્રસૂતી સહાય યોજના નો લાભ આપવામાં આવે છે. આ યોજના ના લાભાર્થી ને પ્રથમ બે પ્રસૂતી માટે 37500/- ની સહાય આપવામાં આવે છે.

NEW Prasuti Sahay Yojna 2023 : પ્રસૂતી સહાય યોજના 2023

જે બાંધકામ શ્રમિક મહિલાઓ પ્રસૂતી પર હોય અને તેઓ આ ઇ નીર્માણ કાર્ડ ધરાવતા હોય તો તેઓ આ NEW Prasuti Sahay Yojna 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને તેઓ આ યોજના નો લાભ પ્રથમ બે બાળકો માટે મેળવી શકે છે આ ઉપરાંત જો દીકરી નો જન્મ થાય તો સહાય ઉપરાંત 25000/- ની વિધ્યાલક્ષી બોન્ડ પણ આપવામાં આવે છે જે દીકરીના 18 વર્ષ પૂર્ણ થયેથી તેને આપવામાં આવે છે.

અરજી ક્યારે કરવી

આ યોજના માટે અરજી કરવા માટે અરજદાર મહીલા બાંધકામ શ્રમિક પોતે ઇ નીર્માણ કાર્ડ ધરાવતા હોવા જોઈએ જો તેઓ પ્રેગ્નેન્સી પહેલા નું કાર્ડ રજીસ્ટ્રેશન ધરાવતા ના હોય તો આ યોજના માટે લાયક રહેતા નથી.જેથી તમામ બાંધકામ શ્રમિકો એ આ કાર્ડ માટે ઓનલાઈન નોંધણી કરવી જોઈએ.

આ યોજના હેઠળ ત્રણ ભાગમાં સહાય આપવામાં આવે છે

  • ભાગ : 01 મહિલા બાંધકામ શ્રમિક જ્યારે પ્રેગ્નેન્ટ હોય અને તે ગર્ભ 0 થી 6 મહિના નું હોય ત્યારે 17500/- ની સહાય આપવામાં આવે છે.
  • ભાગ : 02 બાળકના જન્મ બાદ બાળક ની ઉમર 12 માસ થાય ત્યાં સુધી 20000/-માટે સહાય આપવામાં આવે છે.
  • ભાગ : 03 જો દીકરી નો જન્મ થાય તો 25000/- નો વિધ્યા લક્ષી બોન્ડ ની સહાય આપવામાં આવે છે.

નોંધ : આ બંને ની સહાય મેળવી શકાઈ છે અને પ્રેગ્નેન્સી દરમિયાન આ કાર્ડ કઢાવેલ હોય તો બાળક ના જન્મ બાદ ની સહાય પણ મેળવી શકાઈ છે.

અરજી ક્યાં કરવી ?

આ યોજના માટે અરજી કરવા આપણે કોઈ પણ સરકારી કચેરી એ રૂબરૂ જવાની જરૂર નથી.સરકાર ના ઓનલાઈન પોર્ટલ sanman.gujarat.gov.in પર ક્લિક કરો અને આ અરજી કરવાની હોય છે અને જરૂરી ડૉક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવાના થતાં હોય છે.આ અરજી આપ કોઈ પણ CSC સેન્ટર અને જિલ્લા કચેરી એ કરી સકો છો.

અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • ઇ નિર્માણ કાર્ડ
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • બેન્ક પાસ બુક
  • સોગંદનામું (નિયત નમૂના માં ) (નમૂના માટે અહી ક્લિક કરો )
  • ફોટો ( અરજદાર અને બાળક બંને ના )
  • બાળક ના જન્મ નો દાખલો (જન્મ પછી ની સહાય માટે)
  • મમતા કાર્ડ
  • જો ક-સુવાવડ થઈ હોય તો PHC ના ડોકટર નું પ્રમાણપત્ર

જરૂરી વેબસાઇટ

ઇ નીર્માણ કાર્ડ કઢાવવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો
ઓફીસીયલ વેબસાઇટ માટે અહી ક્લિક કરો
NEW Prasuti Sahay Yojna

જરૂરી ગાઈડલાઇન અને સોગંદનામા ફોર્મેટ

વિગત ફોર્મ
યોજના અને ગાઈડલાઇન ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
સોગંદનામાં નો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
NEW Prasuti Sahay Yojna

પ્રસૂતિ સહાય યોજના વેશે વિડીયો જોવા માટે અહી ક્લિક કરો

પશુપાલન માટે લોન મેળવો : CLICK HERE

NEW Prasuti Sahay Yojna માટે કેટલી સહાય મળે ?

37500/- સહાય મળે

NEW Prasuti Sahay Yojna માટે અરજી ક્યાં કરવાની ?

સરકાર ના ઓનલાઈન પોર્ટલ sanman.gujarat.gov.in પર અરજી કરવાની હોય છે.

NEW Prasuti Sahay Yojna માટે કોણ કોણ અરજી કરી શકે ?

બંધાકામ શ્રમિક મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે.

Leave a Reply