તાર ફેંસીંગ યોજના 2023 : Tar Fencing Yojna 2023 : અરજી કેવી રીતે કરવી ? : ક્યાં કરવી ? સંપૂર્ણ માહિતી

Tar Fencing Yojna 2023 : તાર ફેંસીંગ યોજના 2023 સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.આમ તો આ યોજના નવી નથી પરંતુ અમુક વધારાની છૂટ સાથે આ યોજના ગુજરાત સરકાર દ્વારા 350 કરોડ ના બજેટ સાથે જાહેર કરી છે આ યોજના થી ગુજરાત ના અનેક ખેડૂતો ને પોતાના ખેતર ની ફરતે તાર ની વાડ બનાવવામાં મદદ થશે અને ખેડૂતો વિવિધ પ્રકાર ની નુકશાની થી બચી શકશે.આજે આપણે આ યોજના વિષે સંપૂર્ણ માહિતી આ લેખ માં જોઈશું.

Tar Fencing Yojna
Tar Fencing Yojna

તાર ફેંસીંગ યોજના 2023 : Tar Fencing Yojna 2023

ગજરાત સરકાર ના કૃષી ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ : 05-09-2023 ના રોજ જાહેર કરેલ ઠરાવ પ્રમાણે ખેડૂતો પોતાના ખેતર માં લોખંડ ના વાયર થી કાંટાળા તાર ની વાદ બનાવવા માટે રનિંગ મીટર દીઠ 200/- રૂપિયા અથવા ખર્ચ ના 50% બેમાથી જે ઓછુ હશે તે સહાય પેટે આપવામાં આવશે.જે બાબતે વિગતવાર પરીપત્ર બહાર પાડી તાર ફેંસીંગ યોજના 2023 : Tar Fencing Yojna 2023 બાહાર પાડેલ છે.

યોજના નો લાભ કોણ લઈ શકે ?

આ યોજના ગુજરાત ના ખેડૂતો કે જેઓ 2 હેકટર જમીન ધારણ કરતાં હોય અથવા પોતે જુથ થઈ ને આ યોજના નો લાભ મેળવી શકે છે.જે ખેડુતો દ્વારા આગાઉ આ યોજના નો લાભ મેળવેલ છે તેવા ખેડૂતો ને આ યોજના નો લાભ મળવા પાત્ર રહેશે નહી.

યોજનાનો લાભ શું છે ?

ગુજરાત દરેક ક્ષેત્ર માં આજે હરણફાળ ભરી આગળ વધી રહ્યું છે જેથી આ હરણ ફાળ માં ખેડૂતો પણ પાછળ ના રહી જાઈ તેવા હેતુ સરકાર દ્વારા વિવિધ યોજના દ્વારા ખેડૂતો ને મદદ કરવામાં આવતી હોય છે.

  • ખેડૂતો ને 2 હેકટર ખેતર માં તાર ફેંસીંગ પર સબસીડી
  • રનિંગ મીટર દીઠ રૂપિયા 200/- સુધી સબસીડી અથવા ખર્ચ ના 50% રકમ જે ઓછું હોય તે
  • ખેડૂતો મંડળ બનાવી આ યોજના નો લાભ મેળવી સકે છે

આ યોજના નો લાભ લેવા અરજી ક્યાં કરવી ?

આ યોજના નો લાભ લેવા માટે ખેડૂતો એ i khedut partal પર ઓનલાઈન અરજી કરવાની છે.આ પોર્ટલ પર અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયત હસ્તક ના ઇ ગ્રામ સેન્ટર અને csc સેન્ટર નો ઉપયોગ કરી શકે છે.

લાભ લેવા માટે શરતો

  • ખેડૂત દ્વારા અગાઉ આ યોજના હેઠળ લાભ મેળવેલ ના હોવો જોઈએ.
  • 120 દિવસ માં કામ પૂર્ણ કરવાનું રહેશે.
  • આગાઉ લાભ ન મેળવવા અંગે કબૂલાત નામું આપવું.
  • જીએસટી સહીત બીલ રજૂ કરવા.
  • વાડ ની નિભાવણી જાતે કરવાની રહેશે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના : 300000/- ની લોન , આજે જ અરજી કરો

કઈ રીતે નાણાં ચૂકવામાં આવશે ?

આ યોજના હેઠળ જે ખેડૂતો નિયમ મુજબ નું કામ પૂરું કરે એટલે સરકાર ણી નિયમ મુજબ થર્ડપાર્ટી વેરિફિકેશન પૂરું થયા બાદ બિલ મુજબ મળવા પાત્ર નાણાં ખેડૂત ના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

પોસ્ટ નું નામ તાર ફેંસિંગ યોજના
અરજી કરવા માટે વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/
ઓફીસીયલ પરીપત્ર ડાઉનલોડ કરો

તાર ફેંસિંગ યોજના નો લાભ લેવા ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો

Leave a Reply